ગુજરાત, અમદાવાદ | ૦૪ નવેમ્બર ૨૦૨૫ — BSA એ EICMA ખાતે તેની ચોથી બાઇક નવી એડવેન્ચર BSA થંડરબોલ્ટ રજૂ કરી છે. આસેગમેન્ટમાં માંગમાં રહેતીઅદ્ભુત રાઇડર ટેકનોલોજી અને તાજેતરની રાઇડર ટેકનોલોજીનું આકર્ષક સંયોજન આ બાઇકમાં કરવામાં આવ્યું છે. અસલ થંડરબોલ્ટ ટૂરિંગ અને ઓફ-રોડ ક્ષમતા પ્રદાન કરે છે, જે 1972માં બર્મિંગહામ પ્રોડક્શન લાઇનમાંથી બહાર નીકળેલી છેલ્લી બાઇકનો વારસો છે તે વારસો BSAની પ્રથમ એડવેન્ચર બાઇકને સોંપવામાં આવ્યો છે. ફરીથી કલ્પના કરેલી આઇકોન એવી નવી BSA થંડરબોલ્ટ બાઇક સવારોની નવી પેઢી માટે તૈયાર છે.
- બેન્ટમ 350 અને સ્ક્રેમ્બલર 650 લોન્ચ થયાના માત્ર ત્રણ મહિના પછી – નવા મોડેલ સાથે BSAએ પુરાગમન કરવાનું જાળવી રાખ્યું છે
- BSA થંડરબોલ્ટ ભૂતકાળ જ્યાંથી અટક્યો હતો ત્યાંથી થયેલી શરૂઆત છે અને ભવિષ્યમાં આગળ વધવાનો એક માર્ગ છે, જે ઓન-રોડ અને ઓફ-રોડ ક્ષમતાઓ ધરાવે છે અને લાંબા અંતરની મુસાફરી માટેતૈયાર કરી છે
- ટેકનિકલ વિશેષતાઓ: ટ્રેક્શન કંટ્રોલ, ત્રણ ABS મોડ, USD ફોર્ક્સ, મોનો રીઅર શોક, સ્લિપ અને આસિસ્ટ ક્લચ
- હાઇ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, રેનફોર્સ્ડ બેશ પ્લેટ અને ઇન્ટિગ્રેટેડ એક્સોસ્કેલેટન ઓફ-રોડ સુરક્ષા અને ટકાઉપણું આપે છે
- 334cc સિંગલ સિલિન્ડર, DOHC, લિક્વિડ-કૂલ્ડ એન્જિનથી ચાલે છે જે યુરો 5+ સુસંગત છે અને સાથે 15.5 લીટરની મોટી ફ્યૂઅલ ટેંક છે
- એર્ગોનોમિક ડિઝાઇન: એડજસ્ટેબલ ફ્રન્ટ વિન્ડશિલ્ડ અને ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, દરેક વળાંક માટેનું નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને USB ચાર્જિંગ
BSAએ નવી BSA થંડરબોલ્ટના લોન્ચિંગ સાથે એડવેન્ચર સવારીના બજારમાં પ્રવેશવા માટે કંપનીએ સુંપૂર્ણ તૈયારી કરી લીધી છે. બ્રાન્ડ દ્વારા રજૂ કરાયેલી આ ચોથી બાઇક, જે 2026ના મધ્યમાં બજારમાં આવવાની તૈયારીમાં છે.તે શહેરની શેરીઓથી લઈને કાંકરીવાળા ટ્રેક સુધી, વરસાદ, કાદવ અને ધૂળમાંથી પસાર થઈને, દરેક પ્રકારના ભૂપ્રદેશ પર ખીલી ઉઠશે. આધુનિક BSA થંડરબોલ્ટ અઠવાડિયાના સામાન્ય દિવસોની મુસાફરી અને વિકએન્ડમાં નજીક અને દૂર બંને જગ્યાએ સાહસિક સવારી માટે બનેલી છે.
રેલી-સ્ટાઇલ બીક એન્ડ રીઅર રેક સહિત મજબૂત સુંદરતા બતાવતું, અદ્યતન મોડેલ પ્રીમિયમ ટ્રેક્શન કંટ્રોલ અને ત્રણ ABS મોડ (રેઇન, રોડ, ઓફ-રોડ) સાથે સંપૂર્ણ થ્રોટલ એસ્કેપેડ માટે સજ્જ છે. ઉપરાંત, તેમાં પ્રીલોડ એડજસ્ટેબલ મોનોશોક રીઅર સસ્પેન્શન, સ્લિપ અને આસિસ્ટ ક્લચ અને સારી વોટર વેડિંગ ક્ષમતાઓ માટે અપસ્વેપ્ટ એક્ઝોસ્ટ પણ આવે છે.
ભૂપ્રદેશનો સામનો કરવાની શ્રેષ્ઠ રીતબાઇકના પેગ્સ પર ઉભા રહેવાની છે, જ્યારે એડજસ્ટેબલ ફ્રન્ટ વિન્ડસ્ક્રીન અને ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ કોઈ પણ બાંધછોડ કરવાની જરૂર ન પડે તેની ખાતરી કરે છે. ઓછી ઊંચાઈની સીટ, હળવા વજનની ડિઝાઇન અને પહોળા હેન્ડલબાર તમામ રાઇડર્સ માટે હાઇ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, મજબૂત બેશ પ્લેટ, એક્સોસ્કેલેટન ફ્રેમ અને જો જરૂર હોય તો રક્ષણ માટે નકલ ગાર્ડ્સની વધારાની ખાતરી સાથે પોતાના વર્ગમાં-અગ્રણી ગતિશીલતા આપે છે.
આશાસ્પદ તાકાત અને કાર્યક્ષમતા સાથે, ઉચ્ચ ટોર્ક યુરો 5+ સુસંગત 334cc લિક્વિડ-કૂલ્ડ DOHC સિંગલ સિલિન્ડર એન્જિન છ-સ્પીડ ગિયરબોક્સ અને લાંબી મુસાફરી માટે યોગ્ય મોટી ફ્યૂઅલ ટેંક સાથે આકર્ષક દેખાવ આપે છે. તેમજ વધારાની જગ્યા હોવાથી પાછળ બેસી શકાય છે અને સામાન મૂકી શકાય છે – જેથી રાઇડર્સ વધુ આગળ વધવા અને લાંબા સમય સુધી એક્સપ્લોર કરવા માટે પ્રોત્સાહિત થાય છે.
લેગસી મોટરસાઇકલ બ્રાન્ડ્સને ફરી સજીવન કરવાની અને આધુનિક સમયના બાઇક સવારો માટે ક્લાસિક લિજેન્ડ્સને પાછા લાવવાની મહત્વાકાંક્ષા સાથે તેની રચના કરવામાં આવી હતી. પોર્ટફોલિયોમાં હાલમાં BSA, Jawa અને Yezdiનો સમાવેશ થાય છે –આ ત્રણેય એવી બ્રાન્ડ્સ જેમણે મોટરસાયકલિંગના ઇતિહાસ પર ભારે પ્રભાવ પાડ્યો હતોઅને તમામજ બ્રાન્ડ્સે અનન્ય લાક્ષણિકતાઓ જાળવી રાખી છે.
BSAની માલિકી ધરાવતી ક્લાસિક લિજેન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક અનુપમ થરેજાએ કહ્યું હતુ કે “આ બાઇક દુનિયાની શ્રેષ્ઠ 350 ADV છે. મારા પર વિશ્વાસ ના કરો –બસ, તેની ટેસ્ટ રાઇડ લો અને મને ખોટો સાબિત કરો.
“આજે અમે EICMA ખાતે નવીBSA થંડરબોલ્ટ બહાર પાડવાની સાથે-સાથે અમે એક વૈશ્વિક ADV પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું જે મોટરસાયકલિંગના ઇતિહાસ પર ભારે પ્રભાવ ધરાવતી અમારી BSA, Jawa અને Yezdi બ્રાન્ડ્સને દરેક બ્રાન્ડના વિશિષ્ટ ‘સિગ્નેચર’ સાથે બાંધછોડ કર્યા વિના અમારા લક્ષિત વેચાણ પ્રદેશોમાં વધુ કાર્યક્ષમતા માટે એક સહિયારા પ્લેટફોર્મનો લાભ મેળવવા સમર્થ બનાવશે.
“ક્લાસિક લિજેન્ડ્સ દરેક બ્રાન્ડના અનોખા DNAને ઓળખે છેઅને આ બ્રાન્ડનું હંમેશા સન્માન અને આદર થાય તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારીને અમે સ્વીકારીએ છીએ.
“BSA ‘સિગ્નેચર’માંભૂતકાળનો ખૂબ જ પ્રભાવ છે: તેની ડિઝાઇન સિલુએટ, જીતેલી સ્પર્ધાઓ, તેણે બનાવેલા રેકોર્ડ્સ અને તેનાથી બનેલી યાદો આ બધાનો પ્રભાવ છે. તે એક સાચી મોટરસાયકલિંગ લિજેન્ડ છે.
સૌથી મોટા આંતરરાષ્ટ્રીય મોટરસાઇકલ શો, EICMA ખાતે નવીBSA થંડરબોલ્ટનું અનાવરણ, BSAનુંવૈશ્વિક મંચ પર પુનરાગમન કરવાના અમારા ઇરાદાને રેખાંકિત કરે છે.
BSAની માલિકી ધરાવતી ક્લાસિક લિજેન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને સહ-સ્થાપક બોમન ઈરાનીએ કહ્યું હતું કે “નવી BSA થંડરબોલ્ટ એડવેન્ચરમાટે તૈયાર બાઇક છે અને લાંબા અંતરની મુસાફરી માટે બનેલી છે. અમારી નવી બાઇકમાં લોકોને આત્મવિશ્વાસ જાગે તેની પાછળની પ્રેરણા તરીકે ગતિશીલ ઓન-ઓફ-રોડિંગ ક્ષમતાઓ, અજોડ પરફોર્મન્સ અને સરળ ઉપયોગિતાનું સંયોજનછે. તે એવા રાઇડર્સ માટે બનેલી છે જેઓ’ક્યાંય પણ જાઓ અને કંઈપણ કરો’ની વિચારધારા ધરાવે છે અને નવા સ્થળો એક્સપ્લોર કરે છે તેમજ તેમની મોટરસાઇકલ તેમને જ્યાં જવુંહોય ત્યાં પહોંચાડવાની સાથે-સાથે, રસ્તામાં દરેક લાગણીને ઉત્તેજિત કરશે તેવો તેમને ભરોસો છે.”
“BSA ફક્ત મોટરસાયકલો જ નથી બનાવતી, પરંતુ તે લિજેન્ડ બનાવે છે અને નવીBSA થંડરબોલ્ટ ગર્વથી તે વારસાને આગળ ધપાવે છે.”
આ વર્ષે જુલાઈમાં BSA બેન્ટમ 350 અનેલાંબા સમયથી રાહ જોવાઈરહેલીBSA સ્ક્રેમ્બરલ 650ના લોન્ચિંગ પછીઆ બાઇક જાહેર કરવામાં આવી છે; આ બંને મોડેલોએ EICMA ખાતે ઇટાલીમાં પણ પ્રવેશ કર્યો હતો.
બજારમાં ધમાલ મચાવનારી BSA બેન્ટમ 350ની ક્લાસિક સુવિધાઓ સાથે આધુનિક સમયની બાઇક તરીકે ખૂબ પ્રશંસા કરવામાં આવે છે; તેમાંઅસલ બેન્ટમનો અંદાજ જાળવી રાખ્યો છે જેને 1940ના દાયકામાં યુદ્ધ પછીના બ્રિટનને ફરીથી પરિવહન માટે સક્ષમ કરવાનો શ્રેય મળ્યો હતો.
BSA સ્ક્રેમ્બલર 650ની પ્રેરણા 1950 અને 1960ના દાયકામાં આવેલીઅસલ સ્પર્ધાત્મક BSA સ્ક્રેમ્બલર્સમાંથી લીધી છે, જે બહુમુખી 652cc સિંગલ બ્લેન્ડિંગ રગ્ડ ડિઝાઇન સાથે આધુનિક એન્જિનિયરિંગ ધરાવતી હોવાથી શહેરી સવારી માટે આદર્શ છે.
BSA દ્વારા2022માં તેની પ્રથમ આધુનિક મોટરસાઇકલ લોન્ચ કરવામાં આવી હતી, જે ક્લાસિક ગોલ્ડ સ્ટારનો નવો અવતાર છે.નવી BSA ગોલ્ડ સ્ટાર 650માં 21મી સદીના મશીનના શક્તિશાળી પરફોર્મન્સની સાથે વિન્ટેજ મોડેલની સદાકાળ સ્ટાઇલ સામેલ છે.
ક્લાસિક લિજેન્ડ્સનું ગ્લોબલ પ્લેટફોર્મ્સ એકધારું ઉન્નત થઈ રહ્યું છે, ત્યારે ભૂતકાળથી પ્રેરણા લઈને તેમજ છેલ્લા 50 વર્ષમાં મોટરસાયકલિંગ લેન્ડસ્કેપમાં થયેલા વિકાસથી પ્રેરણા લઈને બનાવેલા નવા BSA મોડેલોનો અવકાશ પણ વધશે.
==========
