ગુજરાત, અમદાવાદ | ૧૫મી નવેમ્બર ૨૦૨૫ — 8મી Brainy National Competition 2025 દેશના 100થી વધુ શહેરોમાંથી આવેલા 2,500થી વધારે વિદ્યાર્થીઓની પ્રતિભાને રાષ્ટ્રીય મંચ આપતાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ. Xplore Knowledge Resources LLP (Brainy India) દ્વારા આયોજિત આ સ્પર્ધાના સમાપન સમારંભો 7થી 9 નવેમ્બર દરમિયાન અમદાવાદ, રાજકોટ અને સુરતમાં યોજાયા, જેમાં 3,000થી વધુ માતા–પિતાએ હાજરી આપી બાળકોના ઉત્સાહભર્યા પ્રદર્શનનો સાક્ષી બન્યાં.
સ્પર્ધામાં Brainy Abacus, Brainy Sensory Enhancement, Brainy Phoniques અને English Smart જેવા કાર્યક્રમોના વિદ્યાર્થીઓએ ઝડપ, ચોકસાઈ અને માનસિક એકાગ્રતાનો પરિચય આપ્યો. ભાગ લેનારોએ 6 મિનિટમાં 100 ગણિતીય પ્રશ્નો અથવા 70 જટિલ પ્રશ્નોના ઉકેલ દ્વારા વિશિષ્ટ ક્ષમતા દર્શાવી.
મંચ પર યોજાયેલ “Number Ninja Master Competition” કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું, જેમાં વિદ્યાર્થીઓએ અનેક પંક્તિઓના 3-અંકના ઉકેલો થોડા સેકન્ડોમાં પૂરા કરીને દર્શકોને ચકિત કર્યા. સેન્સરી કાર્યક્રમના વિદ્યાર્થીઓએ આંખ બંધ રાખીને વાંચન અને સાઇકલિંગના પ્રયોગો કરીને તાલીમબદ્ધ મનની સંભાવનાઓ ઉજાગર કરી.
સમારોહમાં Brainy Indiaના ચેરમેન મિ. તુષાર કણસાગરા અધ્યક્ષતા રહી, જ્યારે સુરતના મેયર મિ. દક્ષેશ માવાણી મુખ્ય અતિથિ તરીકે જોડાયા. Brainy Poland ના ડૉ. સેઝરી વોસ્ટિનસ્કીએ પ્રશંસાનો સંદેશ મોકલ્યો. સમારોહમાં મિ. બાદલ કણસાગરા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા.
==========
