Truth of Bharat
અવેરનેસગુજરાતગુજરાત સરકારભારત સરકારરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇનહેલ્થકેર

PM મોદીના જનમદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં ૩૭૮ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે

ગુજરાત, અમદાવાદ | ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર, શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની બેઠક ૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસે કરી ઓપરેશન સિંદૂરની સફળતાની તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે PMનાં જન્મદિનની પૂર્વસંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એકસાથે ૩૭૮ સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા સ્તરે અને ત્યારબાદ તાલુકા સ્તરે રક્તદાન શિબિરોના આયોજનની ચોક્કસ યોજના, કાર્યક્રમના સ્થળો, કાર્યક્રમના ઇન્ચાર્જ સહિતની તમામ જવાબદારી નક્કી કરી યાદીઓ બનાવવાની તૈયારી કરી હતી. સાથે તા: ૧૩/૦૯/૨૦૨૫નાં આજ રોજ શનિવારે સવારે ૯ કલાકે સમગ્ર રાજ્યમાં “નમો કે નામ રક્તદાન”જાગૃતિ રેલીનું સફળ આયોજન પણ કરવામાં આવેલ. આ રક્તદાન કાર્યક્રમની નોધણી “official book of world records” અને “World book of records” લંડનમાં પણ થઈ ચૂકી છે.અત્યાર સુધી રક્તદાન શિબિરનું ઓનલાઇન ૬૫ હજાર તેમજ ઓફલાઈન ૬૦ હજાર સુધીનું રજિસ્ટ્રેશન એટલે કુલ ૧,૨૫,૦૦૦ રક્તવીરોએ રજિસ્ટ્રેશન કરેલ છે. આ રક્તદાન શિબિરનું આયોજન PM શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ કરેલ છે. જેનું નામ અમે “નમો કે નામ રક્તદાન” રાખ્યું છે.

Related posts

એમેઝોન પે દ્વારા ‘ઇમ્પોસિબલ ટ્રાવેલ ડીલ્સ’નો પ્રારંભ, હોટલો પર 60% અને ફ્લાઇટ પર 20% સુધીની બચત

truthofbharat

રોયલ રાણી ગરબા : મહિલાઓ માટે ખાસ આયોજિત અનોખું નૃત્યોત્સવ

truthofbharat

નેશનલ અવોર્ડ વિજેતા શિલ્પા રાવ X અનુરૂદ્ધ: ‘મદ્રાસી’ ના ‘ઉનાધુ એનાધૂ’ (Unadhu Enadhu) થી મ્યુઝિકલ તોફાન

truthofbharat