Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત ૧૨૧ યુવાનોને રોજગાર માટે JCB વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કર્યા

ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: સમાજના સર્વાંગી વિકાસ અને યુવાશક્તિના ઉત્થાન માટે કાર્યરત ભરવાડ યુવા સંગઠન ગુજરાતે ફરી એક નવો માઈલસ્ટોન સર્જ્યો છે. “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સમાજના આર્થિક રીતે નબળા અને બેરોજગાર યુવાઓને રોજગારની તક પૂરી પાડવા માટે ૧૨૧ જેટલી JCB મશીનોનું વિતરણ તેમજ ધોરણ ૧૨માં પાસ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને થયું હતું. આ અવસરે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ભાજપ પ્રદેશ સહ પ્રવકતા રુતવીજભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે મહેમાનો દ્વારા સમાજના દૂરંદેશી યુવાઓના વિચાર સાથે એક અદભુત અને કાર્યશીલ યુવા સંગઠનની રચના કરી તે માટે આ સંગઠનને બિરદવામાં આવ્યું હતું. તેમજ સંગઠન દ્વારા યુવાઓને રોજગારલક્ષી  – શૈક્ષણિકલક્ષી વિષયો પર તેમજ સરકારી યોજનાઓની સમજ આપવી, યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે તે માટે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચલાવવા, સામાજિક દુષણો દૂર કરી મુખ્ય પ્રવાહમાં જોડવા તેમજ કુદરતી હોનારતમાં યુવા સ્વયંસેવકો દ્વારા સેવા આપી સહાય કરવી જેવા અતિ મહત્વના વિષયો પર કાર્ય કરતા આ સંગઠન માટે ગર્વ અને આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભવાનભાઈ ભરવાડ દ્વારા મહાનુભાવોએ આ કાર્યક્રમ માટે સમય આપ્યો તેના માટે પોતાનો આભાર વ્યક્ત કર્યો તેમજ સમાજના આ સંગઠન દ્વારા થતાં તમામ કર્યો નો ચિતાર આપવામાં આવ્યો હતો અને આજે જે યુવાઓ ને રોજગાર માટે જેસીબી આપવમાં આવ્યા છે તેઓને શુભકામનાઓ પાઠવી તેમજ સમાજના અગ્રણી તમામને આવકારી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યારે સંગઠનના મહામંત્રીશ્રી અમિતભાઈ ભરવાડ દ્વારા મહેમાનોને આવકારી સંગઠનના વિકાસ અને વિસ્તાર પર વાત જણાવતા કહ્યું કે, આ સંગઠનમાં આજે 2,48,789 જેટલા સમાજના યુવા સ્વયં સેવકો જોડાયેલા છે તેમજ ગુજરાતના તમામ જિલ્લા – તાલુકા અને શહેરમાં સંગઠનની સમિતિ કાર્યરત છે. આજ દિન સુધી અવનવી યોજનાઓ હેઠળ હજારો યુવાઓને તેના લાભ આપવામાં આવ્યા છે, જેમાં રોજગારલક્ષી તમામ યોજનો કાર્યરત છે. આમ ૨૦૧૭થી આ સંગઠન ખૂબ જ સરસ રીતે કાર્યરત છે જેમ સમાજના યુવાનોનો ખૂબ સરસ સહકાર તેમજ સમર્થન છે. સમગ્ર કાર્યક્રમ તાજેતરમાં જ મા ભોમ ને કાજે સમાજનો શહિદવીર યુવા મેહુલભાઇ મેપાભાઇ ભરવાડ ને સમર્પિત કરી એમના બલિદાનને બિરદાવવામાં આવ્યું.

સંગઠનના પ્રવક્તા શ્રી રણછોડભાઇ દ્વારા સંગઠનની વિશેષતા અને તેના ઉદેશ્યની વાત મૂકવામાં આવી હતી.  અંતે, શ્રી મેહુલભાઈ ભરવાડ દ્વારા સૌનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓનો સવિશેષ આભાર વ્યક્ત કરી પુનઃ સંગઠન વતી આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે શ્રી ભવાનભાઈ જીવણભાઈ  ભરવાડ (પૂર્વ ધારાસભ્ય), લાખાભાઈ ભરવાડ (પૂર્વ ધારાસભ્ય) વીનુભાઈ બેચરભાઈ ગમારા (સામાજિક અગ્રણી) મનુભાઈ માગુંડા (સામાજિક અગ્રણી) રામભાઈ મેવાડા (સમાજીક અગ્રાણી) દામાનભાઈ ઠાકોર (અમીન જેસીબી) વિદીસાબેન આસરપોટા (અમીન જે સીબી) તેમજ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન એવોર્ડ્સ 2025 – બેકિંગ અને કન્ફેક્શનરીમાં શ્રેષ્ઠનું સન્માન

truthofbharat

ભારતમાં 84 ટકા પ્રોફેશનલ્સ 2026 માં નોકરી શોધવા માટે તૈયાર નથી: લિંક્ડઇન

truthofbharat

ઇન્ફિનિટી ગ્રુપ લક્ઝરી ઘડિયાળ અને સુંદર ઝવેરાત રિટેલમાં વિસ્તરણ કરે છે, ઇન્ફિનિટી ટાઈમલેસનું અનાવરણ કરે છે

truthofbharat