Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી ભૈરવ સાધુની રક્ષા કરે છે : પૂજ્ય મોરારી બાપુ

  • માત્ર બોડાણાનું જ નહીં આપણું ગાડું પણ હરિ હંકારે છે !
  • તર્પણ કરવું હોય તો પ્રેમજળથી કરો, સ્નેહનો અર્ધ્ય આપો
  • બીજાનું શુભ કલ્યાણ, મંગલ વિચારવું એ પણ ભજન છે

અમદાવાદ, ગુજરાત | ૧૭ નવેમ્બર ૨૦૨૬ | ‘ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2)  ગઈકાલે રણછોડરાયની પરમ પાવન ભૂમિ ડાકોરમાં પ્રવેશી હતી. ઓમ પાર્ટી પ્લોટ (વિંઝોલ ડાકોર) ની ભૂમિ પરથી રામકથાના સ્નેહલ સંવાદને આગળ ધપાવતા પરમ પ્રિય પરમ સાધુ બાપુએ કહ્યું હતું કે, દ્વારિકાનાથ- રણછોડરાયની આ ભૂમિ પર મારા ઘણા સ્મરણો છે. ‘સ્વસ્તિક’ ને કેન્દ્રમાં રાખીને આજે ડાકોરની ભૂમિ પર આવ્યા છીએ ત્યારે આ ડાકોરનો સ્વસ્તિક એ ચાર ચરિત્રોનો સ્વસ્તિક દેખાય છે. પ્રથમ ભક્ત બોડાણા ચરિત્ર, ક્ષત્રિયકુળ હતું અને દ્વારિકાથનું સ્મરણ ભક્તિ અતૂટ અનુપમ હતી. એને દ્વારિકા દર્શન કરવાની ઈચ્છા થઈ, યાત્રા પર નીકળે છે, પણ અવસ્થા થઈ છે અને દ્વારિકા પહોંચશે કે નહીં? એ મૂંઝવણ છે. બોડાણો ગાડું લઈને નીકળ્યો છે. ત્યારે દ્વારકાનાથ આવીને એનું ગાડું હંકારે છે બાપ, માત્ર બોડાણાનું જ નહીં પણ આપણા ગાડા પણ હરી હંકારે છે.

બીજું ચરિત્ર સંત પુનિત મહારાજનું એણે ખૂબ મોટી સેવા કરી છે. અહીં પણ એનો આશ્રમ છે. પુનિત પરંપરાએ ખૂબ મોટું કાર્ય કર્યું છે. પુનિત મહારાજ દ્વારા ઘણી પદ રચનાઓ અને આરતીઓનું સર્જન થયું છે એમાંની એક આરતી વર્ષોથી જન જનના હૈયે છે અને વિશ્વ પ્રસિદ્ધ છે… જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા… એજ પરંપરામાં પુનિત મહારાજના બે શિષ્યો રામ ભગત અને શ્યામ ભગત હતા. મેં પોતે રામભગતને સાંભળ્યા છે, એ મહુવા આવતા વ્યાખ્યાનો કીર્તનો અને કથા કહેતા, તમારો મોરારી બાપુ સૌની વચ્ચે ત્રીજી ચોથી હરોળમાં બેસતો અને રામ ભગતને સાંભળતો. ત્રીજું ચરિત્ર : મનસુખરામ માસ્તરનું ચરિત્ર, એના પ્રસંગો – ઘટનાઓ વગેરે વિસ્તારથી ભીંજાયેલી આંખો એ બાપુએ વર્ણવ્યું હતું ત્યારે કેટલાયની આંખો પણ ભીંજાયેલી. મનસુખરામ માસ્તરના ચરિત્રનો સંદેશો એજ કે એમાં ચમત્કાર નહીં પણ સાક્ષાત્કાર છે.

પુનિત મહારાજે પણ માનસને, તુલસીદાસજીને કેન્દ્રમાં રાખીને એક ‘પુનિત રામાયણ’ આપણને સૌને આપી છે એ પણ પુનિત પરંપરામાં સચવાઈ છે. ચોથું ચરિત્ર શિવજીનું આપણે ત્યાં મુખ્યત્વે દ્વાદશ જ્યોતિર્લિંગનો મહીમાં છે. બાર જ્યોતિર્લિંગ એ બારે- બાર જ્યોતિર્મય પ્રકાશ છે.

કથરત્નો રજૂ કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે, ઓ વિશ્વાસુના વિશ્વાસુ મારા કોણ સ્વીકારે આંસુ ? તનના, મનના દેહભવનમાં, તારી છબી પધરાવું… રામ ભગત. સોયે કહાં થે ? આંખને તકિયે ભીગોયે થે ! પુનિત પરંપરામાં ‘રણછોડ બાવની‘  (રામભગત – શામ ભગત) એમાં બોડાણા ભગતની વાત પણ આવે છે. પૂજ્ય શ્રી બાપુએ મીરાંબાઈની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કૃષ્ણ પ્રાપ્તિની ઝંખના કોને છે? એ રસ્તા પર યાત્રાનો આનંદ જ અનંત છે. બાપુએ કહ્યું કે, સ્વસ્તિક કેટલો સનાતની છે. તેમણે ઉમેર્યું કે, સાધુની આજ્ઞા ન માનો તો કઈ નહીં, પણ સાધુની અવજ્ઞાન ન કરશો. અંતે તેમણે કહ્યું કે, રસ્તો છે, યાત્રી છે – માર્ગી તો પછી મંઝિલની શી જરૂર છે?

== સમાપ્ત ==

Related posts

GE એરોસ્પેસએ ભારતના ઉડ્ડયન ઉદ્યોગની વૃદ્ધિને પહોંચી વળવા માટે સહાય કરવા દેશમાં સપ્લાયર ખર્ચને આશરે બમણો કરવાની ઘોષણા કરી

truthofbharat

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા કેન્સર રિકવરીમાં ન્યુટ્રિશન અને ફિટનેસની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે ‘ધ હીલિંગ પ્લેટ’નું આયોજન કરવામાં આવ્યું

truthofbharat

સેમસંગએ તહેવારની સિઝન માટે 4 કલાકમાં ઇન્સ્ટોલેશન અને ડેમો સર્વિસ શરૂ કરી

truthofbharat

Leave a Comment