ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વમાં પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ કર્યું હતું. પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ વિશે જણાવ્યું હતું કે માસક્ષમણ એ મૃત્યુંજય તપ કહેવાય છે. અમારા શાસ્ત્ર પ્રમાણે માસક્ષમણ કરવાથી અરિહંત કરતા હોય તેવું પુણ્ય મળતું હોય છે. આ તપ કરવાની મને ૨ વર્ષથી ઇચ્છા હતી તેથી મેં આ તપ કર્યું છે જેમાં હું સવારે પ્રતિક્રમણ કરી ભગવાની સેવા પુજા બાદ ગુરુવ્યાખ્યાન સાંભળું છું.
