- સ્થાનિક સ્તરે ઉત્પાદિત, પ્રિમિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડ પૂરવઠા શૃંખલાને મજબૂત બનાવે છે અને આત્મનિર્ભર ભારત વિઝનમાં યોગદાન આપે છે
- યુરોપિયન બજારોમાં પ્રોડક્ટની સફળતાને આધારે પ્રથમ વખત ભારતમાં રજૂ કરવામાં આવ્યું
- એક અન્ય પેટન્ટ પ્રોડક્ટની સાથે, કંપની મૂલ્યવર્ધિત સ્ટીલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરે છે
નવી દિલ્હી | ૧૭ જૂન ૨૦૨૬ | આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)એ આજે ઉચ્ચ પ્રદર્શનનાં ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે ડિઝાઇન કરવામાં આવેલી પ્રિમિયમ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડ ઝાગ્નેલિસ પ્રોટેક્ટનાં લોન્ચની જાહેરાત કરી હતી.
યુરોપિયન બજારોમાં પૂરવાર થયેલા આર્સેલરમિત્તલના પેટન્ટ ધરાવતા ઝાગ્નેલિસ પ્રોટેક્ટ કોટિંગ્સ વિશ્વના ત્રીજા મોટા ઓટોમોટિવ ઉત્પાદક ભારતમાં પ્રથમ પ્રકારની ઉત્પાદન ક્ષમતાને દર્શાવે છે. અત્યાર સુધી, તુલનાત્મક ટેકનોલોજીકલ ક્ષમતા અને ગુણવત્તાની સ્ટીલ પ્રોડક્ટ્સ સંપૂર્ણપણે આયાત કરવામાં આવતી હતી. ચેન્નઇમાં મુખ્ય ગ્રાહકોનાં જૂથની હાજરીમાં આ લોન્ચની સાથે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે ઉચ્ચ ગુણવત્તા, પ્રિમિયમ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડને રજૂ કરનારી પ્રથમ કંપની બની છે, જે તેના ટેકનોલોજી નેતૃત્ત્વને મજબૂત બનાવે છે.
ઓટોમોટિવ ઉત્પાદકો સ્થાનિક અને વૈશ્વિક બજારો બંનેમાં વધુ સ્પર્ધાત્મક બનવા માટે ટકાઉતા, પ્રદર્શન, સુરક્ષા અને ઉત્પાદન સુસંગતતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાની સાથે વિશ્વકક્ષાની, ઉચ્ચ પ્રદર્શનની ઓટોમોટિવ સ્ટીલ બ્રાન્ડ ઝાગ્નેલિસ પ્રોટેક્ટ તેમને ટૂંકા લીડ સમય, સુસંગત ગુણવત્તા અને સુધરેલા પૂરવઠાની ખાતરીમાંથી લાભ મેળવવા સક્ષમ બનાવશે.
ઝાગ્નેલિસ પ્રોટેક્સનો પ્રારંભિક ઉપયોગ મોટર કપ્સમાં થશે – આ બારી, અરિસા, વાઇપર્સ અને સીટ્સમાં ઉપયોગમાં લેવામાં આવતી ડાઇરેક્ટ-કરન્ટ મોટર્સ માટે મહત્ત્વપૂર્ણ એન્કલોઝર્સ છે. દરેક કારમાં આવી 20-30 મોટર્સ તૈનાત કરવામાં આવતી હોવાની સાથે આ પ્રોડક્ટ સુધારેલા પ્રદર્શન મારફતે તાત્કાલિક મૂલ્ય પૂરું પાડે છે.
હાલમાં, ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતા અંદાજિત 8-10% મહત્ત્વપૂર્ણ ઓટોમોટિવ સ્ટીલ ગ્રેડ્સની આયાત કરવામાં આવે છે, જેનું કારણ મોટે ભાગે કોટિંગ અને ધાતુશાસ્ત્રની જટીલતાછે.ભારતમાં વાર્ષિક ધોરણે 30 મિલિયનથી વધુ વાહનોનું ઉત્પાદનઅને ઓટોમોટિવ માગ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, કાટપ્રતિરોધક અને હળવા વજનની સામગ્રી તરફ વળી રહી હોવાની સાથે અદ્યતન કોટેડ સ્ટીલનું સ્થાનિકીકરણ સેક્ટરની વૃદ્ધિના આગામી તબક્કામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ના નિર્દેશક અને વાઇસ પ્રેસિડેન્ટ – સેલ્સ અને માર્કેટિંગ શ્રીમાન રંજન ધારે લોન્ચ અંગે જણાવ્યું હતું કે, “ઝાગ્નેલિસ પ્રોટેક્ટનું લોન્ચ ઉચ્ચ-ગુણવત્તા અને ઉચ્ચ-પ્રદર્શનના સ્ટીલ ઉકેલો મારફતે દેશની ઓટોમોટિવ ઉત્પાદન સક્ષમતાઓને અદ્યતન કરવાની અમારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે. આ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઓટોમોટિવ ઇકોસિસ્ટમને ટેકો આપવા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું દર્શાવે છે. અમે અમારા બ્રાન્ડ વચન, ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ને સુસંગત મૂલ્યવર્ધિત સ્ટીલ ઉકેલોનો પોર્ટફોલિયો વિસ્તારી રહ્યા છીએ. ભારત ટેકનોલોજી આધારિત ઓટોમોટિવ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરતો હોવાથી અદ્યતન સ્ટીલનો એક્સેસ મહત્ત્વપૂર્ણ બને છે. અમારી મૂળ કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલની અજોડ ટેકનોલોજી અને કૌશલ્ય દ્વારા સમર્થિત અમે આ વિશ્વકક્ષાની, આયાત-પૂરક પ્રોડક્ટ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આ ઓટોમોટિવ કંપનીઓને આત્મનિર્ભર ભારત વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપીને વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે.”
વૈશ્વિકસ્તરે, ઝાગ્નેલિસ પ્રોટેક્ટ કોટિંગ્સ પરંપરાગત ગેલ્વેનાઇઝ્ડ (જીઆઇ) કોટિંગ્સ,ખાસ કરીને કટ એજ, હેમ ફ્લેન્જિસ, અને ફોર્મ્ડ ભાગો, કે જ્યાં ઓટોમોટિવ પૂરજાઓમાં સામાન્યપણે સૌથી પહેલા કાટ લાગે છે, તેની તુલનામાં નોંધપાત્ર રીતે ઉચ્ચ કાટપ્રતિરોધકતા પૂરી પાડવા માટે ઓળખાય છે. નવી બ્રાન્ડ અપવાદરૂપ કાટપ્રતિરોધકતા, સેલ્ફ-હિલિંગ સુરક્ષા, ઉત્કૃષ્ટ ડ્રોવેબિલિટી, અને વિશ્વસનીય વેલ્ડેબિલિટી પ્રદાન કરે છે. સ્થાનિક ઉત્પાદન પૂરવઠા શૃંખલાની કાર્યક્ષમતા અને ગુણવત્તાની સુસંગતતા સુધારશે, જે ગ્રાહકોને કાર્યાત્મક પ્રદર્શન અને સ્પર્ધાત્મક લાભ બંનેને મજબૂત કરવામાં સહાય કરશે.
લોન્ચની શરૂઆત મોટર કપ્સ પર આરંભિક ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે થઈ હતી, જ્યારે ઝાગ્નેલિસ પ્રોટેક્ટ ઓટોમોટિવ એપ્લિકેશન્સના વ્યાપક સ્પેક્ટ્રમ માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં ચેસિસ પૂરજાઓ, ડોર ઇનર પેનલ્સ, હૂડ/બોનેટ ઇનર પેનલ્સ અને ડેકલિડ/ટેઇલગેટ ઇનર પેનલ્સનો સમાવેશ થાય છે.
પેટન્ટ ધરાવતી પ્રોડક્ટ બ્રાન્ડનું અનાવરણ એવા સમયે થયું છે, જ્યારે ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે, જેમાં પેસેન્જર વાહનોનું વેચાણ નાણાકીય વર્ષ 2025-26માં લગભગ 4.7 મિલિયન યુનિટ્સથી વધ્યું છે, જે ભારતને વિશ્વના સૌથી મોટા ઓટોમોટિવ બજારો પૈકીનું એક અને વૃદ્ધિ પામી રહેલું નિકાસ કેન્દ્ર બનાવે છે.
આ લોન્ચ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સ્વદેશી અદ્યતન સ્ટીલ ઉકેલોની વ્યુહરચના પર આધારિત છે, જે આર્સેલરમિત્તલની પેટન્ટ ધરાવતી બે પ્રોડક્ટ્સ – પુનઃપ્રાપ્ય ઊર્જા અને આંતરમાળખાકીય સુવિધા માટે મેગ્નેલિસ; અને રૂફિંગ, ક્લેડિંગ, પ્રિ-એન્જિનિયર્ડ બિલ્ડિંગ્સ અને આર્કિટેક્ચરલ એપ્લિકેશન્સ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કલર-કોટેડ સ્ટીલ ઓપ્ટિગલની રજૂઆત પછી કરવામાં આવી છે.
આ સ્વદેશીકરણના પ્રયત્નો એએમ/એનએસ ઈન્ડિયાના હજીરા ખાતે રૂ. 60,000 કરોડના વ્યાપક વિસ્તરણ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેમાં ભારતમાં આગામી પેઢીના ઓટોમોટિવ અને મૂલ્યવર્ધિત સ્ટીલ ઉત્પાદનને ટેકો આપવા માટે અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાને સક્ષમ બનાવવાનો સમાવેશ થાય છે.
== સમાપ્ત ==
