Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન પેએ ‘પેમેન્ટ્સ કા એ ટુ ઝેડ’નું અનાવરણ કર્યું: હવે તમામ પેમેન્ટ મૉડ્સ એક જ જગ્યાએ

ક્રેડિટ કાર્ડ્સથી લઇને યુપીઆઈ, પે લેટરથી લઇને બિલ પેમેન્ટ્સ સુધી, તમારું સંપૂર્ણ પેમેન્ટ યુનિવર્સહવે પહેલાં કરતાં વધુ ઝડપી, સ્માર્ટ અને વધુ લાભદાયી બન્યું

રાષ્ટ્રીય | ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫: એમેઝોન પેએ આજે એક તદ્દન નવેસરથી તૈયાર કરવામાં આવેલાપેમેન્ટ ઇન્ટરફેસનું અનાવરણ કર્યું છે, જેમાંયુપીઆઈ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ, એમેઝોન પે બેલેન્સ અને એમેઝોન પે લેટર જેવા તમામ પેમેન્ટ મૉડ્સને એક જ જગ્યાએ એકીકૃત કરવામાં આવ્યાં છે,જે ગ્રાહકોની ચૂકવણીની તમામ જરૂરિયાતોને પૂરી કરવા માટેનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન બની ગયું છે.તેની નવી વિશેષતાઓમાં પર્સનલાઇઝ્ડ રીવોર્ડ્સ (જે દરેક ટ્રાન્ઝેક્શન પર મહત્તમ મૂલ્ય પૂરું પાડે છે)તથા રીમાઇન્ડર્સ અને ઑટો-પેનાવિકલ્પની સાથે તમામ બિલ અને સબસ્ક્રિપ્શન્સને એકસાથે મેનેજ કરવા માટેના એકીકૃત ડેશબૉર્ડનો સમાવેશ થાય છે.આ વ્યાપક અપગ્રેડેએક સહજ ઇન્ટરફેસ દ્વારા લાખો ભારતીયો માટે રોજિંદા નાણાકીય વ્યવહારો કરવાનુંસરળ બનાવી દીધું છે, જે ખરીદી અને બિલની ચૂકવણીથી માંડીને રીવોર્ડ્સ અને બચત સુધી ગ્રાહકોનીનાણાકીય વ્યવસ્થાપનની પદ્ધતિને સુધારવાની દિશામાં ભરવામાં આવેલી હરણફાળ છે.

એમેઝોન પેના આ નવા એક્સપિરિયન્સનેAmazon.in પર તળિયે આપેલા નેવિગેશન બારમાં ઊડીને આંખે વળગે તે રીતે મૂકવામાં આવેલા ‘વૉલેટ’ આઇકન મારફતેઅથવા હૉમ પેજના ઉપરના ભાગે આપેલા વન-ક્લિક એમેઝોન પે ઇન્ગ્રેસ દ્વારા ઍક્સેસ કરી શકાય છે.તેમાં ટ્રાન્ઝેક્શન્સ પૂરું કરવા માટે એપ્સ કે પેમેન્ટ મૉડ્સને બદલવાની જરૂરિયાત રહેતી નથી.તેની વધુ એક પ્રમુખ વિશેષતા ઇન્ટેલિજેન્ટ રેકમેન્ડેશન્સ એન્જિન છે, જે ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સનો મહત્તમ લાભ લેવા માટે આપમેળે જ ચૂકવણીનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ સૂચવે છે, જેના માટે ગ્રાહકોએઘણાં બધાં ઑફર પેજને ઉથલાવાની જરૂર પડતી નથી.આ સિસ્ટમ ખર્ચની વ્યક્તિગત પેટર્ન અને પસંદગીઓના આધારે રીવોર્ડ્સને પર્સનલાઇઝ કરે છે, જે ખાતરી કરે છે કે ગ્રાહકોને હંમેશા તેમને અનુકૂળ ઑફર્સ મળી રહે.

એમેઝોન પેના સીઈઓ શ્રી વિકાસ બંસલે જણાવ્યું હતું કે, ‘પેમેન્ટ્સ કા એ ટુ ઝેડ’ લૉન્ચ થવાની સાથે જ, એમેઝોન પે એ એકમાત્ર પેમેન્ટ એપ્લિકેશન છે, જેની તમારે જરૂર છે અનેજે તમારા રોજિંદા નાણાકીય વ્યવહારો માટેની આદર્શ સાથી બની ગઈ છે.અમે ખરીદી, બિલની ચૂકવણી, સ્કેન અને પે, ટ્રાવેલ બૂકિંગ્સ અને પર્સનલાઇઝ્ડ રીવોર્ડ્સને એક જ શક્તિશાળી ઇન્ટરફેસમાં એકીકૃત કર્યા છે.અમારું ઇન્ટેલિજેન્ટ પ્લેટફોર્મ જરૂર પડ્યે તાત્કાલિક ધિરાણ આપવાથી માંડીને દરેક ટ્રાન્ઝેક્શન પર રીવોર્ડ્સનો મહત્તમ લાભ લેવા સુધી દરેક અનુભવને અનુકૂળ બનાવે છે.તે ભારતનું સૌથી સંપૂર્ણ પેમેન્ટ સોલ્યુશન છે, જે તમારી તમામ નાણાકીય જરૂરિયાતોને ફક્ત એક જ ટૅપથી પૂરી કરે છે – સરળ, સુરક્ષિત અને હંમેશા લાભદાયી.’

મુખ્ય વિશેષતાઓઃ

ચૂકવણીના તમામ વિકલ્પો એક જ જગ્યાએ –એક જ એકીકૃત ઇન્ટરફેસ દ્વારા તમારા ચૂકવણીના વિકલ્પો, જેમ કે,યુપીઆઈ, કાર્ડ્સ, એમેઝોન પે બેલેન્સ અને પે લેટરનેસરળતાથી ઍક્સેસ કરો.તમે સેવ કરેલા તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સને સરળતાથી મેનેજ કરો.

તમામ બિલની ચૂકવણી અને સબસ્ક્રિપ્શન્સઃ તમારા તમામ બિલ, સબસ્ક્રિપ્શન્સ અને વીમાની ચૂકવણી માટે એક એકીકૃત ડેશબૉર્ડની મદદથી તમારા નાણાકીય વ્યવહારો પર નિયંત્રણ રાખો.સમયસર રીમાઇન્ડર્સ મેળવો, ઑટો-પે સેટઅપ કરો, બિલર્સને કસ્ટમાઇઝ કરો, રીફંડ પર નજર રાખો.

પર્સનલાઇઝ્ડ રીવૉર્ડ્સ –એમેઝોન પે તમારી ખરીદીની પેટર્નમાંથી શીખીને તમને અનુકૂળ હોય તેવી ઑફર્સની ભલામણ કરે છે, જેમાં તમામ રીવોર્ડ્સને રૂપિયામાં દર્શાવવામાં આવતાં હોવાથી, તે તમારી બચતને ટ્રેક કરવાનું અને મહત્તમ સ્તરે લઈજવાનું સરળ બનાવી દે છે.

સ્માર્ટ ભલામણોઃદરેક ટ્રાન્ઝેક્શન માટે ચૂકવણીનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ મેળવો, જેમાં કૅશબૅક ઑફર્સ, બેંક ડિસ્કાઉન્ટ્સ અને વ્યાજ-મુક્ત ધિરાણના વિકલ્પોની તરત જ સરખામણી કરી શકાય છે.

દરેક ચૂકવણી માટે વૉલેટ યુપીઆઈઃએક જ ક્લિકથી થતીખૂબ જ વિશ્વસનીય ચૂકવણીઓનો અનુભવ કરો, જે ઑફલાઇન સ્ટોર્સ પર ખરીદી કરવા માટે અથવા ખરાબ નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં આદર્શ છે.ફક્ત ક્રેડિટ કાર્ડ્સ અથવા યુપીઆઈનો ઉપયોગ કરીને ટૉપ અપ કરોઅને અત્ર તત્ર સર્વત્ર ઝડપી, ખામી વગરના ટ્રાન્ઝેક્શન્સનો આનંદ માણો.

એમેઝોન પે શોર્ટકટ (ફક્ત એન્ડ્રોઇડ માટે):એમેઝોન પે શોર્ટકટનીમદદથી તમારી ચૂકવણીઓ અને નાણાકીય વ્યવહારોને તરત જ ઍક્સેસ કરો.હવે એન્ડ્રોઇડ યુઝર્સ વધુ ઝડપી નેવિગેશન અને ખામી વગરના ટ્રાન્ઝેક્શન્સ, રીવોર્ડ્સ અને બિલના મેનેજમેન્ટ માટે આ શોર્ટકટને સીધું જ તેમની હૉમ સ્ક્રીન પર રાખી શકે છે, જેના પરિણામે તમે આ બધી જ સુવિધાઓને આંગળીના ટેરવે ઍક્સેસ કરી શકો છો.

માર્કેટમાં ઉપલબ્ધ ફ્રેગમેન્ટેડ ડિજિટલ સોલ્યુશન્સથી વિપરીત, એમેઝોન પેએ ચૂકવણીઓના અનુભવનેસાચા અર્થમાં એક ઇન્ટીગ્રેટેડ ઇન્ટરફેસમાં એકીકૃત કરી દીધો છે.એમેઝોન પેએ10 કરોડથી વધુ યુપીઆઈ ગ્રાહકો, 7 કરોડથી વધુ એમેઝોન પે બેલેન્સ યુઝર્સ અને 50 લાખથી વધુ એમેઝોન પે આઇસીઆઇસીઆઈ ક્રેડિટ કાર્ડધારકોના તેના વિશાળ અને વ્યાપક કસ્ટમર બેઝ માટેખરેખર એક સાર્થક સુવિધા ઊભી કરી આપી છે.

Related posts

દુબઈ ટુરિઝમે પોતાનું નવું કેમ્પેન ‘યે ભી દુબઈ હૈ, બ્રો!’ લોન્ચ કર્યું, જેમાં જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન બસ્સી અને હર્ષ જોવા મળશે

truthofbharat

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ટાન્ઝાનિયા અરૂશાનો નૂતન મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

truthofbharat

હીરો મોટોકોર્પ દ્વારા નવી HF ડિલક્સ પ્રો લોન્ચ કરવા સાથે HF ડિલક્સ પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો

truthofbharat