ત્રણ અઠવાડિયાના ટ્રાવેલ ફેસ્ટિવલમાં 18 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી પ્રાઇમ મેમ્બરો વધારાનું કૅશબૅક, લોકપ્રિય રૂટ પર મર્યાદિત સમયના ડિસ્કાઉન્ટ અને વિશેષ 8PM ડીલ્સનો લાભ ઉઠાવી શકે છે
રાષ્ટ્રીય | ૧૮મી નવેમ્બર ૨૦૨૫ — એમેઝોન પે દ્વારા આજે તેના મુખ્ય ‘ઇમ્પોસિબલ ટ્રાવેલ ડીલ્સ’ ફેસ્ટિવલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને 18 નવેમ્બરથી 9 ડિસેમ્બર, 2025 સુધી ફ્લાઇટ્સ અને હોટેલ બુકિંગ પર નોંધપાત્ર બચતનો લાભઆપવામાંઆવે છે. ત્રણ અઠવાડિયાની આ ઇવેન્ટમાં મુસાફરોને ફ્લાઇટ્સ પર 20% સુધી અને હોટલો પર 60% સુધીની છૂટ મળે છે.
ગ્રાહકો લોકપ્રિય રૂટ પર મર્યાદિત સમયની ઓફરોનો લાભ લઈ શકે છે જેમ કે ₹16,999માં દિલ્હી-લંડન, ₹6,999માં ચેન્નાઈ-સિંગાપોર, ₹8,999માં મુંબઈ-દુબઈઅને ટ્રેન્ડિંગ સ્થળો પર વર્ષના સૌથી ઓછા ભાવે જેમ કે₹6,599માં થાઇલેન્ડ જેવા અને ₹10,999માં બાલીની મુસાફરી કરી શકે છે. સ્થાનિક રૂટમાં ₹3,099માં દિલ્હી, ₹2,999માં ગોવા અને ₹2,199માં બેંગલુરુની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
પ્રાઇમ મેમ્બરો માટે ફ્લાઇટ ડીલ્સમાં એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને 20% સુધીની બચત, 15% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને વધારાની5% કૅશબૅક સામેલ કરવામાં આવી છે. પ્રાઇમ મેમ્બરો એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને હોટેલ બુકિંગ પર 60% સુધીની છૂટ, 50% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 10% કૅશબૅક સાથે વધુ મૂલ્યવાન ડીલ્સ મેળવી શકે છે.
વિશેષ 8PM ફ્લાઇટ ડીલ્સ
ગ્રાહકો 18 થી 22 નવેમ્બર સુધી ચાલનારી વિશિષ્ટ “8 PM ફ્લાઇટ ડીલ્સ” દ્વારા તેમની બચત મહત્તમ કરી શકે છે. પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લેટ 8% ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટે નિર્ધારિત દિવસે રાત્રે 8 વાગ્યાથી મધ્યરાત્રિ સુધીમાં ફ્લાઇટ બુક કરો:
- 18 નવેમ્બર: વિયેતનામ ₹7,599થી
- 19 નવેમ્બર:થાઇલેન્ડ ₹5,799થી
- 20નવેમ્બર:દુબઈ₹7,999થી
- 21નવેમ્બર:સિંગાપોર₹5,699થી
- 22નવેમ્બર:ઇન્ડોનેશિયા₹7,999થી
એમેઝોન પેના CEO વિકાસ બંસલે જણાવ્યું હતું કે, “ગ્રાહકોનો વિશ્વાસ વધારવા પર અમારા દ્વારા આપવામાં આવતા ધ્યાન અને ડિજિટલ ચુકવણીઓને વધુ ફળદાયી બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને કારણે 2024-2025 દરમિયાન ટ્રાવેલ કેટેગરીમાં વાર્ષિક ધોરણે 30%થી વધુ વૃદ્ધિ જોવા મળી છે”. તેમણે આગળ કહ્યું હતું કે, “ઇમ્પોસિબલ ટ્રાવેલ ડીલ્સ દ્વારા, અમે સ્થાનિક હોલિડે અને આંતરરાષ્ટ્રીય એડવેન્ચર બંને પર અસાધારણ બચત ઓફર કરીને ભારતીય પરિવારોની વેકેશનનું પ્લાનિંગ કરવાની રીત બદલી રહ્યા છીએ. અમારી વિસ્તૃત ભાગીદારી અને બુકિંગનો સરળ અનુભવ આ રજાઓની મોસમમાં સપનાનાં સ્થળોને ખરેખર સસ્તા બનાવે છે.”
દુનિયાભરના 4,000 થી વધુ શહેરોમાં ઉડતી 1,100 થી વધુ એરલાઇન્સ, સમગ્ર ભારતમાં 100,000 હોટેલ પ્રોપર્ટી અને વૈશ્વિક સ્તરે 7 મિલિયનથી વધુ સ્ટેની સુવિધા સાથે એમેઝોન પેની ટ્રાવેલ બુકિંગ સેવા 24×7 કસ્ટમર સર્વિસ સપોર્ટ સાથે બુકિંગનો વ્યાપક અને નિર્બાધ અનુભવ આપે છે. ગ્રાહકોને ઓછી કેન્સલેશન ફી, પસંદગીના બુકિંગ પર વિનામૂલ્યે સીટની પસંદગી અને ભોજન તેમજ‘બુક નાઉ, પે લેટર’ (હમણાં બુક કરો, પછી ચુકવો) સુવિધા સહિતના અનુકૂળ વિકલ્પોનો લાભ મળે છે. આ ડીલ્સ બુક કરવા માટે, ગ્રાહકો Amazon.in ની મુલાકાત લઈ શકે છે અને એમેઝોન પે પર ટ્રાવેલ વિભાગમાં નેવિગેટ થઈ શકે છે. આ ટ્રાવેલ ફેસ્ટ બીચ વેકેશન, આંતરરાષ્ટ્રીય એડવેન્ચર અથવા પરિવાર સાથે હોલિડેનું પ્લાનિંગ કરતા ગ્રાહકો માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને મુસાફરીને વધુ સુલભ અને સસ્તી બનાવે છે.
XXXXXX
