- અત્યાર સુધી ભારતમાં સૌથી વધારે ખરીદી થઈ હોય તેવો પ્રાઇમ ડે ઇવેન્ટઃઆ વર્ષનો પ્રાઇમ ડે ઇવેન્ટ અગાઉના તમામ પ્રાઇમ ડે ઇવેન્ટ કરતાં મોટો હતો, જે દિવસે વિક્રમજનક વેચાણ થયું અને આ ત્રણ દિવસો દરમિયાન વધુ ચીજો વેચાઈ. પ્રાઇમના સભ્યોએ એક જ મિનિટમાં 18,000થી વધારે ઑર્ડરો આપ્યાં (પ્રાઇમ ડે 2024ની સરખામણીએ 50%થી પણ વધારે)
- ભારતને પ્રાઇમ ગમે છેઃ પ્રાઇમ ડે પૂર્વે પ્રાઇમ મેમ્બરશિપનું 70% સાઇન-અપ્સ ટીયર 2 અને ટીયર 3 શહેરો અને નગરોમાંથી થયું
- કોઈ પ્રાઇમ ડેના ઇવેન્ટના રોજ અત્યાર સુધીના સૌથી વધારે પીક ઑર્ડસઃએક જ મિનિટમાં 18,000થી વધારે ઑર્ડર આપવાની સાથે પ્રાઇમના સભ્યોએ અગાઉના કોઈ પણ પ્રાઇમ ડે શૉપિંગ ઇવેન્ટની સરખામણીએ વધુ ચીજો ખરીદી (પ્રાઇમ ડે 2024ની સરખામણીએ 50%થી પણ વધારે)
- ઝડપી ડીલિવરીઃટીયર 1 શહેરોમાં હજારો ઉત્પાદનોને ફક્ત 4 કલાકની અંદર ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યાં. મેટ્રોમાં વધુને વધુ ગ્રાહકોને તેમના ઉત્પાદનો ઑર્ડર કર્યાના જ દિવસે/આગામી દિવસે મળી ગયાં (સાલ-દર-સાલ 2X વૃદ્ધિ) અને ટીયર 2 અને ટીયર 3 શહેરોમાં 2 દિવસમાં મળી ગયાં (સાલ-દર-સાલ 1.8X વૃદ્ધિ).
- પ્રાઇમ ડેના રોજ થયું સેલરબ્રેશનઃપ્રાઇમ ડે 2025ના રોજ તેની અત્યાર સુધીની તમામ આવૃત્તિઓમાં સૌથી વધારે સંખ્યામાં વિક્રેતાઓને વેચાણ પ્રાપ્ત થયું. એમેઝોનને પ્રાઇમ ડેની અગાઉની તમામ આવૃત્તિઓની સરખામણીએ નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમબી)ની અત્યાર સુધીની સૌથી વધારે સહભાગિતા જોવા મળી.
- ગ્રાહકોએ એમેઝોન પે વડે ખરીદી કરીઃ આ વર્ષે પ્રાઇમ ડેના રોજ પ્રાઇમના વધુ સભ્યોએ એમેઝોન પે વડે ખરીદી કરી, જેમાંથી 60%થી વધુ ગ્રાહકો ટીયર 2 અને 3 શહેરો અને નગરોના હતાં. 50%થી વધારે ગ્રાહકોએ પ્રાઇમ ડે 2025 દરમિયાન ‘એમેઝોન પે લેટર’નો ઉપયોગ કર્યો.
- બ્લૉકબસ્ટર મનોરંજન અને બીજું ઘણું બધું:પ્રાઇમ ડે આવતાં પહેલાં પ્રાઇમ વીડિયોએ પંચાયત સીઝન 4, ધી ટ્રેટર્સ, હેડ્સ ઑફ સ્ટેટ, ઉપ્પુ કપ્પુરામ્બુ વગેરે જેવી ઓરિજિનલ સીરીઝ અને મૂવીઝ સહિત જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તેવા 17 ભારતીય અને આંતરરાષ્ટ્રીય ટાઇટલ્સને એકથી વધારે ભાષામાં લૉન્ચ કર્યા. મેટ્રોથી માંડીને નાના નગરો સુધી 4,400થી વધારે ભારતીય શહેરો અને નગરોના પ્રાઇમના સભ્યોએ પ્રાઇમ વીડિયો કન્ટેન્ટ લાઇપ-અપને નિહાળ્યું હતું. પ્રાઇમ ડે 2025 દરમિયાન લૉન્ચ કરવામાં આવેલા ભારતીય ટાઇટલ્સને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં 224 દેશો અને પ્રદેશોમાં પસંદ કરવામાં આવ્યાં હતાં. તેની સાથે-સાથે પ્રાઇમ વીડિયોએ આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ માટે ભારતની અંદર તેની પહોંચનેવિસ્તારવાનું ચાલું રાખ્યું હતું.
બેંગ્લુરુ | ૨૧ જુલાઈ ૨૦૨૫: આ વર્ષે પ્રાઇમ ડેના રોજ પ્રાઇમ ડેના અગાઉના કોઈ પણ પ્રાઇમ ડે ઇવેન્ટ કરતાંભારતમાં વધુ સભ્યોએ ખરીદી કરી હતી. આ વર્ષનો પ્રાઇમ ડે ઇવેન્ટ અગાઉના કોઈ પણ પ્રાઇમ ડે ઇવેન્ટ કરતાં સૌથી મોટો હતો, કારણ કે આ દિવસે વિક્રમજનક વેચાણ થયું હતું અને આ ત્રણ દિવસો દરમિયાન વધુ ચીજો વેચાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટ પહેલાં ટીયર-2 અને ટીયર-3 શહેરો અને નગરોમાંથી 70% નવા પ્રાઇમ સાઇન-અપ થયાં હતાં. પ્રાઇમ ડે 2025 ભારતમાં નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમબી) માટે ખૂબ જસફળ સાબિત થયો હતો. પ્રાઇમ ડે 2025 દરમિયાન વેચાણ પ્રાપ્ત કરનારા એસએમબીની સંખ્યા તમામ આવૃત્તિઓમાં અત્યાર સુધીના સર્વોચ્ચસ્તરે પહોંચી ગઈ હતી, જેમાં ગત વર્ષની સરખામણીએ 30%થી પણ વધુ વધારો નોંધાયો હતો.આથી વિશેષ, આ ઇવેન્ટમાં ભાગ લેનારા 68%થી વધુ એસએમબી ટીયર-2 અને ટીયર-3 અને તેનાથી પણ નાના શહેરો/નગરોમાંથી હતા.
એમેઝોન પ્રાઇમ, ડીલિવરી એન્ડ રીટર્ન્સ એક્સપીરિયેન્સ, ઇન્ડિયા અને ઇમર્જિંગ માર્કેટ્સના હેડ શ્રી અક્ષય સાહીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં પ્રાઇમ ડેને અત્યાર સુધીનો સૌથી મોટો પ્રાઇમ ડે બનાવવામાં અમને મદદરૂપ થવા બદલ અમે અમારા વિક્રેતાઓ, બ્રાન્ડ્સ અને બેંક પાર્ટનરોનો આભાર માનીએ છીએ. પ્રાઇમના સભ્યોએ અગાઉના કોઈ પણ પ્રાઇમ ડે શૉપિંગ ઇવેન્ટની સરખામણીએ વધુ ચીજો ખરીદી હતી, જ્યારે અમે એક જ દિવસે સૌથી વધારે સંખ્યામાં ડીલિવરી કરીને ઝડપી ડીલિવરીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.અમને અમારા ગ્રાહકોને મોટી બચત કરવામાં મદદરૂપ થવાનું ખૂબ જ ગમે છે અને પ્રાઇમ ડે પરવડે તેવી કિંમતો, ઝડપી ડીલિવરી, અદભૂત ડીલ, નવા લૉન્ચ અને બ્લૉકબસ્ટર મનોરંજન પ્રત્યેની ગ્રાહકોની અપેક્ષાને સંપૂર્ણપણે સંતોષે છે.’
તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘અમારા સહયોગીઓની સુખાકારીમાં અમે હાલમાં જ કરેલા રૂ. 2,000 કરોડના રોકાણ અને અમારા સંચાલનનો વ્યાપ વધારવાને કારણે અમેઝડપી અને સલામત રીતે ડીલિવરી કરી શક્યાં હતાં. અમે અમારા ડીલિવરી પાર્ટનરનો પણ આભાર માનીએ છીએ, જેઓ સમગ્ર ભારતમાં ઝડપી અને વિશ્વસનીય ડીલિવરી કરીને અમારા પ્રાઇમના સભ્યોને ખુશ કરી રહ્યાં છે.’
એમેઝોન બિઝનેસની સાથે બિઝનેસ કરી રહેલા ગ્રાહકોમાં વધારો
એમેઝોન બિઝનેસને વહેલી ડીલ, ફ્રી અને ઝડપી ખરીદીનો લાભ લેવા માટે બિઝનેસ તરીકે નોંધણી પામેલા ‘પેઇડ પ્રાઇમ સાઇન-અપ્સ’માં 7X વધારાની સાથે પ્રાઇમ ડે દરમિયાન નવા ગ્રાહકોની નોંધણીમાં 3X વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત એમેઝોન બિઝનેસને પ્રાઇમ ડે દરમિયાન જથ્થાબંધ ઑર્ડરોમાં લગભગ 7Xવધારો જોવા મળ્યો હતો, જેમાં ટેલિવિઝન (13X), રોબોટિક વેક્યુમ ક્લીનર (8X), ટેબલેટ્સ (8.7X), પ્રિન્ટર (7.6X) અને લેપટૉપ (5X) જેવી ટોચની કેટેગરીઓનો જબરદસ્ત વૃદ્ધિનોસમાવેશ થાય છે.
એમેઝોન પે
- ગત વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રાઇમ ડેના રોજ 1.4Xવધુ ગ્રાહકોએ એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 50%થી વધુ ગ્રાહકો ટીયર-2 અને 3 નગરોના હતાં.
- એમેઝોન પરથી પહેલીવાર પ્રાઇમના 2.7X વધુ નવા સભ્યોએ ફ્લાઇટ્સ અને હોટેલ્સનું બૂકિંગ કરાવ્યું હતું.
- ગ્રાહકોએ તેમના એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડની મદદથી વધુ બચત કરી હતી, જેણે તેમને અમર્યાદિત 5% કૅશબૅક*ની સાથે 5%નું તાત્કાલિક ડિસ્કાઉન્ટ આપ્યું હતું.
- પ્રાઇમ ડે 2025 દરમિયાન 50% વધુ ગ્રાહકોએ એમેઝોન પે લેટર ક્રેડિટ લાઇનનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી ~55%ખર્ચ કિચન, એપરલ અને શૂઝ તથા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ કરવામાં આવ્યો હતો.
