બેંગ્લોર | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫: ઑનલાઇન શોપિંગના ક્ષેત્રમાં થઈ રહેલી વૃદ્ધિનો લાભ કન્ટેન્ટ ક્રિએટરો પણ લઈ શકે તે હેતુને ધ્યાનમાં રાખીને, એમેઝોન ઇન્ડિયાએ આજે તેના ટેક ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ (TIP) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ દ્વારા, એમેઝોન તમામ કદના કન્ટેન્ટ ક્રિએટરોને એવા ટૂલ્સ અને સંસાધનોનો ઍક્સેસ પ્રદાન કરશે જેનાથી ગ્રાહકોને સ્માર્ટફોન, લેપટોપ, કૅમેરા વગેરે જેવા ઉત્પાદનોની ખરીદી કરવામાં મદદ મળે. નવી દિલ્હીમાં એમેઝોન બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સમાં જાહેર કરવામાં આવેલો, આ પ્રોગ્રામ ક્રિએટરોને તેમના ફોલોઅર્સ માટે ખરીદીની કામગીરી સરળ બનાવવાની સાથે-સાથે તેમના કન્ટેન્ટમાંથી કમાણી કરવામાં મદદ કરશે.
એમેઝોન ઇન્ડિયાના ક્રિએટર્સ પ્રોગ્રામના વડા નિધિ ઠક્કરે જણાવ્યું કે, “આજે ગ્રાહકોની ઉત્પાદનો શોધવાની, તેના વિશે સંશોધન કરવાની અને ખરીદવાની રીતભાતના કેન્દ્રમાં ક્રિએટરો છે”. તેમણે ઉમેર્યું હતું કે, “ટેક ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ દ્વારા, અમે ગ્રાહકોને વધુ માહિતીસભર ખરીદીના નિર્ણયો લેવામાં મદદ કરવાનું અને સરળ ખરીદી અનુભવ પૂરો પાડવાની ખાતરી કરવાનું તેમજ ક્રિએટરોને સફળતા મેળવવા માટે સશક્ત બનાવવાનું અમારું બમણું વિઝન રાખીએ છીએ.”
ગ્રાહકો અને કન્ટેન્ટ ક્રિએટરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા, એમેઝોનના ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામમાં હવે ટેકનોલોજી, ફેશન, જીવનશૈલી, પેરેન્ટિંગ, ફિટનેસ અને બીજા ઘણાંમાં 1 લાખથી વધુ ક્રિએટરો છે. આ પ્રોગ્રામ ક્રિએટરોને સંપાદકીય સ્વતંત્રતાની સાથે અનુરૂપ સંલગ્ન કન્ટેન્ટ તૈયાર કરીને, તેમના પ્રેક્ષકો સાથે અધિકૃત જોડાણને પ્રોત્સાહન આપીને તેમના સર્જનાત્મક દૃષ્ટિકોણને અનુસરવા સક્ષમ બનાવે છે. ક્રિએટરો Amazon.in પર તેમના કન્ટેન્ટને વિસ્તૃત કરવાની સાથે-સાથે દેશના ખૂણે-ખૂણા સુધીના પ્રેક્ષકો સાથે જોડાઈને તેમની પહોંચ પણ વધારી શકે છે. સમીરા રેડ્ડી, રાજીવ મખની અને અંકુર વારિકુ જેવા લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટરો, સેલિબ્રિટીઝ અને નિષ્ણાતો આ પ્રોગ્રામમાં સામેલ છે અને Amazon.in દ્વારા તેમના સમુદાય સાથે જોડાવાનો આનંદ માણે છે.
એમેઝોનના TIP દ્વારા ટેક ક્રિએટરો પ્રોડક્ટ લોન્ચ અને ડીલ્સનો વહેલો ઍક્સેસ મેળવી શકે છે, જેથી તેઓ સમયસર કન્ટેન્ટ બનાવી શકે છે. તે રૂપાંતરણોને આગળ વધારવા માટે સ્પર્ધાત્મક તૈનાતી સ્ટ્રક્ચર પૂરું પાડે છે. અદ્યતન પ્રેક્ટિસ, વિશિષ્ટ સંલગ્ન ટૂલ્સ અને પહોંચને મહત્તમ સ્તર સુધી લઈ જવા માટે વ્યૂહરચનાઓની તાલીમ આપવામાં આવે છે. ક્રિએટરો બ્રાન્ડ ડીલ્સ અને મનિટાઇઝેશન તકો, તેમજ અદ્યતન વર્કશોપ, ખાસ ઇવેન્ટ અને સાથીદારો, બ્રાન્ડ્સ તેમજ એમેઝોન અગ્રણીઓ સાથે નેટવર્કિંગનો આનંદ માણે છે. ક્રિએટરોને અજોડ સંસાધનો અને તકો આપીને તેમને સશક્ત બનાવીને, TIP ભારતની ટેક ક્રિએટર ઇકોનોમી માટે એક શક્તિશાળી લોન્ચપેડ તૈયાર કરવાનો હેતુ ધરાવે છે.
એમેઝોન ભારતમાં એમેઝોન લાઇવ, એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ, ક્રિએટર સેન્ટ્રલ, ક્રિએટર યુનિવર્સિટી, એલિવેટ અને ક્રિએટર કનેક્ટ જેવા પ્રોગ્રામોની મદદથી સતત ક્રિએટર નેટવર્કમાં રોકાણ કરે છે જેનાથી ઇન્ફ્લુએન્સરોને શીખવા, જોડાવા અને પ્રગતિ કરવાનું માધ્યમ પ્રાપ્ત થાય છે.
