– કામગીરીમાંથી આવક 22.5 ટકા વધીને રૂ. 930 કરોડ થઈ, જ્યારે ઈબીઆઈટીઆઈ રૂ. 119ક રોડ સાથે વર્ષ દર વર્ષ ધોરણે 56.4 ટકા વધી
મુંબઈ | ૩૦ જુલાઈ ૨૦૨૫: ભારતમાં વોલ્યુમ દ્વારા સૌથી વિશાળ ઘરઆંગણાની સ્પિરિટ્સ કંપની એલિડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ (એબીડી) દ્વારા નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકનાં બિન- અવલોકન કરાયેલાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે.
એકીકૃત નાણાકીય પરિણામો પર એક નજરઃ

2026ના પ્રથમ ત્રિમાસિકની કામગીરીની રૂપરેખાઃ
- જુલાઈ 2024માં આઈપીઓ પછી લાગલગાટ 4થા ત્રિમાસિકમાં મજબૂત નફાકારક કામગીરી.
- કામગીરીમાંથી આવક 2025ના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 759ક રોડની સામે 22.5 ટકા વધીને રૂ. 930 કરોડ થઈ.
- ત્રિમાસિક ઈબીઆઈટીડીએ 2025ના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 76 કરોડ પરથી 56.4 ટકા વધીને રૂ. 119 કરોડે મજબૂત બની.
- વેરા પછીનો નફો 2025ના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 11 કરોડની સામે 398.6 ટકા વધીને રૂ. 56 કરોડ નોંધાયો.
પરિણામો પર બોલતાં એબીડીના મેનેજિંગ ડાયરેક્ટર આલોક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે લાગલગાટ ચોથા ત્રિમાસિકમાં મજબૂત કામગીરી નોંધાવી છે, જે અમારી નફાકારક વોલ્યુમ વૃદ્ધિને અગ્રતા, પોર્ટફોલિયોનું પ્રીમિયમાઈઝેશન અને માર્જિન વધારવા માટે બેકવર્ડ ઈન્ટીગ્રેશન્સમાં સક્ષમ રોકાણોની અમારી વ્યૂહરચનાને પ્રમાણિત કરે છે. અમે આગળ વધી રહ્યા છીએ તેમ અમારી વ્યૂહાત્મક એકાગ્રતા અમને સક્ષમ વૃદ્ધિ અને એકદાર્યા ઉત્તમ ગ્રાહક મૂલ્ય માટે મજબૂત બનાવવાની સ્થિતિમાં છે.’’
2026ના પ્રથમ ત્રિમાસિક માટે કામગીરીની સમીક્ષાઃ
- પ્રેસ્ટિજ એન્ડ અબાઉ પર પોર્ટફોલિયો નિર્મિતી
- મજબૂત વોલ્યુમ વૃદ્ધિઃ અમે 2026ના પ્રથમ ત્રિમાસિકમાં 8.5 મિલિયન કેસ ડિલિવરી કર્યા છે, જે અમારી મુખ્ય બ્રાન્ડ્સ માટે ઉચ્ચ ગ્રાહક માગણીથી પ્રેરિત પ્રદેશોમાં મજબૂત વૃદ્ધિ દ્વારા 2025ના પ્રથમ ત્રિમાસિકમાં 7.3 મિલિયન કેસ સામે 17.2 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે.
- પોર્ટફોલિયોનું વધતું પ્રીમિયમાઈઝેશન:
- પ્રેસ્ટીજ એન્ડ અબાઉ (પીએન્ડએ) વોલ્યુમમાં સતત વધારો થઈ રહ્યો છે. 2025ના ચોથા ત્રિમાસિકમાં 42.4 ટકા અને પ્રથમ ત્રિમાસિકમાં 36.9 ટકા સામે 2026ના પ્રથમ ત્રિમાસિકમાં 46.2 ટકા વધારો નોંધાવ્યો છે. પીએન્ડએ વેલ્યુ 2025ના ચોથા ત્રિમાસિકમાં 51.6 ટકા અને 2025ના પ્રથમ ત્રિમાસિકમાં 46.1 ટકા સામે 2026ના પ્રથમ ત્રિમાસિકમાં 55.8 ટકા હતું.
- ICONiQ વ્હાઈટે ભારતમાં વૃદ્ધિમાં આગેવાની જાળવી રાખી છેઃ
- તિથિ વર્ષ 2023 અને 2024માં દુનિયાની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી મિલિયોનેર સ્પિર્ટ્સ બ્રાન્ડ ICONiQ વ્હાઈટે ભારતમાં સર્વ બજારોમાં મજબૂત વૃદ્ધિની ગતિ ચાલુ રાખી છે, જે બ્રાન્ડની એકધારી વૃદ્ધિની લોકપ્રિયતા દર્શાવે છે.
- ગોલ્ડન મિસ્ટઃ એબીડીનો ઝડપથી વૃદ્ધિ પામતી પ્રેસ્ટીજ બ્રાન્ડી શ્રેણીમાં પ્રવેશ
એબીડી પોર્ટફોલિયોના ભાગરૂપે ગોલ્ડન મિસ્ટે કંપનીની નો- વ્હિસ્કી પ્રેસ્ટીજ એન્ડ અબાઉ ઓફરને મજબૂત બનાવી છે, જે એકંદર પ્રોડક્ટ રેન્જને ડાઈવર્સિફાઈ કરવા અને ઊંચાઈ પર લઈ જવાની તેની કટિબદ્ધતા પર ભાર આપે છે. તે કર્ણાટક અને તેલંગાણાની મુખ્ય બજારોમાં લોન્ચ કરાઈ છે.
- સુપર- પ્રીમિયમથી લક્ઝરી પોર્ટફોલિયોનું એકધાર્યું વિસ્તરણ:
- એસીબીની સુપર- પ્રીમિયમ અને લક્ઝરી સ્પિરિટ્સ સબસિડિયરી એબીડી મેસ્ટ્રો પ્રા. લિ. (એબીડીએમ) દ્વારા એપ્રિલ 2025માં કામગીરી શરૂ કરવામાં આવી હતી.
- રશિયન સ્ટાન્ડર્ડ વોડકા લોન્ચ કરી: જૂન 2025માં રશિયાની નંબર એક પ્રીમિયમ વોડકા રજૂ કરી છે.સર્વ ત્રણ પ્રકાર હાલમાં મહારાષ્ટ્ર, ગોવા અને પશ્ચિમ બંગાળમની મુખ્ય બજારોમાં પ્રીમિયમ રિટેઈલ આઉટલેટ્સ, હોટેલો, બાર અને લાઉન્જીસમાં મળે છે.
- બ્રાન્ડ્સની હાજરીનું વિસ્તરણ:
- ઝોયા જિન:એબીડીની પ્રથમ સુપર-પ્રીમિયમ સ્પિરિટ્સ બ્રાન્ડ હવે ભારતનાં 9 મુખ્ય રાજ્યમાં અને યુએઈમાં ઉપલબ્ધ છે. 2 ફ્લેવર્સ- વોટરમેલન જિન અને એસ્પેસ્સો કોફી જિન થકી એકધાર્યું વિસ્તરણ ચાલુ રાખ્યું છે.
- ઓર્થોસ બ્લેન્ડેડ મોલ્ટ સ્કોચ વ્હિસ્કી:એબીડીની 1લી લક્ઝરી સ્પિરિટ્સ બ્રાન્ડ નવેમ્બર 2024માં રજૂ કરાઈ હતી, જે હવે 8 મુખ્ય રાજ્યમાં ઉપલબ્ધ છે અને યુએઈમાં તાજેતરમાં લોન્ચ કરાઈ છે.
- વૂડબર્ન્સ કમ્ટેમ્પરરી ઈન્ડિયન વ્હિસ્કી: 7 મુખ્ય રાજ્યમાં આ સુપર-પ્રીમિયમ વ્હિસ્કી બ્રાન્ડ ઉપલબ્ધ છે.
- ક્ષિતિજનો વિસ્તારઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ
એબીડીએ નાણાકીય વર્ષ 2024માં 14 દેશ પરથી 27 દેશ સુધી આંતરરાષ્ટ્રીય હાજરી વિસ્તારી છે. આફ્રિકા અને હવે યુએસએમાં પણ ઉચ્ચ વૃદ્ધિની બજારોમાં હાજરી વધારી છે. અમારા પોર્ટફોલિયોની નવી મિલિયોનેર બ્રાન્ડ ICONiQ વ્હાઈટ 7 દેશોમાં લોન્ચ કરાઈ છે. અમારી સુપર- પ્રીમિયમથી લક્ઝરી પોર્ટફોલિયોની બ્રાન્ડ્સ આર્થ્રોસ બ્લેન્ડેડ માલ્ટ સ્કોચ વ્હિસ્કી અને ઝોયા જિન હવે યુએઈમાં ઉપલબ્ધ છે. ઉપરાંત એબીડીએ કેનેડા અને યુરોપિયન યુનિયન (ઈયુ)ની મુખ્ય બજારોમાં નિકાસ માટે મંજૂરી પ્રાપ્ત કરી છે.
- મુખ્ય પુરસ્કારો અને સન્માન
- આંતરરાષ્ટ્રીય વ્હિસ્કી સ્પર્ધા 2025:એબીડીએમ લાસ વેગાસ, યુએસએમાં આયોજિત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય વ્હિસ્કી સ્પર્ધા 2025માં વિજેતા બની હતી.વૂડબર્ન્સ કન્ટેમ્પરરી ઈન્ડિયન વ્હિસ્કીએ બેસ્ટ બ્લેન્ડેડ ઈન્ડિયન વ્હિસ્કી 2025 શ્રેણીમાં 1લું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જે ભારતની ઉત્ક્રાંતિ પામતી સ્પિરિટ્સ શ્રેણીમાં ટ્રેઈલબ્લેઝર તરીકે તેનું સ્થાન મજબૂત બનાવે છે.એબીડીની જ સ્ટર્લિંગ રિઝર્વ બેન્ડ 7એ તે જ શ્રેણીમાં સન્માન પ્રાપ્ત કર્યું હતું.
- મોન્ડે સિલેકશન 2025 વર્લ્ડ સિલેકશન ઓફ સ્પિર્ટ્સ એન્ડ લિકર્સઃએબીડીએ મોન્ડે સિલેકશન 2025 વર્લ્ડ સિલેકશન ઓફ સ્પિરિટ્સ એન્ડ લિકર્સ ખાતે વૈશ્વિક નામના પ્રાપ્ત કરી છે, જેમાં તેની ત્રણ બ્રાન્ડ આર્થ્રોસ બ્લેન્ડેડ માલ્ટ સ્કોચ વ્હિસ્કી, ઝોયા સ્પેશિયલ બેચ જિન અને ICONiQ વ્હાઈટ વ્હિસ્કીએ પ્રત્યેકી ગોલ્ડ ક્વોલિટી એવોર્ડ જીત્યા હતા.
