- ABB ઈન્ડિયાએ ભારતમાં લો વોલ્ટેજ (LV) મોટર્સની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે INR 140 કરોડથી વધુનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
- ભારતની રેર-અર્થ મેટલ્સ પર નિર્ભર રહ્યા વિના સાબિત થયેલી ઇન્ડક્શન ટેકનોલોજી પર આધારિત સૌપ્રથમ સ્થાનિક ધોરણે ઉત્પાદિત અલ્ટ્રા પ્રિમીયમ એફિશિયન્સી IES મોટર રેન્જ
- IE3 મોટર્સની તુલનામાં 40% સુધી ઓછું ઉર્જા નુકસાન, ઝડપી ROI ડિલીવર કરે છે, માલિકીપણાના કુલ ખર્ચમાં ઘટાડો કરે છે અને લાંબુ ઓપરેટિંગ આયુષ્ય
ગુજરાત, અમદાવાદ | 25 સપ્ટેમ્બર 2025: ભારતમાં પોતાનું સ્થાન મજબૂત બનાવતાં, ABB ઈન્ડિયા પીણિયા, બેંગલુરુ સ્થિત પોતાની લો વોલ્ટેજ (LV) મોટર્સ મેન્યુફેક્ચરિંગ સુવિધાના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે INR 140 કરોડથી વધુનું રોકાણ કરી રહ્યું છે.
આ રોકાણ IE5 અલ્ટ્રા પ્રિમીયમ એફિશિયન્સી મોટર્સના લોન્ચ સાથે આવી રહ્યુ છે જે ભારતના વૈશ્વિક નવીનતા અને ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે ભારતની મહત્ત્વની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
ભારતના અગ્રણી ઔદ્યોગિક પાવરહાઉસમાંના એક, ગુજરાતમાં, ABB મોશનના LV મોટર્સ OEM અને ઉત્પાદકોને પ્લાસ્ટિક એક્સટ્રુઝન, રાસાયણિક પ્રક્રિયા, પાણી અને ગંદાપાણી વ્યવસ્થાપન અને સ્ટીલમાં સહાય કરી રહ્યા છે. ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત 17%થી વધુ યોગદાન આપે છે અને અમદાવાદ એન્જિનિયરિંગ અને મશીનરી ઉત્પાદન માટે કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, ABBના મોટર્સ ઉદ્યોગોને પ્રક્રિયા નિયંત્રણ સુધારવા, સંચાલન ખર્ચ ઘટાડવા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવામાં મદદ કરી રહ્યા છે. આ ઉકેલો વિશ્વસનીય અને ઉર્જા-કાર્યક્ષમ તકનીકો દ્વારા તેના ઉત્પાદન અને નિકાસ સ્પર્ધાત્મકતાને વધારવાના ગુજરાતના વિઝનને સીધા સક્ષમ બનાવી રહ્યા છે.
“અમારું વ્યૂહાત્મક રોકાણ ફક્ત ક્ષમતા ઊભી કરવાનું નથી – તે અમારા ભારતને મહત્ત્વના ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટેના અમારા લાંબા ગાળાના વિઝનને વેગ આપવા માટે પણ છે,” એમ IEC લો વોલ્ટેજ મોટર્સ, ABBના પ્રેસિડન્ટ સ્ટીફન ફ્લોએકએ જણાવતા ઉમેર્યું હતુ કે “ઉર્જા કાર્યક્ષમ મોટર્સ માટેની વધી રહેલી માંગ સાથે અમે એવા ઉકેલો તૈયાર કરી રહ્યા છીએ જે ગ્રાહકોને પાતળા (લિનર) અને સ્વચ્છ મોટર્સથી આગળ વધવામાં મદદ કરે છે.”
ABBના IE5 અલ્ટ્રા-પ્રીમિયમ એફિશિયન્સી મોટર્સનું લોન્ચિંગ ઔદ્યોગિક ઉર્જા કાર્યક્ષમતા અને ટકાઉપણું પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. 45 kWથી 1000 kW સુધીના પાવર રેટિંગ સાથે, આ ભારતની પ્રથમ IE5 મોટર રેન્જ છે જે સાબિત થયેલી ઇન્ડક્શન મોટર ટેકનોલોજી પર બનેલી છે – જે સૌથી વધુ માંગવાળા ઔદ્યોગિક વાતાવરણમાં પણ રેર અર્થ મેટલ્સથી મુક્ત અને ઉચ્ચ પ્રદર્શન અને વિશ્વસનીયતા માટે એન્જિનિયર્ડ છે.
ભારતીય ઓપરેટિંગ પરિસ્થિતિઓ માટે કસ્ટમ-એન્જિનિયર્ડ, આ મોટર્સ ડાયરેક્ટ-ઓન-લાઇન (DOL) અને વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ (VFD) બંને પર એકીકૃત રીતે કાર્ય કરે છે, જે તેમને ધાતુઓ, સિમેન્ટ, કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, ખોરાક અને પીણા અને પેપર જેવા ઉદ્યોગો માટે આદર્શ બનાવે છે. IE3 મોટર્સની તુલનામાં 40% સુધી ઓછા ઉર્જા નુકસાન સાથે, તેઓ ઝડપી ROI, માલિકીની કુલ કિંમત ઘટાડે છે અને લાંબુ ઓપરેટિંગ આયુષ્ય પૂરું પાડે છે.
“આ મોટર્સ રેર-અર્થ મેટલ્સ પર આધાર રાખ્યા વિના સાબિત ઇન્ડક્શન ટેકનોલોજીની વિશ્વસનીયતાને અલ્ટ્રા-પ્રીમિયમ એફિશિયન્સી સાથે જોડે છે એમ ABB Indiaના મોશન બહિઝનેસ એન્ડ IEC વોલ્ટેજ મોટર્સના પ્રેસિડન્ટ એમ સંજીવ અરોરાએ જણાવ્યું હતું. આ સીમાચિહ્નરૂપ સ્થાનિક પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવેલા અને ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન તરફના રાષ્ટ્રના દબાણ સાથે સંકલિત ટકાઉ, ઉચ્ચ-પ્રદર્શન ઉકેલો સાથે ભારતીય ઉદ્યોગોને ટેકો આપવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
ABBનું નવીનતમ લોન્ચ અને રોકાણ ભારતમાં તેના 75 વર્ષના વારસાને મજબૂત બનાવે છે, ઊર્જા કાર્યક્ષમતામાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરે છે અને ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
ABB એ વીજળીકરણ અને ઓટોમેશનમાં વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અગ્રણી છે, જે વધુ ટકાઉ અને સંસાધન-કાર્યક્ષમ ભવિષ્યને સક્ષમ બનાવે છે. તેની એન્જિનિયરિંગ અને ડિજિટલાઇઝેશન કુશળતાને જોડીને, ABB ઉદ્યોગોને ઉચ્ચ પ્રદર્શન પર ચલાવવામાં મદદ કરે છે, જ્યારે તેઓ વધુ સારી કામગીરી બજાવે તે માટે વધુ કાર્યક્ષમ, ઉત્પાદક અને ટકાઉ બને છે. ABB પર, અમે આને ‘એન્જિનિયર્ડ ટુ આઉટરન‘ કહીએ છીએ. કંપનીનો 140 વર્ષથી વધુનો ઇતિહાસ છે અને વિશ્વભરમાં લગભગ 110,000 કર્મચારીઓ છે. ABBના શેર SIX સ્વિસ એક્સચેન્જ (ABBN) અને Nasdaq સ્ટોકહોમ (ABB) પર લિસ્ટેડ છે.www.abb.com
મોટર્સ અને ડ્રાઇવ્સમાં વૈશ્વિક અગ્રણી, ABB મોશન, વધુ ઉત્પાદક અને ટકાઉ ભવિષ્યને વેગ આપવાના મૂળમાં છે. અમે ગ્રાહકો, ઉદ્યોગો અને સમાજો માટે ઊર્જા-કાર્યક્ષમ, ડીકાર્બોનાઇઝિંગ અને સર્ક્યુલર ઉકેલોમાં યોગદાન આપવા માટે ટેકનોલોજીની સીમાઓને નવીનતા અને આગળ ધપાવીએ છીએ. અમારા ડિજિટલી સક્ષમ ડ્રાઇવ્સ, મોટર્સ અને સેવાઓ સાથે અમે અમારા ગ્રાહકો અને ભાગીદારોને વધુ સારી કામગીરી, સલામતી અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરવા માટે સમર્થન આપીએ છીએ. વિશ્વના ઉદ્યોગોને આગળ વધારવામાં મદદ કરવા માટે – વધુ પાતળું અને સ્વચ્છ, અમે તમામ ઔદ્યોગિક સેગમેન્ટમાં એપ્લિકેશનોની વિશાળ શ્રેણી માટે મોટર-સંચાલિત ઉકેલો પહોંચાડીએ છીએ. ઇલેક્ટ્રિક પાવરટ્રેનમાં 140 વર્ષથી વધુ ડોમેન કુશળતાના આધારે, 100 દેશોમાં અમારા 23,000થી વધુ કર્મચારીઓ દરરોજ શીખે છે અને તેમાં સુધારો કરે છે. go.abb/motion
