મુંબઈ | ૧૮મી એપ્રિલ ૨૦૨૬ — સ્ટાર પ્લસ એ શનિવારે મુંબઈમાં તેના બહુપ્રતિક્ષિત શો ‘તુમ દેના સાથ મેરા’ ના પ્રીમિયર પહેલા એક ખાસ કોમ્યુનિટી ઈવેન્ટ ‘MeetCute’ નું આયોજન કર્યું હતું. વાસ્તવિક જોડાણ અને વાર્તા કહેવાની કળાનો સંગમ બનેલી આ ઈવેન્ટમાં સિંગલ મિલેનિયલ્સ અને મીડિયાકપલ્સના એક પસંદગીના જૂથે ભાગ લીધો હતો, જ્યાં અર્થપૂર્ણ અને જૂના જમાનાનારોમાંસની ઉજવણી કરવામાં આવી હતી.
વિન્ટેજલવની સુંદરતાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ અનુભવ એ એક આત્મીય અને રસપ્રદ વાતાવરણ ઊભું કર્યું હતું, જ્યાં મહેમાનોએખુલીને વાતચીત કરી, ઇન્ટરેક્ટિવએક્ટિવિટીઝમાં ભાગ લીધો અને હળવી પળોનો આનંદ માણ્યો, જેનાથી સાચા કનેક્શન્સ બનવાની પ્રેરણા મળી. મીડિયાકપલ્સની હાજરીએ આ સાંજને વધુ ખાસ બનાવી દીધી હતી, જેમણે પોતાના અંગત અનુભવો દ્વારા પ્રેમના સાચા અર્થો શેર કર્યા અને પોતાના કવરેજ દ્વારા આ સાંજની ભાવનાને રજૂ કરી.
તેની થીમને અનુરૂપ, ‘MeetCute’ એ ક્લાસિકરોમાંસનીયાદોને તાજી કરી હતી—વિન્ટેજ ડેકોરેશન, સૌમ્ય રોશની અને ખૂબ જ વિચારપૂર્વક પસંદ કરવામાં આવેલા તત્વો સાથે, જે એ સમયની ઝલક આપે છે જ્યારે સંબંધો ઊંડાણ, ધીરજ અને ભાવનાત્મક જોડાણ પર આધારિત હતા.
આ ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવવા માટે મુખ્ય કલાકારોશ્રૃતિઝા અને શબ્બીરઆહલુવાલિયા પણ સામેલ થયા હતા, જેમણે હાજર મહેમાનો અને મીડિયા સાથે વાતચીત કરી હતી. બંનેએ પોતાના પાત્રો અને શોનીભાવનાત્મક ઊંડાઈ વિશે માહિતી શેર કરી હતી, જેનાથી ‘તુમ દેના સાથ મેરા’ ની દુનિયાની એક ઝલક જોવા મળી હતી.
શ્રૃતિઝાએ કહ્યું, “આજે ‘MeetCute’ નો અનુભવ અત્યંત હૃદયસ્પર્શી રહ્યો. લોકોને આ રીતે એકસાથે આવીને સાચા અને જૂના જમાનાનારોમાંસની ઉજવણી કરતા જોવા ખૂબ જ ખાસ છે. આ બિલકુલ ‘તુમ દેના સાથ મેરા’ ના આત્માને પ્રતિબિંબિત કરે છે. અપરાજિતા એક એવું પાત્ર છે જેણે પ્રેમ કર્યો, ખોયો, અને તેમ છતાં ફરીથી વિશ્વાસ કરવાની શક્તિ મેળવી—અને મને લાગે છે કે ઘણા લોકો આની સાથે જોડાયેલું અનુભવશે. હું ખૂબ જ ઉત્સાહિત છું કે અમારી સફર આ સોમવાર, 20 એપ્રિલ થી શરૂ થઈ રહી છે અને હું દર્શકો અમારી સાથે આ દુનિયામાં કદમ રાખે તેની રાહ જોઈ શકતી નથી.”
ઉત્સાહમાં વધારો કરતા શબ્બીરઆહલુવાલિયાએ જણાવ્યું કે, “આજે ‘MeetCute’ નો અનુભવ ખરેખર ખાસ રહ્યો. આજના યુગમાં જ્યાં બધું ખૂબ જ ઝડપથી આગળ વધે છે, ત્યાં લોકોને એકસાથે આવીને સાચા અને જૂના જમાનાના રોમાંસની ઉજવણી કરતા જોવા એ તાજગીભર્યું છે. આજ ‘તુમ દેના સાથ મેરા’ ની સાચી ઓળખ છે. રક્ષિત એક એવું પાત્ર છે જે ઊંડાણપૂર્વક અનુભવે છે, પરંતુ ખૂબ ઓછું વ્યક્ત કરે છે, અને તેની સફર લાગણીઓ તેમજ વિકાસના અનેક સ્તરોથી ભરેલી છે. હું ખૂબ જ ઉત્સાહિત છું કે અમારી સફર આ સોમવાર, 20 એપ્રિલ થી શરૂ થઈ રહી છે અને હું દર્શકો આ વાર્તા અને તેના ભાવનાત્મકપાસાઓ સાથે જોડાય તેની રાહ જોઈ રહ્યો છું.”
‘તુમ દેના સાથ મેરા’ એક હિન્દીરોમેન્ટિકડ્રામા છે, જે શ્રૃતિઝા અને શબ્બીરઆહલુવાલિયાનીબહુપ્રતિક્ષિતઓન-સ્ક્રીન જોડીને રજૂ કરે છે. આ વાર્તા અપરાજિતા, જે એક કલાકાર છે અને તેના ભૂતકાળમાં અનેક સ્તરોછુપાયેલા છે, અને રક્ષિત, એક અંતર્મુખી ઉદ્યોગપતિ, ની આસપાસ ફરે છે. તેઓ પ્રેમ, નસીબ અને ભાવનાત્મકજટિલતાઓ વચ્ચે પોતાના સંબંધને શોધવાનો પ્રયત્ન કરે છે. બીજી વખત મળતી તકો અને પરિપક્વ સંબંધો પર આધારિત આ વાર્તા આધુનિક રોમાંસને એક નવો દ્રષ્ટિકોણ આપવાનું વચન આપે છે.
આ શો આજે રાત્રે 8:00 વાગ્યા સ્ટારપ્લસ પર પ્રસારિત થશે.
