Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

લીલાવતી હોસ્પિટલ એન્જ રિસર્ચ સેન્ટરે તેનું ગિફ્ટ સિટી એકમ લોન્ચ કરવા સાથે ગુજરાતમાં પહોંચ વિસ્તારી

ગાંધીનગર | ૨૦મી એપ્રિલ ૨૦૨૬ — પ્રાદેશિકઆરોગ્ય સંભાળમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતાં લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં તેના આગામી એકમના લોન્ચ સાથે ગુજરાતમાં તેના વિસ્તરણની ઘોષણા કરી છે. આ વ્યૂહાત્મક પગલું મુંબઈની બહાર અને ભારતનાં ઝડપથી વૃદ્ધિ પામતા આર્થિક કેન્દ્રમાંથી એકમાં વિશ્વ કક્ષાની તબીબી સંભાળ પ્રદાન કરવાની સંસ્થાની કટિબદ્ધતા પર ભાર આપે છે.

આ અવસરે હોસ્પિટલની સાઈટ ખાતે પૂર્વ-શુભારંભ પૂજાનું આયોજન કરાયું હતું, જેમાં મહેમાનો, ટ્રસ્ટીઓ, તબીબી જગતના સભ્યોએ હાજરી આપી હતી. ગિફ્ટ સિટીમાં સ્થિત નવું એકમ ગુજરાત અને પાડોશી રાજ્યોમાં દર્દીઓ માટે આધુનિક તબીબી સેવાઓને પહોંચ નોંધપાત્ર રીતે બહેતર બનાવશે. આ વિસ્તરણ ચિકિત્સકીય ઉત્કૃષ્ટતા, દર્દીનો વિશ્વાસ અને અત્યાધુનિક આરોગ્ય સંભાળ આપવાનાં લીલાવતીનાં 48 વર્ષનો વારસો લાવે છે. હોસ્પિટલનો આઉટ-પેશન્ટ વિભાગ હવે રોજ સંચાલિત અને ઉપલબ્ધ બનશે.

આ લોન્ચ વિશે બોલતાં લીલાવતી હોસ્પિટલ, ગિફ્ટ સિટીના ડાયરેક્ટર શ્રી પ્રશાંત કે મહેતાએ જણાવ્યું હતું કે, “અમારે માટે આરોગ્ય સંભાળ ફક્ત ઉપચાર નથી, પરંતુ સન્માન, અનુકંપા અને સૌથી વધુ જરૂર હોય તેના સુધી પહોંચ છે. અમે ગુજરાતમાં વિસ્તરણ કરી રહ્યા છીએ ત્યારે અમારી સૌથી અગ્રતાની કટિબદ્ધતા કોઈ વ્યક્તિને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓને પહોંચ નકારાય નહીં તેની ખાતરી રાખવાની છે. આ પહેલ આરોગ્યવર્ધક, વધુ સમાવેશક સમુદાય નિર્માણ કરવાની દિશામાં મોટું પગલું છે, જ્યાં સંભાળ વિશેષાધિકાર જ નથી, પરંતુ સમાન જવાબદારી છે. મારાં માતા- પિતા શ્રી કિશોર મહેતા અને શ્રીમતી ચારૂબેન મહેતા લીલાવતી હોસ્પિટલ મુંબઈનાં સંસ્થાપક કાયમી ટ્રસ્ટીઓ હોઈ લીલાવતી હોસ્પિટલ ગિફ્ટ સિટીમાં પણ તેમની ઉત્તમ નિપુણતા સાથે મુખ્ય સલાહકારો રહેશે.’’

ઉદઘાટન પ્રવૃત્તિઓના ભાગરૂપે હોસ્પિટલ 20મી એપ્રિલથી 20મી મે સુધી સવારે 10થી બપોરે 2 સુધી એક મહિનો નિઃશુલ્ક તબીબી તપાસનું પણ આયોજન કરશે, જેનું લક્ષ્ય વંચિત સમુદાયોને ટેકો આપવાનું છે. શિબિરમાં સંપૂર્ણ શરીરની આરોગ્ય તપાસ, તબીબી કન્સલ્ટેશનનો સમાવેશ રહેશે, જે હોસ્પિટલની સમુદાય કલ્યાણ અને પ્રતિબંધાત્મક આરોગ્યસંભાળમાં કટિબદ્ધતા અધોરેખિત કરે છે.

Related posts

Yi WE ઈમ્પેક્ટ કોન્ક્લેવમાં મહિલા લીડર્સ પ્રેરણાદાયક બન્યા

truthofbharat

G9 મૂવીપ્લેક્સ દ્વારા પ્રસ્તુત હૃદયસ્પર્શી ગુજરાતી ભક્તિ ગીત “છેલ્લી અરજી” રિલીઝ: શ્રોતાઓને કરાવશે આધ્યાત્મિક શાંતિનો અહેસાસ

truthofbharat

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે 2,800થી વધુ રોબોટિક કેન્સર સર્જરી પૂર્ણ કરી; અદ્યતન રોબોટિક ઓન્કોલોજી કેરમાં નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું

truthofbharat