Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા ભારતનો સૌથી વ્યાપક ઈલેક્ટ્રિક CV પોર્ટફોલિયો વિસ્તારાયો

રૂ. 11.95 લાખની બેજોડ કિંમતે ટાટા ઈન્ટ્રા EV પિકઅપ લોન્ચ 

મુંબઈ મુંબઈ | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે સર્વ નવા ટાટા ઈન્ટ્રા EV પિકઅપના લોન્ચ સાથે ઈલેક્ટ્રિક કમર્શિયલ મોબિલિટીમાં તેની આગેવાની મજબૂત બનાવી છે. તેના ઈલેક્ટ્રિક સ્મોલ કમર્શિયલ વેહિકલ પોર્ટફોલિયોનો વિસ્તાર કરતાં નવું પિકઅપ ભારતની ઉત્ક્રાંતિ પામત કાર્ગો આવશ્યકતાઓ માટે નિર્ભરક્ષમ, ઉચ્ચ આવકના સમાધાન પ્રદાન કરતા હેતુ નિર્મિત ઈલેક્ટ્રિક આર્કિટેક્ચર સાથે વિશ્વસનીય ઈન્ટ્રા મંચની સિદ્ધ શક્તિઓને એકત્ર લાવે છે. તે રાષ્ટ્રવ્યાપી સ્તરે રૂ. 11.95 લાખની બેજોડ આરંભિક કિંમતે (એક્સ- શોરૂમ) ટાટા મોટર્સની કમર્શિયલ વેહિકલ ડીલરશિપ્સમાં ઉપલબ્ધ થશે.

ટાટા ઈન્ટ્રા EV પિકઅપના લોન્ચ પર બોલતાં ટાટા મોટર્સ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ શ્રી ગિરીશ વાઘે જણાવ્યું હતું કે, “ગ્રીન મોબિલિટી પ્રત્યે અમારી કટિબદ્ધતા ભારતની વિવિધ કમર્શિયલ મોબિલિટીની જરૂરતોને સુસંગત અને ઉચ્ચ સ્તરે સિદ્ધ સક્ષમ સમાધાન પ્રદાન કરવા પર કેન્દ્રિત છે. અમારા ઈલેક્ટ્રિક મિની- ટ્રક્સ માટે બજારમાં મજબૂત પ્રતિસાદ અને રાષ્ટ્રવ્યાપી 10 શહેરોમાં પ્રવાસીઓને સેવા આપતી અમારી ઈલેક્ટ્રિક બસોના સફળ ડિપ્લોયમેન્ટ પર નિર્મિત અમે અગાઉ આ વર્ષે અમારા નેક્સ્ટ- જનરેશન ઈલેક્ટ્રિક ટ્રક્સ રજૂ કર્યા છે અને હવે ઈલેક્ટ્રિક પિકઅપ્સના લોન્ચ સાથે તેમાં વધુ પ્રગતિ કરી છે. આ પ્રગતિ થકી ટાટા મોટર્સે સેગમેન્ટ્સમાં દેશનો સૌથી વ્યાપક ઈલેક્ટ્રિક કમર્શિયલ વેહિકલ પોર્ટફોલિયો સ્થાપિત કર્યો છે. આ ગતિ પ્રગતિશીલ સરકારી નીતિઓ અને ગ્રાહકો, ભાગીદારો તથા સપ્લાયરો સાથે મજબૂત જોડાણ દ્વારા અનુકૂળ બની છે, જે ભારતના સ્વચ્છ અને વધુ સક્ષમ મોબિલિટીમાં રૂપાંતરને ગતિ આપે છે.’’

અસલ દુનિયાની કામગીરીમાંથી ઊંડી અંતરદ્રષ્ટિ દ્વારા આકારબદ્ધ અને ડિમાન્ડિંગ ડ્યુટી સાઈકલ્સ માટે ઘડવામાં આવેલા ઈન્ટ્રા ઈવી પિકઅપ દેશના સૌથી વર્સેટાઈલ પિકઅપ્સમાંથી એકમાં ઈલેક્ટ્રિક ક્ષમતા રજ કરે છે. તે ઓપરેટરોને ભારે લોડનું વહન કરવા, લાંબા રુટ્સ પર દોડવા અને વધુ આત્મવિશ્વાસ સાથે સંચાલન કરવા માટે અભિમુખ બનાવવા સાથે ઓછો સંચાલન ખરચ અને ઘટતી પર્યાવરણીય ફૂટપ્રિંટમાંથી લાભ મેળવે છે.

ટાટા ઈન્ટ્રા ઈવી પિકઅપ વિશે બોલતાં ટાટા મોટર્સ લિયના એસસીવીપીયુના વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી પિનાકી હલદરે જણાવ્યું હતું કે, “સંપૂર્ણ નવા EV પિકઅપ સેગમેન્ટમાં સૌથી આકર્ષક કિંમતે મજબૂત કામગીરી, લોંગ રેન્જ અને હાઈ અપટાઈમ સાથે તેના સેગમેન્ટમાં સર્વોચ્ચ પેલોડ ક્ષમતામાંથી એકને જોડતી કમાણીની ક્ષમતા અને રોજબરોજની ઉપયોગિતા પર સ્વષ્ટ રીતે કેન્દ્રિત રહેવા સાથે વિકસાવવામાં આવ્યા છે. તેની આરામદાયક, ક્રેશ- ટેસ્ટેડ કેબિન, કાર જેવી ડ્રાઈવિંગ ગતિશીલતા અને વિચારપૂર્વક જોડવામાં આવેલા ફીચર્સ થાક ઓછો કરવા અને લાંબા સંચાલન કલાકોમાં ઉત્પાદકતા સુધારવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. સ્વચ્છ ટેકનોલોજીઓ અપનાવવાને ગતિ આપતાં ટાટા મોટર્સ ઉદ્યોગનાં સીમાચિહનો નવી ઊંચાઈએ લઈ જવા અને ઈલેક્ટ્રિક કાર્ગોને વેપારો માટે વ્યવહારુ, આત્મવિશ્વાસુ પસંદગી બનાવવા માટે કટિબદ્ધ રહી છે.’’

કમાણી કરવા માટે તૈયાર, મજબૂતી માટે નિર્માણ

ઈન્ટ્રા EV પિકઅપના હાર્દમાં ઉત્પાદકતા અને નફાશક્તિ પર સ્પષ્ટ એકાગ્રતા છે. 1,750 kg પેલોડ અને 10ft 2in સુધી લોંગ લોડ બોડી વિકલ્પો સુધી વાહન FMCG અને ઈ-કોમર્સથી કોલ્ડ- ચેઈન, કચરો વ્યવસ્થાપન, LPG અને દુગ્ધ વિતરણ સુધી બહુઆયમી ઉપયોગને ટેકો આપે છે, જે ટ્રિપ દીઠ ઉચ્ચ ભાર અને બહેતર એસેટ ઉપયોગિતાને અભિમુખ બનાવે છે.

72kW ઈલેક્ટ્રિક મોટર 230 Nm પીક ટોર્ક પેદા કરીને ફુલ લોડ હેઠળ પણ મજબૂત ખેંચવાની શક્તિ પ્રદાન કરે છે, જ્યારે 23% ગ્રેડિયેબિલિટી પડકારજનક માર્ગો પર પણ આસાન કામગીરીની ખાતરી રાખે છે. ભારતીય હવામાન અને ઉપયોગની સ્થિતિઓ માટે ઘડવામાં આવેલી 28.2 kWh, IP67‑રેટેડ બેટરી એક ચાર્જ પર 211 kmની સર્ટિફાઈડ રેન્જ આપીને દિવસભર ઘણાં બધાં ફરજનાં ચક્રોને ટેકો આપે છે. CCS2 ચાર્જરફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા ~55** મિનિટમાં 10-80% ચાર્જિંગ અભિમુખ બનાવીને અપટાઈમ મહત્તમ બનાવે છે.

6‑વર્ષ / 2 લાખ km HV બેટરી વોરન્ટી સાથે ઈન્ટ્રા EV પિકઅપ લાંબે ગાળે નિર્ભરક્ષમ કામગીરી પ્રદાન કરીને ઈલેક્ટ્રિક સંચાલનમાં પ્રેડિક્ટેબિલિટી અને મનની શાંતિ લાવે છે.

સંપૂર્ણ નવી ઈન્ટ્રા ઈવી પિકઅપની હાઈલાઈટ્સ

1,750 kg પેલોડ ક્ષમતાહાઈ પેલોડ, ટ્રિપ દીઠ બહેતર મહેસૂલ

72 kW મોટર | 230 Nm ટોર્ક

બેજોડ કામગીરી અને ફુલ લોડ સાથે પણ કાર જેવી ગતિશીલતા પ્રદાન કરે છે

211 km સર્ટિફાઈડ રેન્જ | 28.2 kWh બેટરી

નિર્ભરક્ષમ, સર્વ હવામાનમાં કામગીરી સાથે મલ્ટી ડેલી ડ્યુટી ચક્રોને સપોર્ટ કરે છે

ફાસ્ટ ચાર્જિંગઃ  ~55 મિનિટમાં 10-80%

ઉચ્ચ ઉપયોગિતા કામગીરીઓ માટે ટ્રિપ્સ વચ્ચે મહત્તમ અપટાઈમની ખાતરી રાખે છે

EPAS સાથે ક્રેશ- ટેસ્ટેડ વોક- થ્રુ કેબિન

લાંબા સંચાલન કલાકારો માટે આરામદાયક, સુરક્ષિત અને થાક ઓછો કરતી ડિઝાઈન

સુરક્ષિત, વધુ કાર્યક્ષમ સંચાલન માટે વધુ સ્માર્ટ ટેકનોલોજી

સુરક્ષા ઈન્ટ્રા EVની ડિઝાઈનનો આંતરિક ભાગ છે. સમર્પિત ઈલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ વાહનની સ્થિરતા અને બ્રેકિંગ કાર્યક્ષમતા વધારે છે, જ્યારે ત્રણ સ્તરીય રિજનરેટિવ બ્રેકિંગ ડિસિલરેશન દરમિયાન ઊર્જાની રિકવરી સુધારીને અસલ દુનિયાની વિસ્તારિત રેન્જમાં યોગદાન આપે છે.

ઈન્ટ્રા EV ટાટા મોટર્સ ફ્લીટ એજ સાથે આવે છે, જે અસલ સમયનું વાહન ટ્રેકિંગ, હેલ્થ મોનિટરિંગ અને પ્રેડિક્ટિવ મેઈનટેનન્સ ઈનસાઈટ્સ પૂરું પાડીને ફલીટ માલિકોને અપટાઈમ સુધારવા, ખર્ચનું વ્યવસ્થાપન કરવા અને ઉત્તમ પારદર્શકતા સાથે સંચાલન કરવામાં મદદ કરે છે.

ઉત્પાદકતાને ટેકો આપતું કમ્ફર્ટ

વ્હીલની પાછળ વિતાવવામાં આવતા લાંબા કલાકોને ધ્યાનમાં રાખીને ઈન્ટ્રા EV પિકઅપ વોક- થ્રુ કેબિન, કાર જેવા એર્ગોનોમિક્સ અને ઈલેક્ટ્રિક પાવર આસિસ્ટેડ સ્ટીયરિંગ (EPAS) સાથે સુસજ્જ છે, જે સ્ટીયરિંગ પ્રયાસોને નોંધપાત્ર રીતે ઓછા કરે છે. અંતર્ગત ઓછો અવાજ અને ઈલેક્ટ્રિક ડ્રાઈવટ્રેનનવું વાઈબ્રેશન શાંત, થાક રહિત કેબિન વાતાવરણ નિર્માણ કરીને ડ્રાઈવર એકાગ્રતા, કમ્ફર્ટ અને એકંદર સુખાકારીને ટેકો આપે છે.

અવરોધો દૂર કરતી ઈકોસિસ્ટમ

ઈન્ટ્રા EV પિકઅપ રાષ્ટ્રવ્યાપી 25,000થી વધુ ચાર્જિંગ પોઈન્ટ્સ, 200+ સમર્પિત EV સર્વિસ સેન્ટર્સ અને ફેસિલિટેટેડ હોમ- ચાર્જિંગ સમાધાન સહિત ટાટા મોટર્સની વિસ્તરતી ઈલેક્ટ્રિક વાહન ઈકોસિસ્ટમ દ્વારા સપોર્ટેડ છે. અગ્રણી બેંકો અને એનબીએફસી સાથે ભાગીદારી ટાટા મોટર્સ કસ્ટમાઈઝ્ડ ફાઈનાન્સિંગ વિકલ્પો, સાનુકૂળ ઈએમઆઈ અને ઝડપી મંજૂરીઓ પણ પ્રદાન કરે છે, જેથી ઈલેક્ટ્રિકમાં રૂપાંતર પહોંચક્ષમ અને બાંયધરીયુક્ત બનાવે છે.

Ace EV 1000 અને Ace Pro EV સાથે જોડાતાં ઈન્ટ્રા EV પિકઅપ ટાટા મોટર્સના વ્યાપક ઈલેક્ટ્રિક સ્મોલ કમર્શિયલ વેહિકલ પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે, જે ભારતના ઉદ્યોજકો, ડ્રાઈવરો અને ફ્લીટ માલિકોને વધુ કાર્યક્ષમ વેપારો નિર્માણ કરવા અને વધુ સક્ષમ ભવિષ્યને ટેકો આપવા માટે નિર્માણ કરાયો છે.

Related posts

ઓનલાઈન એફડી બુકિંગ પ્લેટફોર્મ સ્ટેબલ મનીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ફંડામેન્ટમ પાર્ટનરશીપ પાસેથી ₹173 કરોડ એકત્ર કર્યા

truthofbharat

શ્રી રાજપૂત વિદ્યાસભા અને ગુજરાત મહિલા સંગઠન દ્વારા આઠમું ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

truthofbharat

ધ મુકુથી શો

truthofbharat

Leave a Comment