Truth of Bharat
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

2026: શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરાના ખરીદદારોના માનસશાસ્ત્રને બદલી શકશે!

વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — 2025માં વડોદરાની રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી ઓછા આંકવામાં આવેલી છતાં નોંધપાત્ર બાબત એટલે ખરીદદારોની વિચારસરણીમાં આવેલું પરિવર્તન—અપેક્ષિત નિર્ણયોથી વિશ્વાસ-આધારિત ખરીદી તરફ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત એકથી વધુ પ્રોજેક્ટ વાસ્તવિક પરિસ્થિતિમાં પ્રગતિ કરી રહ્યાં હોવાને કારણે ખરીદદારો નિર્ણયો લેવા માટે જાહેરાતો કે ઘોષણાઓને બદલે અમલીકરણ પર વધુ વિશ્વાસ રાખી રહ્યાં છે.

બિલ્ડર અને પ્રોજેક્ટ – વડોદરા રિયલ એસ્ટેટ માર્કેટ અપડેટ (એપ્રિલ-મે 2025)માં જણાવ્યા મુજબ છેલ્લા બેથી ત્રણ વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવતા મહત્ત્વના વિસ્તારોમાં જમીનના ભાવમાં 60-80%ના વધારાની નોંધ થઈ છે. અગાઉની સ્થિતિથી વિપરીત, આ વૃદ્ધિ બાંધકામના વાસ્તવિક માઇલસ્ટોન સાથે સુસંગત રહી છે, જે લાંબા ગાળાના મૂલ્યની નિર્મિતિમાં વિશ્વાસને વધુ દૃઢ કરે છે.

બુલેટ ટ્રેન કોરિડોર, આઉટર રિંગ રોડ તેમજ એક્સપ્રેસવેની બહેતર કનેક્ટિવિટી જેવા પ્રોજેક્ટ આયોજનના તબક્કાથી આગળ વધી શક્યા છે, જેના કારણે ખરીદદારો માટે તેમના કારણે ઉદ્દભવતા લાભની કલ્પના વધુ સરળ બની છે. આ વાસ્તવિકતાએ કથિત જોખમની શક્યતાને ઘટાડી છે, ખાસ કરીને પહેલી વાર ઘર ખરીદનારાઓ અને પોતાના ઉપયોગ માટે ઘર ખરીદીનું સ્વપ્ન સેવતા પરિવારો માટે.

પરિણામે, 2025માં ઘર ખરીદી માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં કન્ફર્મ થયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂટથી સંરેખિત પ્રોજેક્ટ માટે ખરીદદારો દ્વારા પસંદગી થવાની માત્રામાં નોંધપાત્ર પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો છે. ખરીદદારો હવે માત્ર વૃદ્ધિની સંભાવના કરતાં સુલભ ઍક્સેસ, મુસાફરીની સુગમતા અને પડોશમાં ભાવિ વિકાસ જેવા પરિબળો પર વધુને વધુ ધ્યાન આપી રહ્યાં છે.

શહેરના એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે “મોટા શહેરી વિસ્તારોની તુલનામાં વડોદરા ભાડામાં ઉછાળાની અસાધારણ સંભાવના ધરાવે છે, જેમાં ગોરવા અને રેસકોર્સ રોડ જેવા ટોચના વિસ્તારોમાં અનુક્રમે 8.1% અને 7.3%ની વૃદ્ધિ જોવા મળે છે, જે નાના મોટા વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓના ધસારાને કારણે છે.”

2026માં આગળ જતા, આ વિશ્વાસ-આધારિત ખરીદીનું વાતાવરણ માર્કેટમાં સ્થિરતાને ટેકો આપશે એવી અપેક્ષા છે. જેમ જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત માળખાકીય સુવિધાઓ કાર્યરત થશે, તેમ તેમ ખરીદદારોની વિચારસરણી લાંબા ગાળાની માલિકી અને સતત ભોગવટાની માનસિકતામાં બદલાશે તેવી સંભાવના રહેલી છે—જે વડોદરાની રહેણાંક માર્કેટનો પાયો વધુ સશક્ત કરશે.

==◊◊♦◊◊==

Related posts

બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે.

truthofbharat

ભારતમાં ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા સાથે Three O’Clock Caféનું સાતમું માઈલસ્ટોન

truthofbharat

વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 9મા GIAA 2025 એવોર્ડમાં ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ ધારકોનું સન્માન કરવામાં આવ્યું

truthofbharat

Leave a Comment