વોઇસિસ ઓફ હાર્વેસ્ટ એવોર્ડ્સ એ ભારતના ખેડૂત સમુદાયે આપેલા યોગદાનને બિરદાવતું અનોખું પ્લેટફોર્મ છે, જે પેપ્સિકો ઇન્ડિયા દ્વારા તેની પ્રગતિની ફિલસુફીની ભાગીદારી હેઠળ શરૂ કરવામાં આવ્યું છે
ગુજરાત, અમદાવાદ | ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ — ગુજરાતના રાજકોટના રહેવાસી પ્રેરણાદાયી ખેડૂતનીતા કાનાણીએ કૃષિ ક્ષેત્રમાં આપેલા અસાધારણ યોગદાન બદલ નવી દિલ્હીમાં પેપ્સિકો ઇન્ડિયાના ‘વોઇસ ઓફ હાર્વેસ્ટ કોન્ફરન્સ એન્ડ એવોર્ડ્સ 2025’માં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નીતા કાનાણીને સ્વદેશી પાકના ઉછેર અને બાયોચાર ફાર્મ અવશેષોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલRevolutioNari in Farming (કૃષિમાં ક્રાંતિકારી મહિલા) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રગતિની ફિલસુફીની ભાગીદારી દ્વારા માર્ગદર્શિત પેપ્સિકો ઇન્ડિયાએ ભારતીય કૃષિ ક્ષેત્રમાં દીર્ઘકાલિન પરિવર્તન લાવનારા લોકોને બિરદાવવા માટે ‘વોઇસિસ ઓફ હાર્વેસ્ટ એવોર્ડ્સ 2025’ની બીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. સમગ્ર દેશમાંથી દસ ખેડૂતોને તેમના નેતૃત્વ, ઇનોવેશન અને સામુદાયિક પ્રભાવ બદલ બિરદાવવામાં આવ્યાહતા. કૃષિ નિષ્ણાતોની બાહ્ય જ્યુરી દ્વારા સખત મૂલ્યાંકન કર્યા પછી તેમને પસંદ કરવામાં આવ્યા હતા.
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ભારત સરકારના માનનીય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા નીતા કાનાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતી વખતે તેમણે કહ્યું હતું, “આપણા માટે, ખેડૂતો ફક્ત અન્નદાતા નથી, પરંતુ જીવનદાતા છે, જેઓ આપણા રાષ્ટ્રની શક્તિનો સ્રોત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, અમે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા, ઉત્પાદકતા વધારવા, માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા તેમજ ખેડૂતોની આવક સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ભવિષ્યની પેઢીઓ માટે આપણી માટીનું રક્ષણ કરવાની સાથે-સાથે ભારતને દુનિયાનું ફૂડ બાસ્કેટ બનાવવાનું અમારું લક્ષ્ય સ્પષ્ટ છે. આપણા ખેડૂતોની સેવા કરવી એ રાષ્ટ્રની સેવા કરવાનું સૌથી મોટું સ્વરૂપ છે અને હંમેશા રહેશે.”
===============
