આગામી કથા ૨૨-નવેમ્બરથી મોહ-માયા નગરી મુંબઇથી ગુંજશે.
આખી યાત્રા પ્રપન્નતાનીછાયામાં પૂરી થઈ.
પિતા સત્ય છે,પુત્ર પ્રેમ અને મા કરુણા છે.
ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ પરમાત્મીય સંબંધ છે.
ચિત્રકૂટથી શરૂ થયેલી અલૌકિક અધ્યાતમ યાત્રા-જહં જહં ચરન રખે રઘુરાઇ પુષ્પકારૂઢ થઇ સવાચારસો નસીબદાર યાત્રીઓ સાથે અયોધ્યામાં રામ રાજ્યાભિષેકની કથા માટે નવમા-પૂર્ણાહૂતિ દિવસે આવી.
આ બીજ પંક્તિઓનું ગાન કરી ઉપસંહારક વાતો થઇ.
રઘુપતિ ચિત્રકૂટ બસી આના;
ચરિત કીય શ્રુતિ સુધા સમાના,
બહુરિ રામ અસ મમ અનુમાના;
હોયિહીભીરસબહીમોંહિજાના,
સકલ મુનિન્હ સન બિદા કરાઈ;
સીતા સહિત ચલેઉદોઉ ભાઈ.
-અરણ્ય કાંડ
અયોધ્યામાં આટલા બધા કથા વાચકો,દરેક ગ્રંથના વાચક-જે થયા છે,જે અત્યારે છે અને જે ભવિષ્યમાં થશે-એક એકથી વધીને રામાયણ અને બધા ગ્રંથોનાગાયકો,એમાં પંડિત રામકિંકરજી મહારાજ જેવાની સમાધિ સહિત બધાને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે આ આખી યાત્રા પ્રપન્નતાનીછાયામાં પૂરી થઈ રહી છે.
મુખ્ય મનોરથી મદન પાલીવાલ,રૂપેશ સહિત દરેક તરફ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી કે તને જે સારું લાગે એ અમને સ્વીકાર છે હે પ્રભુ! કારણ કે આ કોઈ ઇન્સાન નું કામ નથી,પૂરેપૂરી શરણાગતિનું ફળ છે.
આજે જ્યારે સારા શાસન નીચે અયોધ્યા પોતાના મૂળ રૂપમાં ઉજાગર થયું છે એમાં સાધુ-સંતો,કરોડો લોકો અને શાસનના તનતોડ કાર્યનું આ ફળ છે અયોધ્યામાં જ્યારે રામરાજ્ય આવ્યું ત્યારે રામે-૧૬ જેટલા નિયમો,૧૬-બિંદુઓની સ્થાપના કરી છે. કારણ કે રામ સોળકલાથીવિભૂષિત હતા.
૧-પોતાના ભાઈઓ સાથે રામ મૃગયા કરવા જાય છે અહીં હિંસાનો સવાલ નથી પણ મૃગ એ અયોધ્યાની આસપાસ વિઘ્ન કરનારા કોઈ અસુરોમૃગનું રૂપ લઈને આવતા તેઓને નિર્વાણ પદ દઈને રામરાજ્યનો સંકલ્પ કરે છે.
૨-વિશ્વામિત્રની સાથે જઈને એક જ બાણમાંસુબાહુનો નાશ કરે છે.
એકહિ બાન પ્રાણ હર લીન્હા;
દીન જાની તેહિનીજ પદ દિન્હા.
૩-વિશ્વમૈત્રી,વિશ્વમંગલ અને વિશ્વ કરુણા માટે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી.
૪-અહલ્યા ઉદ્ધાર અને એનો સ્વિકારરામરાજ્યનો પાયો છે એનું માળખું છે.
૫-અહંકારના ધનુષ્યને તોડ્યુ.૬-પરશુરામ નિવૃત્તિ લે છે.
૭-વનવાસમાં પિતાજીના વચનનું પાલન.
પિતા સત્ય છે,પુત્ર પ્રેમ છે અને મા કરુણા છે. જગતના બધા જ સંબંધોમાં બાપ દીકરા અને પતિ પત્નીનો સંબંધ એ દૈહિક સંબંધ છે,મિત્ર-મિત્રનો સંબંધ મન સુધીનો છે,માતા અને પુત્રનો સંબંધ આત્મા સુધીનો છે પણ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ આત્મા નહીં પણ પરમાત્મીય સંબંધ છે. મહાભારતમાંપુત્રમોહ છે,પુત્રપ્રેમ નથી.
વન શબ્દ સાથે જોડાયેલી પંક્તિઓ જ્યાં ૧૨ પંક્તિઓમાં વન શબ્દ મળે છે એનું ગાન કરવામાં આવ્યું.
૮-અયોધ્યાથી જ્યારે દૂર જાય છે ત્યારે સુતેલાઓને એમ જ રાખીને રામ નીકળી ગયા.
૯-કેવટ અને વનવાસીઓનિષાદોને ગળે લગાવ્યારામરાજ્ય માટેનું આ વિશેષ કદમ છે.
૧૦-વાલ્મિકી જેવા મહાપુરુષનું માર્ગદર્શન લીધું.૧૧-શ્લોક વચન અને લોકવચનને જોડીને રામરાજ્ય તરફ ગતિ કરી.
૧૨-ભરતજીને પાદૂકા પ્રદાન કરી જાણે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અહીંથી શરૂ થયો.
૧૩-પંચવટીમાં સીતાને અગ્નિમાં સમાવીને છાયા સીતા બનાવ્યા.
૧૪-જાનકી અપહરણ એ પણ રામરાજ્યનું એક કારણ બન્યું.
૧૫-રામસેતુનું નિર્માણ પણ મહત્વનું કદમ છે.
૧૬-રાવણને નિર્વાણ અને વિભીષણને રાજ્યનું પદ આવાં ૧૬-બિંદુઓ રામરાજ્ય તરફ રામને ત્વરિત ગતિ લઈ તરફ લઈ જાય છે.એટલે જ કોઈ વાયદાઓ નહીં પણ રામરાજ્યની સ્થાપના ઝડપથી કરવા માટે પુષ્પક જેવી દિવ્ય ગતિથીઅયોધ્યામાં પહોંચે છે.
પ્રેમાતુર સબ લોગ નિહારી;
કૌતુક કિનિહકૃપાલુખરારી
અમિત રૂપ પ્રગટે તેહિકાલા;
જથા જોગ સબ મિલહિકૃપાલા.
રામે જાણે કે કૌતુક કર્યું અને અયોધ્યામાં વ્યક્તિગત રીતે બધાને મળતા હોય એમ અમિત રૂપ બતાવ્યા. રામનાભાલમાં રાજતિલક થયું,ત્રિભુવનમાં તેનો જયઘોષ થયો.
આ આખી યાત્રાનું સુફલ ત્રિભુવનને રામરાજ્ય તરફ તીવ્ર ગતિ આપે એવા તીવ્ર ગતિવાળામારુતિનાંચરણોમાં સમર્પિત કરવામાં આવ્યું.
વિરામ-વિદાય વેળાએ:
દિલ દુખા કર આજમાં કર યા રૂલા કર છોડના,
હમનેસીખા હી નહીં અપના બનાકરછોડના,
હૈ તરીકે ઓર ભી,મુજસેબીછડને કે લિયે;
ક્યાં જરૂરી હૈ કોઈ તોહમતલગા કર છોડના!
તાકી દુનિયા યે ન સમજે કે હમમેંદુરી હો ગઈ,
સાથ જબ ભી છોડના,કૃપયામુસ્કુરા કર છોડના!
હવે પછીની-૯૬૭મી રામકથા ૨૨ નવેમ્બરથી ૩૦ નવેમ્બર દરમિયાન મુંબઇ ખાતે યોજાશે.
આ કથાનું જીવંત પ્રસારણ નિયત નિયમિત સમય મુજબ જ આસ્થા ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામતલગાજરડાયુ-ટ્યુબચેનલનાંમાધ્યમથીનિહાળી શકાશે.
