ગૌમાતાનો રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ગુજરાત, અમદાવાદ | ૦૩ નવેમ્બર ૨૦૨૫: ગુજરાતમાં ગૌમાતાને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપવાની માંગ સાથે બગોદરા પાસે આવેલી કેસરગઢ ગૌશાળાથી નિકળેલી વિશાળ કાર રૈલી સોમવારે અમદાવાદ કલેક્ટર કચેરી આવી પહોંચી હતી. કાર રેલીમાં ગુજરાત-સૌરાષ્ટ્ર સાથે સમગ્ર ભારતમાંથી ગૌશાળાના સંચાલકો, પાંજરાપોળના સંચાલકો, જૈન સંગઠનો, સાધુસંતો સહિત ગોસેવા ક્ષેત્રે કામ કરી રહેલા દેશના જાબાજ ગૌરક્ષકોએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપીને એક મહિનાની અવધીમાં ગૌૈમાતાને રાજ્યમાતા જાહેર કરવાની અપિલ કરી હતી. ગૌરક્ષકોએ એવી પણ ચીમકી આપી હતી કે જો સરકાર દ્વારા તેમની આ માંગણીને ધ્યાન પર નહિ લે તો એક મહિના બાદ સમગ્ર ગુજરાતમાં ગૌરક્ષકો વધુ ઉગ્ર આંદોલનો કરશે. આ સાથે ગૌરક્ષકોએ વધુમાં જણાવતા કહ્યું કે ‘ગુજરાતમાં ગૌવંશ અને તેમને બચાવનાર ગૌરક્ષકો બન્ને હાલ અસુરક્ષિત છે.’
આવેદનપત્ર આપ્યું તેના ૨૪ કલાકમાં ૫૦ ગૌવંશ કતલખાને જતાં અટકાવાયા
અખિલ વિશ્વ ગૌસંળદન ટ્રસ્ટ(દિલ્હી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશ ચૌહાણે જણાવ્યું કે ‘સોમવારે આજે જ્યારે અમે કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યાં છીએ ત્યારે તેની પહેલાના ૨૪ કલાકમાં જ અમારી ટીમે ગુજરાતના અલગ અલગ સ્થળેથી કતલખાને લઈ જતાં ૫૦ જીવો બચાવ્યા છે. જે ખરેખર દુઃખદ છે.’ પોતાના જીવના જોખમે ગૌવંશને બચાવવાની નિસ્વાર્થ કામગીરી કરનાર આ ગૌરક્ષકો આજે ભયના ઓથાર હેઠળ જીવે છે કેમ કે તેમને સરકાર તરફથી કોઈ પ્રોટેક્શન આપવામાં આવતું નથી. વળી તેમના પર ખોટા કેસ કરીને કાયદાની આંટીઘૂટીમાં ફસાવી દેવામાં આવે છે. ગુજરાતમાં દરરોજના હજારોની સંખ્યામાં ગૌવંશ કતખાને ધકેલવામાં આવે છે.’
રાજ્યે ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપી દીધો છે
ઉલ્લેખનીય છે કે દેશના હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્રારા ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપીને દેશના અન્ય રાજ્યોને ઉત્તમ દાખલો બેસાડયો છે ત્યારે હાલની રાજ્ય સરકાર કરોડો હિંદુઓના આસ્થાના પ્રતિક સમા ગૌમાતાને ગુજરાતમાં પણ રાજ્યમાતાનો ત્વરિત દરજ્જો આપીને હિંદુ સભ્યતા અને સંસ્કૃતિના પાયામાં રહેલી કામધેનુને આદર આપે તેવી માંગ છે.
ગૌરક્ષકો-હિન્દુ સંગઠનોએ મુકેલી માંગ
- ગુજરાતમાં ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરો
- ગૌરક્ષકો પર છેલ્લા પાંચ વર્ષમાં થયેલા ખોટા કેસ પાછા ખેચાય
- ગૌરક્ષકોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે
- જિલ્લા લેવલ પર ગૌ પ્રોટેશન સેલ બનાવવામાં આવે
- કેન્દ્ર સરકારની જી.ઁ.ઝ્ર.છનું કડક અમલીકરણ થાય
- ગેરકાયદે કતલખાનું સરકાર ફરી ચેકિંગ કરી લાયસેન્સ રદ્દ કરે
