પોતાની બ્રાન્ડ્સ સ્પાર્ક્સ, ફ્લાઈટ અને બહામાસમાં વ્યાપક રેન્જ રજૂ કરવામાં આવી,સમગ્ર પરિવારની રોજિંદી જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરાઈ છે
અમદાવાદ | ૨૮ ઓગસ્ટ ૨૦૨૫: ભારતના સૌથી મોટા ફૂટવિયર ઉત્પાદકોમાંથી એક રિલેક્સો ફૂટવિયર્સ લિમિટેડે આગામી તહેવારોની સીઝન માટે તેની સ્ટાઇલિશ અને આધુનિક ફૂટવિયર રેન્જનું અનાવરણ કર્યું છે. રિલેક્સોની વિભિન્ન બ્રાન્ડસ- સ્પાર્ક્સ, ફ્લાઈટ અને બહામાસની અંતર્ગત રજૂ કરવામાં આવેલ કલેકશનને સમગ્ર પરિવારની રોજિંદા અને પ્રસંગ આધારિત જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે આરામદાયકની સાથો સાથ ફેશનેબલ વસત્રો સાથે ખૂબ જ આકર્ષક લાગે છે.
આ અવસર પર શ્રી ગૌરવ કુમારર દુઆ, હોલ ટાઇમ ડાયરેકટર, રિલેક્સો ફૂટવિયર્સ લિમિટેડે કહ્યું, ‘રિલેક્સોમાં અમે અમારી બ્રાન્ડ્સ – ફ્લાઈટ, સ્પાર્ક્સ અને બહામાસ- ની અંતર્ગત ફૂટવિયરના વૈવિધ્યસભર પોર્ટફોલિયો લાવવા માટે પ્રતિબદ્ધ છીએ- જે તહેવારોમાં સ્ટાઇલિશ હોવાની સાથો સાથ આરામદાયક અને ટકાઉ પણ છે. આ મીટ દરમ્યાન અમારા નવા કલેકશન માટે રિટેલર પાર્ટનર્સ પાસેથી મળેલ શાનદાર પ્રતિક્રિયા તેમને સાચા ટુલ્સ, માહિતી અને ઇનોવેશનની સાથો સાથ સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેથી કરીને તેઓ ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસીસ પૂરી પાડી શકે.’
અમદાવાદમાં આયોજીત રિલેક્સોની રિટેલર મીટ દરમ્યાન આ ફેસ્ટિવ કલેકશનને રજૂ કરાયું, જેમાં સમગ્ર પ્રદેશના 250 થી વધુ ટ્રેડ પાર્ટનર્સ હાજર રહ્યા. મમીટર દરમ્યાન સ્ટાઇલિશ ફુટવિયર્સની વ્યાપાક રેન્જ દર્શાવામાં આવી, જેમાં યુવાનો અને સ્ટાઇલ પ્રત્યે જાગૃત ગ્રાહકોની પસંદગીઓને ધ્યાનમાં રાખીને સ્લીપર્સ, સ્લાઇડ્સ, ક્લોગ્સ અને ફેસ્ટિવ-રેડી ફેશન સેન્ડલસ સામેલ છે. આ કાર્યક્રમમાં રિલેક્સોની મજબૂત રિટેલ ભાગીદારીની પણ ઉજવણી કરવામાં આવી હતી, રિટેલર્સને આગામી કલેક્શન, પ્રોડક્ટ ઇનોવેશન્સ અને ગ્રોથ સ્ટ્રેટજીની એક્સકલુઝિવ પ્રીવ્યુ જોવાની પણ તક મળી.
કાર્યક્રમનું આકર્ષણ કેન્દ્ર સ્પાર્ક્સ તરફથી 50થી વધુ નવી ફેસ્ટિવ સ્ટાઇલનું અનાવરણ હતું, જે આધુનિક ડિઝાઇન, વાઇબ્રન્ટ કલર્સ અને શ્રેષ્ઠ ફીચર્સ જેવાં ઓટો-લેસિંગ ટેકનોલોજી તેમજ વધુ આરામદાયક આઉટસોલની સાથે તૈયાર કરાયા છે. આ નવી ફેસ્ટિવ રેન્જને રિટેલર્સે ખૂબ પસંદ કરી.
રિટેલ, ડી2સી વેબસાઇટ, ઈ-કોમર્સ અને મોર્ડન ટ્રેડ ચેનલોમાં વધતી હાજરીની સાથે રિલેક્સો શ્રેષ્ઠ ગુણવત્તાના ફુટવિયર ઉપલબ્ધ કરાવાના વચન પર ખરા ઉતરતા એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે નિરંતર વિકસિત થઇ રહ્યું છે.
