આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે.કે.મૂવી એન્ટરપ્રાઇઝ (ડિરેક્ટરઃ કેતકી કાપડિયા) દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાત, ગાંધીનગર | ૩૧ જુલાઈ ૨૦૨૫: ગુજરાતની હરિયાળી નગરી અને રાજધાનીએવા ગાંધીનગરના આંગણે ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ’નામના સુંદર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે.કે.મૂવી એન્ટરપ્રાઇઝ (ડિરેક્ટરઃ કેતકી કાપડિયા) દ્વારા કરવામાં આવ્યું છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ હૉટેલ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે 31 જુલાઈથી 2 ઓગસ્ટ એમ કુલ 3 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના ફિલ્મ મેકર્સની શોર્ટ ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. આજરોજ અંદાઝ-2 મુવીના સ્ટારકાસ્ટ્સ આયુષ કુમાર, અકાઇશા વત્સ, નતાશા ફર્નાન્ડીસ અને ડાયરેક્ટર સુનીલ દર્શનએ અડાલજ વાવની મુલાકાત લીધી હતી.
આ ફેસ્ટિવલના ડિરેક્ટર કેતકી કાપડિયા છે. જ્યારે ફેસ્ટિવલના આર્ટિસ્ટીક ડિરેક્ટર શ્રીનિવાસ નાયડુ છે. ફેસ્ટિવલની ઑપનિંગ સેરમની 31 જુલાઈના રોજ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.જેમાં ‘અંદાજ’ અને ‘જાનવર’ જેવી જાણીતી બોલીવુડ ફિલ્મોના ડિરેક્ટર સુનિલ દર્શન, ઍક્ટર અને વોઈસ આર્ટિસ્ટ રાજેશ ખટ્ટર, ડિરેક્ટર અને રાઈટર ધરમ ગુલાટી, ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર ચિન્મય પુરોહિત, ઍક્ટર અને મોડેલ અરુણ શંકર, એક્ટ્રેસ અનેરી વજાની, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ જેવી જાણીતી હસ્તીઓ હાજર રહેશે. ત્યારબાદ ૩:૦૦ થી 5:૦૦ વાગ્યા સુધી શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ સ્ક્રીનીંગ કરવામાં આવશે. બીજા દિવસે સવારે 10:૩૦ થી 12:૦૦ વાગ્યા સુધી જાણીતા ફિલ્મ મેકર્સનો માસ્ટર ક્લાસ રહેશે અને ત્યારબાદ 12:૦૦ થી 1:૦૦ વાગ્યા સુધી શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્રીજા દિવસે સવારે 10:૦૦ વાગ્યાથી 1:૦૦ વાગ્યા સુધી શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ સ્ક્રીનીગ કરવામાં આવશે અને ત્યારબાદ 3:૦૦ વાગ્યાથી 5:૦૦ વાગ્યા દરમિયાન ફેસ્ટીવલ જ્યુરીની હાજરીમાં એવોર્ડ સેરેમની યોજાશે. ફેસ્ટિવલના જ્યુરી તરીકેની જવાબદારી રાજેશ ખટ્ટર,ધરમ ગુલાટી, ચિન્મય પુરોહિત, અરુણ શંકર અને અનેરી વજાની સંભાળશે.
ફેસ્ટિવલના માર્કેટિંગ હેડ અભિજીત વાઘમારે અને ઓપરેશનલ હેડ શિવમ પાંડે, છે. આર્ટ વર્કની જવાબદારી રાજુ સર્વએ સંભાળી છે.
