ગુજરાત, અમદાવાદ 22 મે 2025: ભારતના સૌથી મોટા BNI રિજન, BNI અમદાવાદ એ તેમની ફ્લેગશિપ ઇવેન્ટ, બ્રોઘર પ્રસ્તુત સિમ્પોઝિયમ 2025નો પ્રારંભ સ્પાર્કલ હોલિડેઝ દ્વારા પ્રાયોજિત “સિસિલિયન્સ ગોટ ટેલેન્ટ” દ્વારા સર્જનાત્મકતા અને જોડાણના શક્તિશાળી પ્રદર્શન સાથે કર્યો.
60 ચેપ્ટર્સના 3,000 થી વધુ સભ્યોના નેટવર્ક સાથે, BNI અમદાવાદ એન્ટરપ્રિન્યોર્સ અને પ્રોફેશનલ્સ વિશ્વાસ, સહયોગ અને સુસંગતતા દ્વારા અર્થપૂર્ણ સંબંધો કેવી રીતે બનાવે છે અને બિઝનેસ કેવી રીતે ઉત્પન્ન કરે છે તેને સતત પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યું છે. હવે તેના 11મા વર્ષમાં, આ રિજન પ્રોફેશનલ રૂટિન થી આગળ વધીને અને સહિયારા અનુભવોમાં વિસ્તરેલી તકોનું સર્જન કરીને તેના પ્રભાવને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે.
આ વર્ષના સિમ્પોઝિયમની શરૂઆત સિસિલિયન્સ ગોટ ટેલેન્ટ દ્વારા થઈ, જેમાં સભ્યોને મ્યુઝિક, કોમેડી, ડાન્સ અને પર્ફોમન્સ દ્વારા નવી ભૂમિકાઓમાં પ્રવેશવા અને પોતાને વ્યક્ત કરવા માટે એક મંચ મળ્યો.આ દિવસ BNI અમદાવાદ કોમ્યુનિટીને પ્રેરિત કરતા એન્થુસિયાઝમ, ટેલેન્ટ અને એનર્જી ને પ્રતિબિંબિત કરે છે.
સિસિલિયન ગોટ ટેલેન્ટની સેમિફાઇનલ 25 મેના રોજ યોજાવાની છે, ત્યારબાદ 1 જૂને ગાલા નાઇટ ખાતે ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમ જેમ સ્પર્ધા આગળ વધે છે, તેમ તેમ આ ઇવેન્ટ નેટવર્કમાં હિડન ટેલેન્ટને હાઈલાઈટ કરે છે, જે શેર્ડ એક્સપિરિયન્સિસ દ્વારા સભ્યોને નજીક લાવે છે.
સિમ્પોઝિયમ 2025 આગામી દિવસોમાં લર્નિંગ, કનેક્શન અને એક્સપોનેન્શિયલ બિઝનેસ ગ્રોથ પર ફોકસ કરતા ઇવેન્ટ્સ સાથે ચાલુ રહેશે.