Truth of Bharat
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ટીસીઆઈએ સ્થાપક શ્રી પ્રભુ દયાલ અગ્રવાલજીની સ્મૃતિમાં દેશવ્યાપી રક્તદાન અભિયાનનું આયોજન કર્યું

68+ સ્થળોએ યોજાયેલી રક્તદાન શિબિરોમાં 1,734 કર્મચારીઓ અને સહયોગીઓએ ભાગ લીધો

અમદાવાદ, ગુજરાત | ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની અગ્રણી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રદાતા કંપનીઓમાંની એક, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (ટીસીઆઈ)એ તેના સ્થાપક શ્રી પ્રભુ દયાલ અગ્રવાલજી (શ્રી પીડીજી)ની સ્મૃતિમાં દેશવ્યાપી રક્તદાન અભિયાનનું આયોજન કર્યું હતું. આ પહેલ દ્વારા સંસ્થાએ સમુદાય સેવા અને માનવીય મૂલ્યો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને ફરી એકવાર દોહરાવી હતી.

14થી 20 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાયેલા આ સાત દિવસીય અભિયાનમાં દેશભરનાં 68+ સ્થળોએ 1,734 કર્મચારીઓ અને સહયોગીઓએ ભાગ લીધો હતો, જેમાં 1,641 પુરુષ અને 93 મહિલા સહભાગીઓનો સમાવેશ થાય છે. કોલકાતા, ગુરુગ્રામ, રાજકોટ, દિલ્હી, ચંડીગઢ, પુણે, ઔરંગાબાદ, કોલ્હાપુર, લુધિયાણા, નોઇડા, હૈદરાબાદ, કાનપુર, લખનઉ, બેંગલુરુ, જયપુર, પ્રયાગરાજ, પટના, વારાણસી, મુંબઈ, હરિદ્વાર અને અમદાવાદ સહિતનાં અનેક શહેરોમાં રક્તદાન શિબિરો યોજાઈ હતી.

આ પહેલ ભારતીય ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગના પથપ્રદર્શક તરીકે આદરપૂર્વક યાદ કરાતા શ્રી પીડીજીના અમિટ વારસાને સમર્પિત છે. લોજિસ્ટિક્સ ક્ષેત્રની કાયાપલટ કરવા ઉપરાંત, તેમણે સમાજ કલ્યાણ, આરોગ્ય સેવા, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. દેશની શરૂઆતની કેટલીક ખાનગી બ્લડ બેંકોની સ્થાપના સહિત આરોગ્ય ક્ષેત્રની વિવિધ પહેલો સાથેનું તેમનું જોડાણ સમાજને કંઈક પાછું આપવાની અને સમુદાયોને અર્થપૂર્ણ રીતે મદદરૂપ થવાની તેમની ભાવના દર્શાવે છે.

આ વારસાને આગળ ધપાવતાં, ટીસીઆઈનું વાર્ષિક રક્તદાન અભિયાન દેશભરના કર્મચારીઓ અને બિઝનેસ સહયોગીઓને એક એવા ઉમદા હેતુ માટે એકસાથે લાવે છે, જેનો સીધો લાભ દર્દીઓ અને આરોગ્ય સંસ્થાઓને મળે છે. આ પહેલ સામાજિક જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને કંપની જ્યાં કાર્યરત છે તે સમુદાયો માટે સક્રિય યોગદાન આપવા પોતાના લોકોને પ્રેરિત કરવાના ટીસીઆઈના સતત પ્રયાસોનું પ્રતિબિંબ છે.

દેશવ્યાપી રક્તદાન અભિયાન જેવી પહેલો દ્વારા ટીસીઆઈ પોતાના સ્થાપકનાં મૂલ્યો અને દ્રષ્ટિકોણનું સન્માન કરવાની સાથે પોતાના કર્મચારીઓ અને સહયોગીઓને સમાજમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાની તકો પણ પૂરી પાડી રહી છે.

== સમાપ્ત ==

Related posts

શિક્ષાપત્રી ગ્રંથના 200 વર્ષ પૂર્ણતા નિમિત્તે સાલ હોસ્પિટલ – સાઇન્સ સિટી અને શ્રી સ્વામિનારાયણ મંદિર સાઇન્સ સિટીના દ્વારા એક માસ સુધી આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન

truthofbharat

ભારતના 57% જિલ્લાઓ—જ્યાં દેશની લગભગ ત્રણ-ચતુર્થાંશ વસ્તી રહે છે—હવે ઉચ્ચ થી ખૂબ જ ઉચ્ચ ગરમીના જોખમનો સામનો કરી રહ્યા છે: CEEW

truthofbharat

સારી વાતોનો કોઈ કોપીરાઇટ ન હોવો જોઈએ; પ્રસાદ વહેંચવામાં આવે છે.

truthofbharat

Leave a Comment