Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પરમસાધુ પંચશીલથી સુશોભિત હોય છે.

જેને સતસંગતિ,સાધુસંગ અતિ પ્યારો છે એ બધા જ કથાનાં અધિકારી છે.

આગ્રાની ભૂમિ આગ(જિજ્ઞાશા) અને રાગ (આકર્ષણની)ની ભૂમિ છે.

“હું કંઠી દેનાર નહીં પણ તમારા કંઠમાં બેસી જનાર સાધુ છું.”

આધ્યાત્મિક-ઐતિહાસિક ભૂમિ અગ્રવન-આગ્રાથી ખૂબ જ સાદાઇથી રામ જન્મોત્સવ ઉજવાયો.

 

સૂર્યપુત્રી યમુનાનાં તટ પર વસેલી આધ્યાત્મિક અને ઐતિહાસિક અગ્રવન-આગ્રાની ભૂમિ પરથી રવિવારનાં,રામકથાનાં છઠ્ઠા મુકામે બાપુએ કહ્યું કે ૨૩ વર્ષ પહેલાં જે ભૂમિ ઉપર તલગાજરડી વ્યાસપીઠે ‘માનસ તેજમહેલ’નું ગાયન કરેલું,યમુના નદી પર આવેલી એ આગ્રાની ભૂમિ આગ(જીજ્ઞાશા) અને રાગ(આકર્ષણની)ની ભૂમિ છે.

બે દિવસથી વારંવાર પુછાય રહ્યું છે કે બાપુ તમે ‘અધિકારી’ શબ્દ વિશે કહી રહ્યા છો તો એ અધિકારી કોણ છે?જેમ પહેલા દિવસે મનોરથીને આ રામકથાનાં અધિકારી ગણાવેલા.

બાપુએ કહ્યું કે ૨૩ વર્ષથી આ માણસ પૂછતો રહ્યો કે આગ્રામાં ક્યારેક કથા થશે!હું કોઈ કસોટી નથી કરતો પ્રેમ પરીક્ષા પણ નથી લેતો.મારી ઓકાત પણ નથી અને સ્વભાવ પણ નથી.પણ અસ્તિત્વ કથા ટાળતું ગયું.જાણે,નયે નયે પરિન્દોં કો ઉડને મેં વક્ત તો લગતા હૈ-એટલે મનોરથી આ ભગવદ કથાનાં અધિકારી છે.

પણ જેને સતસંગતિ,સાધુસંગ અતિ પ્યારો છે એ બધા જ કથાનાં અધિકારી છે.આ શાસ્ત્રીય નહીં સાધ્વીય વ્યાખ્યા છે.

અધિકાર શબ્દને સમજાવતા કહ્યું:અ-અભિમાન મુક્ત.

હવે પછી બે સ્વસ્તિક કથાઓ થવા જઈ રહી છે. કાલડીથી કેદાર(દક્ષિણથી ઉત્તર) અને બીજી દ્વારકાથી જગન્નાથ (પશ્ચિમથી પૂર્વ)-એમાં જેની જેની પસંદગી થઈ છે એ બીજાને જલાવવા માટે પોતાની પસંદગીની વાત કરે એ અહંકારની ઘોષણા છે.આવા અભિમાનથી મુક્ત અધિકારી શ્રોતા છે.

ધિ-બુદ્ધિપૂર્વક જે સાંભળે.હું કંઠી દેનાર નહીં પણ તમારા કંઠમાં બેસી જનાર સાધુ છું.

કા-જે પણ કરે એની પાછળ કારણ ન ભૂલે.ક્યારેક કૃપા પણ કારણ હોય છે.

રી-આયોજન પણ રીતિ પૂર્વક થાય એવું જુએ.આ બધા જ અધિકારી છે.

પરમસાધુ પંચશીલથી સુશોભિત હોય છે.શીલ બૌદ્ધકાલીન શબ્દ છે.સાધુનાં પંચશીલમાં:

૧-ધર્મશીલ હોવો જોઈએ,માત્ર ધાર્મિક નહીં.

૨-કર્મશીલ હોવો જોઈએ,પ્રમાદી નહીં.

૩-કરુણાશીલ હોવો જોઈએ, એનામાં સંવેદના હોવી જોઈએ.

૪-બલશીલ,હનુમાનજીની જેમ બળનું પણ શીલ હોવું જોઈએ.

૫-પ્રેમશીલ:સાધુ પ્રેમશીલ હોવો જોઈએ. કથાપ્રવાહમાં સતી રામજન્મનાં કારણ પૂછે છે.શિવજી સંક્ષિપ્તમાં રામજન્મનાં બધા કારણો કહીને જણાવે છે કે પરમ તત્વને અવતરણ કરવા માટે કોઈ કારણની જરૂર પણ નથી.ઈશ્વર કાર્ય-કારણથી પર છે.અયોધ્યાની ભૂમિ ઉપર વશિષ્ઠને પૂછીને શૃંગી ઋષિ દ્વારા યજ્ઞ કરાવી દશરથ રાજાએ યજ્ઞનાં પ્રસાદ રૂપે મળેલી ખીર પોતાની રાણીઓને યથાયોગ્ય વિતરણ કર્યું.સમય પસાર થયો અને અયોધ્યાનાં રાજમહેલમાં,મા કૌશલ્યાની કૂખે પરબ્રહ્મ,પરમાત્મા નારાયણ સ્વરૂપે અવતરિત થયા.મા તેને-ઈશ્વરને નારાયણમાંથી નર-મનુષ્ય બનાવવા માટે બે હાથવાળો ઈશ્વર બનાવીને નાના બાળક બનાવે છે. બાળક રૂપે ઈશ્વરનું રુદન થયું અને અયોધ્યા સહિત પુરા ત્રિભુવનમાં ભગવાનના પ્રાગટ્યનો જય જયકાર થયો.

આધ્યાત્મિક અને ઐતિહાસિક ભૂમિ અગ્રવન આગ્રાથી ત્રિભુવનને,ખૂબ જ સાદાયથી રામજન્મની વધાઈની ઉજવણી સાથે આજની કથાનો વિરામ થયો.

Box

કથા-વિશેષ:

કથા આરંભે એક નાનકડો પ્રકલ્પ રચાયો:

ચિત્રકૂટધામ ટ્રસ્ટ-તલગાજરડા દ્વારા પ્રકાશિત ત્રણ પુસ્તિકાઓનું લોકાર્પણ-બ્રહ્માર્પણ થયું.

‘માનસ સનાતન ધર્મ'(દિલ્હી કથા)નાં સૂત્રાત્મક અને ચિંતનાત્મક અંશોનું સંકલન લેખક-પત્રકાર તખુભા સાંડસુર દ્વારા થયું.એમના હસ્તે બાપુ દ્વારા એ પુસ્તિકા લોકાર્પિત થઇ.

આગ્રામાં ૨૦૦૩માં ‘માનસ તેજમહલ’ કથાનું ગાન થયેલું.જેના દ્વારા સંપાદન લેખન થયેલું એ લલિત ગુપ્તા,સંજીવ જૈન,અંશુલ ગુપ્તાનાં હસ્તે બાપુ દ્વારા બ્રહ્માર્પણ થયું.

‘માનસ હરીજન'(દિલ્હી કથા)-મહાત્મા ગાંધીજીની સાર્થ જન્મ શતાબ્દી ઉજવાઇ રહી હતી એ વખતે થયેલી-આ કથાનું સારદોહન-સંકલન નિતીન વડગામા દ્વારા નિયમિત થતું હોય છે.એ બાપુનાં શુધ્ધ હસ્તે બ્રહ્માર્પિત થઈ.નીતિનભાઈએ આ અમૂલ્ય કથા પ્રસાદી વિશે પોતાના બે બોલ પણ રજૂ કર્યા.

== સમાપ્ત ==

Related posts

INA સોલરનું વધુ એક મોટું પગલું: હવે સોલર સેલ મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ!

truthofbharat

મારા માટે કચ્છ કલ્યાણ મિત્ર છે.

truthofbharat

મેક્સ ફેશને આ ઉનાળઆમાં ડિઝનીના ‘લિલો એન્ડ સ્ટિચ’થી પ્રેરિત એક ટ્રોપિકલ કલેક્શન લૉન્ચ કર્યું

truthofbharat

Leave a Comment