Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બહુવિધ ધાર્મિક વિવિધતા ભરેલી શ્રૃંગી ઋષીની તપોભૂમિ-બિહારથી ૯૭૦મી રામકથાનો શુભારંભ

બિહારે પોતાના આધ્યાત્મિક મૂલ્યોને સાચવ્યા છે એ પણ વાત છે.

વિતસત્તા,રાજસત્તા અને ધર્મસત્તા સામાન્ય માણસોથી દૂર ગઈ છે,એ ફરીથી લોકો સુધી પહોંચવી જોઈએ.

દરેક કાંડમાં ભગવાન રામનું એક વિશેષ વિહારી રૂપ દેખાય છે.

આ લખીસરાઈ નહીં પણ લક્કીસરાય છે.

ત્રેતા યુગમાં રાજા દશરથને ત્યાં સંતાન સુખ ન હતું ત્યારે પુત્રકામેષ્ટિ યજ્ઞની તૈયારી કરી એ શ્રૃંગી ઋષિની તપોભૂમિ ઋષિશૃંગ આશ્રમ-લખીસરાય બિહારમાં, જ્યાં મૂર્તિ કલાનું ક્ષેત્ર પણ છે.જેનો સંબંધ જગન્નાથપુરી તેમજ મા ત્રિપુરાસુંદરી વૈષ્ણોદેવી સાથે પણ છે-એવી અનેક પ્રકારની ધાર્મિક બહુવિધતા ધરાવતી ભૂમિ પર શુભકરણ ત્રિવેણી ફાઉન્ડેશન કોલકાતા તરફથી જેનું આયોજન થયું છે અને વિશેષ સહયોગ શ્રી ઇન્દ્રદમણેશ્વર મહાદેવ ટ્રસ્ટ અશોકધામ લખીસરાય તરફથી મળેલો છે એ ઋષિઓના ધામમાં ૯૭૦મી રામકથાનો આ બીજ પંક્તિઓ સાથે આરંભ થયો ત્યારે બિહારનાં ઉપમુખ્યમંત્રી શ્રી વિજય સિંહા,ભાજપાનાં પ્રાંત અધ્યક્ષ સંજયજી,અશોકધામનાં ટ્રસ્ટી શ્રી ડો.અમીત કુમારનાં હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ પ્રાથમિક ઉદબોધન અને સ્વાગત થયું.

 

સૃંગી રીષિહિ બસિષ્ઠ બોલાવા;

પુત્રકામ સુભ જગ્ય કરાવા

ભગતિ સહિત મુનિ આહૂતિ દીન્હેં;

પ્રગટે અગિનિ ચરુ કર લીન્હે

જો બસિષ્ઠ કછુ હ્રદય બિચારા;

સકલ કાજુ ભા સિધ્ધ તુમ્હારા

-બાલકાંડ

બાલકાંડથી લીધેલી આ બીજ પંક્તિઓનું ગાયન કરીને શુભારંભ કરતા બાપુએ કહ્યું કે આ અધ્યાત્મિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભૂમિ-જ્યાં ભગવાન બુદ્ધે ચાતુર્માસ કર્યા,મહાદેવ બિરાજે છે અને ભગવાન શૃંગી ઋષિએ તપ કર્યું એ ભૂમિને પ્રણામ.

બિહારમાં ૧૭-૧૮ કથાઓ થઈ છે અને ભારત સરકાર દ્વારા અહીં સીતાજીનું મંદિર બની રહ્યું છે. સાથે-સાથે શૃંગીઋષિની મૂર્તિ પ્રતિષ્ઠા પણ થઈ રહ્યો છે એ બદલ ખુબ જ પ્રસન્નતા અને સાધુવાદ વ્યક્ત કર્યો.કહ્યું કે અમે જ્યાં પણ કથા કરીએ છીએ ત્યાં બિહારી શબ્દથી જ આરંભ કરીએ છીએ(દ્વવઉં સો દશરથ અજિર બિહારી).

આ સગર્ભા ભૂમિ છે જ્યાં પણ ખોદો ત્યાંથી મૂર્તિઓ નીકળે છે.બિહારે પોતાના આધ્યાત્મિક મૂલ્યોને સાચવ્યા છે એ પણ આનંદની વાત છે.

વિતસત્તા,રાજસત્તા અને ધર્મસત્તા સામાન્ય માણસોથી દૂર ગઈ છે એ ફરીથી લોકો સુધી પહોંચવી જોઈએ.ધનથી દસ ગણું સુખ મળે છે, દ્રવ્યનું દાન કરવાથી સો ગણું સુખ મળે છે,દ્રવ્યનો ત્યાગ કરવામાં સહસ્ત્ર ગણું સુખ અને ત્યાગનાં અહંકારનો પણ ત્યાગ કરે એને અનંત ગણું સુખ મળે છે.

રાજા રામ આપણને મળ્યા એના પાંચ કારણો એ પણ છે કે સૌપ્રથમ રાજા ખુદ ગુરુદ્વારે ગયા.બીજું કારણ છે વશિષ્ઠ ને ગુરુદ્વારથી આશીર્વાદ આપ્યા, ત્રીજી વાત એ છે કે શૃંગી ઋષિને બોલાવીને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો,ચોથું કારણ છે યજ્ઞપુરુષ પ્રગટ થયા અને પાંચમું કારણ છે યજ્ઞપુરુષે વશિષ્ઠને આશીર્વાદ આપ્યા કે તારું કામ સફળ થશે. બાલકાંડમાંથી લીધેલી આ ત્રણ પંક્તિઓ તથા આ કથાનું નામ કરણ કહીને બાપુએ પ્રવાહી,પવિત્ર અને પરોપકારી પરંપરા ગ્રંથ પરિચય-માહત્મ્યની વાત કહી કે આ ગ્રંથમાં સાત સોપાન,એને કાંડ તરીકે નામ આપવામાં આવ્યું.રામચરિત માનસના દરેક કાંડમાં ભગવાન રામનું એક વિશેષ વિહારી રૂપનું દર્શન કરાવતા કહ્યું કે:બાલકાંડમાં એ અજિરવિહારી છે. અયોધ્યાકાંડમાં ચિત્રકૂટ વિહારી,અરણ્યકાંડમાં આશ્રમ વિહારી,કિષ્કિંધાકાંડના રામ વ્રતવિહારી છે, સુંદરકાંડમાં હનુમંત વિહારી,લંકાકાંડમાં યુદ્ધવિહારી અને ઉત્તરકાંડમાં રામ અવધવિહારી છે.

પ્રથમ સોપાન બાલકાંડ અને એના મંગલાચરણમાં સંસ્કૃત શ્લોકથી શરૂઆત કરતા એ પણ જણાવ્યું કે દરેક નગરમાં પાઠશાળા,ભોજનશાળા,ગૌશાળા, વ્યાયામ શાળા અને ધર્મશાળા હોવી જોઈએ.આ લખીસરાઈ નહીં પણ લક્કીસરાય-ખૂબ જ નસીબદાર શહેર છે.વિવિધ વંદનાઓ,ગુરવંદના બાદ હનુમંતવંદનાનું ગાન થયું.

++++++++++++++

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટનો સૌથી સ્લિમ સ્માર્ટફોન ગેલેક્સી M56 5G રજૂ

truthofbharat

જિંદાલ વર્લ્ડવાઈડ લિ. મજબૂત Financial Result વચ્ચે 4:1 બોનસ શેર ઇશ્યૂની જાહેરાત કરી

truthofbharat

સેમસંગ દ્વારા સ્માર્ટથિંગ્સ પાવર્ડ ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ રજૂ કરાયું: ઈન્ટેલિજન્ટ, ઓટોમેશન, સુધારિત ઊર્જા કાર્યક્ષમતા અને આરામદાયક નિદ્રા વાતાવરણ પ્રદાન કરે છે

truthofbharat