Truth of Bharat
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે તેના રેસિડેન્ટ બચત ખાતા ધારકો માટે ‘ઉજ્જીવન રિવોર્ડ્ઝ’ લોન્ચ કર્યું

બેંગાલુરુ ૧૨ જૂન ૨૦૨૫: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે (ઉજ્જીવન એસએફબી) આજે ​​ઉજ્જીવન રિવોર્ડ્ઝના લોન્ચિંગની જાહેરાત કરી છે, જે એક મલ્ટિ-ટિયર સિસ્ટમ છે જેની ડિઝાઈન ગ્રાહકોને તેમના વિવિધ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ બદલ રિવોર્ડ આપવા માટે બનાવાઈ છે. આ કાર્યક્રમ થકી, ઉજ્જીવન એસએફબીનો ઉદ્દેશ આકર્ષક અને વ્યક્તિગત લાભો પ્રદાન કરીને ગ્રાહક જોડાણ અને અનુભૂતિને વધુ ગાઢ બનાવવાનો છે. ઉજ્જીવન એસએફબીએ AdvantageClub.ai સાથે ભાગીદારી સાધી છે, જે ઉજ્જીવન એસએફબી ગ્રાહકોને લોયલ્ટી સોલ્યુશન્સ પૂરા પાડવા પોતાના નવતર અભિગમ માટે જાણીતી સંસ્થા છે.

ઉજ્જીવન રિવોર્ડ્ઝ પ્રોગ્રામ, પોતાના ગ્રાહકોને ખાતું ખોલાવવા, રિકરિંગ ડિપોઝિટ, બિલ પેમેન્ટ્સ, ડિજિટલ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન અને POS, ઈ-કોમર્સ, UPI, NEFT, IMPS અને RTGS જેવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ જેવી વ્યાપક શ્રેણીની પ્રવૃત્તિઓહાથ ધરીને પોઈન્ટ કમાવવા સક્ષમ બનાવતો એક પરિપૂર્ણ અહેસાસ પૂરો પાડે છે. ગ્રાહકો લાઈફલ્ટાઈલ, શોપિંગ, ટ્રાવેલ અને મનોરંજન શ્રેણીઓમાં રોમાંચકારી વાઉચર્સ માટે આ પોઈન્ટ રિડીમ કરી શકે છે. અહીં મેળવેલા પોઈન્ટ બે વર્ષ માટે માન્ય રહેશે, જેનાથી ગ્રાહકોને અર્થપૂર્ણ રિવોર્ડ માટે પોઈન્ટ્સ એકત્રિત અને રિડીમ કરવા માટે પૂરતો સમય મળશે. રિવોર્ડની યોગ્યતા માટે ખર્ચની લઘુતમ ટોચમર્યાદા અને UPI ટ્રાન્ઝેક્શન્સ પર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરવા જેવી સુવિધાઓ સામેલ કરીને, ઉજ્જીવન રિવોર્ડ્ઝને તેના ગ્રાહકોની બેંકિંગ જરૂરિયાતો અને વર્તણૂકોને અનુરૂપ બનાવવામાં આવ્યું છે.

આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા, TASC અને TPPના રિટેલ લાયેબિલિટીઝના વડા શ્રી હિતેન્દ્ર ઝાએ કહ્યું હતું કે,:”ઉજ્જીવન રિવોર્ડ્ઝ અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય અને અનુભૂતિ પહોંચાડવાની અમારી સફરમાંનું એક મહત્વપૂર્ણ કદમ છે. આ પ્રોગ્રામ થકી ગ્રાહક અને અમારી બ્રાન્ડ વચ્ચે મજબૂત ભાવનાત્મક જોડાણ રચાય છે, અને તે માટે તેમના સમર્થનને આંખમાથે રાખીને તેની પ્રશંસા કરીએ છીએ. આ પ્રોગ્રામ દ્વારા, અમે અમારી ગ્રાહક પસંદગીઓમાંથી મૂલ્યવાન અભિપ્રાય પ્રાપ્ત કરીને બેંકમાં ડિજિટલ અને નાણાકીય સમ્મિલિતતાને આગળ ધપાવવાના અમારા પ્રયાસોને વેગવાન બનાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ”.

ઉજ્જીવન રિવોર્ડ્ઝ આ ઉદ્યોગમાં એક પારદર્શક અને ગ્રાહક-પ્રથમ પ્રોગ્રામ તરીકે ઉભરી આવે છે. આ પહેલ મજબૂત CASA આધાર બનાવવા અને અસરકારક તેમજ અસરકારક તથા વ્યક્તિગત જોડાણ દ્વારા લાંબા ગાળાની ગ્રાહક વફાદારીની માવજત કરવા પરઉજ્જીવનSFBના વ્યૂહાત્મક ધ્યાનને વધુ મજબૂત બનાવે છે.

Related posts

ક્લાસિક લીજેન્ડસે ખરીદદારો માટે તહેવારોના સપના સાકાર કરવાનું શક્ય બનાવવા માટે કહ્યું, ‘રાઇડ નાઉ, પે ઈન 2026!’

truthofbharat

નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

truthofbharat

ધુરંધર નું ધમાકેદાર ફર્સ્ટ લુક રિલીઝ થયું! ફિલ્મ 5 ડિસેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે

truthofbharat