“શક્તિ સંધ્યા”ના બીજા દિવસે ખેલૈયાઓ મા ના ગરબા રમી ભક્તિના તાલે મગ્ન
હેપી હોસ્ટ પ્રિયંક દેસાઈએ પોતાના મોર્ડન શબ્દો થકી ખેલૈયાઓના દિલ જીત્યા
નવરાત્રીનો રંગ હવે સંપુર્ણ જામી ગયો છે. ગરબા પ્રેમીઓ મોટી સંખ્યામાં પોતાના સ્નેહીજનો સાથે ગરબા ગ્રાઉન્ડમાં વહેલા વહેલા ગરબે ઝુમવા પહોંચી રહ્યાં છે. ત્યારે ખેલૈયાઓના માનીતા થઈ રહેલા ગરબા એવા “શક્તિ સંધ્યા”ના બીજા દિવસે ખેલૈયાઓ મા અંબાની ભક્તિ સાથે ગરબે રમી ધૂમ મચાવી રહ્યાં છે. જાણીતા સિંગર એવા દિવ્યા ચૌધરીના પ્રાચીન ગરબા સાથે દેશી ઢોલના તાલે ગવાતા ગામઠી ગરબાએ “શક્તિ સંધ્યા”માં દિવ્ય માહોલ ઉભો કર્યો હતો. દરરોજ 10 હજારથી પણ વધારે ખેલૈયાઓ “શક્તિ સંધ્યા”ના ગરબા રમવા પહોંચી રહ્યાં છે. મનમોહક ડિઝાઈન વાળા સુંદર ડેકોરેશન સાથે આધ્યાત્મિક વાતાવરણમાં તૈયાર કરાયેલા “શક્તિ સંધ્યા”ના ગરબા હાલ ખેલૈયાઓને આકર્ષી રહ્યાં છે. સાથે ટેલેન્ટેડ કલાકારો પોતાની સંપુર્ણ એનર્જી સાથે વૈવીધ્યપુર્ણ અને અવનવા ગરબા ખેલૈયાઓને પીરસી રહ્યાં છે. પાર્કિંગની સુંદર સુવીધા સાથે વિશાળ ગરબા ગ્રાઉન્ડમાં ગરબાના મધુર તાલે મગ્ન થવા માંગતા ખેલૈયાઓ માટે “શક્તિ સંધ્યા” એક ફેવરિટ સ્થળ બની ગયુ છે.
જે લોકો કપડામાં ફ્યુઝન કરે છે, તેમ હું મારી વાતોમાં પણ ફ્યુઝન કરું છું : હેપી હોસ્ટ પ્રિયંક દેસાઈ
“શક્તિ સંધ્યા” ગરબામાં ગુજરાતના જાણીતા એન્કર એવા “હેપી હોસ્ટ” એવા પ્રિયંક દેસાઈએ પોતાના શબ્દો દ્વારા ખેલૈયાઓને વાચા આપી હતી. તેમણે પોતાના શબ્દો થકી નવરાત્રીમાં ખેલૈયાઓને ગુજરાતી ભાષાના મહત્વ સાથે મોર્ડન અને તળપદા શબ્દો પીરસીને યુવા હૈયાઓના પણ મનમોહી લીધા હતા. હેપી હોસ્ટ પ્રિયંકે “શક્તિ સંધ્યા”ના ગરબા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, “શક્તિ સંધ્યા”માં જે “શક્તિ” શબ્દ છે તેને હું રિપ્રેસન્ટ કરું છું. તેમણે કહ્યું કે, હું ગરબાની વાતો સાથે મોર્ડન ટચ પણ આપી રહ્યો છું. “શક્તિ સંધ્યા” ખાતે 10 હજારથી પણ વધારે ગરબે ઝુમતા ખેલૈયાઓને જોઈને એક અલગ જ ઉર્જા આવી જતી હોય છે, અને આ માહોલ પતે જ નહી તેવું જ થયા કરે છે. “હેપી હોસ્ટ” પ્રિયંક દેસાઈએ કહ્યું કે, હું “શક્તિ સંધ્યા”ની અંદર હું મોર્ડન અને માયથોને હું બ્લેન્ડ કરી રહ્યો છું. ઉપરાંત સોશિયલ મીડિયાને સંબંધો સાથે સેટિંગ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે, હું ભાષાને એ માટે મોર્ડન ટચ આપી રહ્યો છું કે, કારણ કે, યુવા હૈયા “GENZ” છે. અને તેઓ આપણા કલ્ચરને પણ નવી ભાષા આપી રહ્યાં છે. જે રીતે લોકો જીન્સ પર ગામઠી કપડા પહેરીને ફ્યુઝન કરે છે તેવી જ રીતે હું મારી વાતોમાં મોર્ડન ટચ આપીને ફ્યુઝન કરી રહ્યો છું. “શક્તિ સંધ્યામાં” જે પણ ખેલૈયાઓ પોતાના ગ્રુપ સાથે અથવા સુંદર વસ્ત્રો પહેરીને આવતા હોય છે તેમને હું મારા શબ્દો થકી પ્રોત્સાહન પણ પુરુ પાડુ છુ. અને ખેલૈયાઓને શાઉટ આઉટ પણ કરુ છું. હેપી હોસ્ટે જણાવ્યું કે, બ્રેક પડવા પહેલા હું કલ્ચરને કોન્સર્ટમાં પરિવર્તીત કરવાનો પ્રયત્ન કરતો હોવ છું. નવલા નોરતાની પ્રથમ રાતે 2 વાગ્યે સુધી પણ ખેલૈયાઓ ગરબે ઝુમતા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, “શક્તિ સંધ્યા”ના સ્પોન્સર્સ, સમગ્ર ટીમ, દિવ્યા બહેન ચૌધરી અને હેલ્પીંગ હેન્ડના પ્રણેતા એવા પ્રતીકભાઈ અમીનનો મને ખૂબજ સપોર્ટ મળ્યો છે.
