Truth of Bharat
અવેરનેસગુજરાતપર્યાવરણબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યા બાદ, Save Earth Mission એ અમદાવાદમાં ‘ગ્લોબલ વિઝન અનવીલિંગ’ કાર્યક્રમની જાહેરાત કરી

અમદાવાદ, ભારત | ૩૦ જૂન ૨૦૨૫ – “એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ માત્ર 1 કલાકમાં 5 લાખથી વધુ વૃક્ષો વાવીને Save Earth Mission એ આબોહવા પરિવર્તન સામે ઐતિહાસિક પગલું ભર્યું અને વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. આ વિશ્વ રેકોર્ડ-સર્જન કાર્યક્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ અને Forbes, Fox, Business Insider, તેમજ અન્ય મુખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા ચેનલો પ્રમુખતાથી આ ઘટનાની નોંધ લીધી. હવે, Save Earth Mission વૈશ્વિક સ્તરે પોતાની હાજરી નોંધાવવા જઈ રહ્યું છે. સંગઠને તેના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ Save Earth Mission Global Vision Unveiling ની સત્તાવાર જાહેરાત કરી છે. આ આયોજન Save Earth Mission ની વૈશ્વિક રણનીતિની શરૂઆતને ચિહ્નિત કરશે, જેનો ઉદ્દેશ્ય 2040 સુધીમાં 30 અબજ વૃક્ષો વાવવા અને પૃથ્વીને નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ લઈ જવાનો છે. આ ઐતિહાસિક કાર્યક્રમ 3 જુલાઈ 2025 ના રોજ સાંજે 6:00 વાગ્યે IST, પ્રતિષ્ઠિત GIFT City Club, અમદાવાદ ખાતે યોજાશે.આ વૈશ્વિક જાહેરાત Save Earth Mission ની યાત્રામાં એક મોટું અને નિર્ણાયક પગલું છે. એક એવું મંચ જ્યાં સંગઠન પોતાનો વિસ્તૃત રોડમેપ રજૂ કરશે અને આંતરરાષ્ટ્રીય ચેપ્ટર્સને એકજૂટ કરી આબોહવા સંરક્ષણના સામૂહિક લક્ષ્ય તરફ પ્રેરિત કરશે. કાર્યક્રમમાં Save Earth Mission ના વૈશ્વિક નેટવર્કમાંથી નેતાઓ, પ્રતિનિધિઓ અને સ્વયંસેવકો સામેલ થશે, જેઓ દેશવાર વૃક્ષારોપણ અભિયાનો, નવી ભાગીદારીઓ અને ઝડપી પુનઃવનીકરણના પ્રયાસોનો પાયો નાખશે.

કાર્યક્રમના સ્થળની પસંદગી એક વૈશ્વિક જાહેર મતદાન પ્રક્રિયા દ્વારા કરવામાં આવી, જેમાં અબુ ધાબી, દુબઈ, ગોવા, બેંગકોક અને અમદાવાદ જેવા શહેરોને વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. સૌથી વધુ મતો સાથે અમદાવાદની પસંદગી થઈ, જેણે ભારતને આ વૈશ્વિક આબોહવા ક્રાંતિના આગલા તબક્કાનું કેન્દ્ર બનાવ્યું.

Save Earth Mission ભારત ચેપ્ટરના અધ્યક્ષ સંદીપ ચૌધરીએ જણાવ્યું કે “આ ફક્ત ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ગર્વની ક્ષણ છે. લોકોએ પોતાનો અવાજ ઉઠાવ્યો અને અમદાવાદે વૈશ્વિક આબોહવા એકતાનું પ્રતીક બની નવો દાખલો સ્થાપ્યો છે. ગ્લોબલ વિઝન અનવીલિંગ કાર્યક્રમમાં હું Save Earth Mission નો વૈશ્વિક રોડમેપ રજૂ કરીશ, જેમાં આંતરરાષ્ટ્રીય વૃક્ષારોપણ અભિયાનો, સરહદપાર સહયોગ અને નાગરિકો, કોર્પોરેટ્સ તેમજ સરકારોને એકસાથે જોડી 2040 સુધીમાં 30 અબજ વૃક્ષો વાવવાના મિશનને પૂર્ણ કરવાની યોજના હશે.

”Save Earth Mission Global Vision Unveiling માં મુખ્ય ભાષણો, વ્યૂહાત્મક ભાગીદારીઓની જાહેરાતો, દેશવાર વૃક્ષારોપણ સંકલ્પો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, અને પૃથ્વીની પર્યાવરણીય વ્યવસ્થાઓને પુનઃ જીવિત કરવા માટે સંયુક્ત વૈશ્વિક જાહેરાત સામેલ હશે.

આ આયોજન આબોહવા પરિવર્તન સામેના વૈશ્વિક સંઘર્ષમાં એક નિર્ણાયક વળાંક સાબિત થશે. એક એવી ક્ષણ જ્યાં વચનોના સ્થાને વાસ્તવિક અમલીકરણ થશે અને સમગ્ર વિશ્વ એકસાથે મળીને હરિયાળી, સસ્ટેનેબલ પૃથ્વી તરફ નક્કર પગલાં ભરશે.

Related posts

એમેઝોન ફેનશે તેના Gen Z ઓનલાઇન સ્ટોરને ‘સર્વ’ તરીકે રિબ્રાન્ડ કર્યો

truthofbharat

ફિલ્મ ‘જીજા સાલા જીજા’માં દર્શકોને સાળા બનેવીના સંબંધોની ધમાલ કોમેડી જોવા મળશે

truthofbharat

ગાંધીનગર, ગુજરાતના યુવાનો રસ્તાના વર્તન બદલવામાં આગેવાની લઈ રહ્યા છે

truthofbharat