Truth of Bharat
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયા દ્વારા સેમસંગ વોલેટમાં પથદર્શક ફીચર્સ રજૂ કરાયાઃ ડિજિટલ પેમેન્ટ્સ અને યુપીઆઈ ઓનબોર્ડિંગની નવી વ્યાખ્યા

સેમસંગ વોલેટ દ્વારા યુપીઆઈ ઓનબોર્ડિંગ, પિન-મુક્ત ઓથેન્ટિકેશન અને વૈશ્વિક ટેપ એન્ડ પે ક્ષમતાઓને વધુ બહેતર બનાવાયાં  

ગુરુગ્રામ, ભારત | ૩૦મી ઓક્ટોબર ૨૦૨૫ – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ડિજિટલ કીઝ, પેમેન્ટ પદ્ધતિઓ, ઓળખપત્રો અને ઘણું બધું એક સંરક્ષિત એપ્લિકેશનમાં આયોજન કરવા માટે ગેલેક્સી ઉપભોક્તાઓને મદદરૂપ થવા વર્સેટાઈલ મંચ સેમસંગ વોલેટમાં મહત્ત્વપૂર્ણ ઈનોવેશન્સની ઘોષણા કરી છે. આ પથદર્શક ફીચર્સ લાખ્ખો ગેલેક્સી યુઝર્સ જે રીતે નવાં ડિવાઈસીસ સેટ-અપ કરે, ડિજિટલ રીતે પેમેન્ટ્સ મેનેજ કરે અને વ્યવહાર કરે તેમાં બદલાવ લાવવા માટે તૈયાર કરાયા છે. ડિવાઈસ સેટઅપના ભાગરૂપે ફોકેક્સ કાર્ડસ અને ઓનલાઈન કાર્ડ પેમેટ્સ સહિત આસાન યુપીઆઈ ઓનબોર્ડિંગ, પિન- મુક્ત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને બહેતર ટેપ એન્ડ પે સપોર્ટ સાથે સેમસંગ વોલેટે તમારા ડિજિટલ જીવન માટે સાર્વત્રિક અને સંરક્ષિત ગેટઅવે બનવાના તેના ધ્યેયને વધુ ગતિ આપી છે.

“અમે સેમસંગ વોલેટમાં આ પથદર્શક ઈનોવેશન્સ રજૂ કરવા માટે ભારે રોમાંચિત છીએ. નવી એપડેટ્સ સાથે સેમસંગ વોલેટ હવે ફક્ત ડિજિટલ વોલેટ રહ્યું નથી, પરંતુ તે ડિજિટલ પેમેન્ટ્સ, ટ્રાવેલ એસેન્શિયલ્સ, ઓળખપત્રો અને ડિજિટલ કીઝ માટે સાર્વત્રિક અને સંરક્ષિત ગેટઅવે બની ગયું છે. યુઝર્સ પે, ટ્રાન્ઝેક્ટ અને ટ્રાવેલ માટે તેમનું નવું ગેલેક્સી ડિવાઈસલ સેટઅપ જે રીતે કરે છે તેમાં અમે અવરોધો દૂર કરી રહ્યા છીએ અને સુવિધાની નવી વ્યાખ્યા કરી રહ્યા છીએ,’’ એમ સેમસંગ ઈન્ડિયાના સર્વિસીસ એન્ડ એપ્સ બિઝનેસના સિનિયર ડાયરેક્ટર મધુર ચતુર્વેદીએ જણાવ્યું હતું. 

નવા ડિવાઈસ સેટઅપ સાથે યુપીઆઈ ઓનબોર્ડિંગ બિલ્ટ-ઈન- ઝડપથી અપનાવવા માટે સૂત્રધાર

સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન્સ પર નવું ડિવાઈસ સેટઅપના ભાગરૂપે સેમસંગ વોલેટ થકી યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ)નું ઓનબોર્ડિંગ અભિમુખ બનાવવાની પ્રથમ ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ) છે. યુપીઆઈ રજિસ્ટ્રેશન સેટઅપ પ્રવાસમાં વહેલું જોડીને યુઝર્સ તેમના નવા ગેલેક્સી ડિવાઈસને પાવપ આપતાં જ પેમેન્ટ- સુસજ્જ બની શકે છે. આ ફ્રિક્શન- ફ્રી અનુભવ ગેલેક્સી ડિવાઈસીસ પર યુપીઆઈ ઝડપથી અને આસાનીથી અપનાવવાની ખાતરી રાખીને ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સને વધુ ગતિ આપે છે અને પે-રેડી માટે આઉટ-ઓફ-બોક્સમાંથી માર્ગ સરળ બનાવે છે. 

સેમસંગ વોલેટ, યુપીઆઈ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન- દરેક વખતે પિનની જરૂર નથી

સેમસંગ વોલેટનો ઓથેન્ટિકેશન અનુભવ બાયોમેટ્રિક વેરિફિકેશન- ડિવાઈસ ફિંગરપ્રિંટ અને ડિજિટલ રેકગ્નિશન રજૂ કરીને બહેતર બનાવાયો છે, જેથી રોજબરોજ ઉપયોગ માટે પિન એન્ટ્રીની જરૂર રહેતી નથી. યુઝર્સ ફક્ત તેમના ગેલેક્સી ડિવાઈસના ફિંગરપ્રિંટ અથવા ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરીને ટૂંક સમયમાં જ એપને એક્સેસ મેળવી શકે છે અને યુપીઆઈ પેમેન્ટ્સ કરી શકે છે. આ અપગ્રેડને કારણે એક્સેસ પ્રવાહરેખામાં આવવા સાથે સલામતી અને સુવિધા બહેતર બને છે, મેન્યુઅલ ઈનપુટ ઓછું થાય છે અન પેમેન્ટ પ્રવાહ દરમિયાન ફ્રિકશન ઓછું થાય છે. આ વધારાની ઓથેન્ટિકેશન સુવિધા સાથે સેમસંગ વોલેટ સંરક્ષિત પેમેન્ટ્સ તમારા ફોન અનલોક કરવા જેટલું આસાન બનાવે છે.

મુખ્ય મર્ચન્ટ્સ ખાતે ઓનલાઈન ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ્સ

સેમસંગ વોલેટ ટૂંક સમયમાં જ મુખ્ય મર્ચન્ટ્સના વ્યાપક વર્ગમાં સ્ટોર્ડ ક્રેડિટ અને ડેબિટ કાર્ડસના સીધા ઓનલાઈન ઉપયોગને ટેકો આપશે. યુઝર્સ તેમના સેમસંગ વોલેટમાં સુરક્ષિત ટોકનાઈઝ્ડ ક્રેડિટ અને ડેબિટ કાર્ડસનો ઉપયોગ કરીને ઓનલાઈન માલો અને સેવો માટે આસાનીથી ચુકવણી કરી શકે છે. તેમને કાર્ડની વિગતો માટે મેન્યુઅલી દબાવવાનું જરૂરી નથી, જેથી ચેકઆઉટ ઝડપી અને વધુ સંરક્ષિત બને છે. 

સેમસંગ વોલેટ ટેપ એન્ડ પે માટે ફોરેક્સ કાર્ડસ અને નવી ભાગીદારીઓ

સેમસંગ વોલેટ અગ્રણી બેન્કોનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડસ અને કાર્ડ જારીકર્તાઓને સપોર્ટ કરે છે તે ઉપરાંત ડિજિટલ પેમેન્ટ અનુભવ સીમાની પાર બહેતર બનાવાયો છે, કારણ કે સેમસંગ વોલેટ ડબ્લ્યુએસએફએક્સ ગ્લોબલ પે લિમિટેડ દ્વારા પાવર્ડ ટેપ એન્ડ પે માટે ફોરેક્સ કાર્ડસને સપોર્ટ કરીને ગેલેક્સી યુઝર્સને આસાન ટેપ સાથે આંતરરાષ્ટ્રીય વ્યવહારો આસાનીથી કરવા અભિમુખ બનાવે છે. ઉપરાંત સેમસંગે ટેપ એન્ડ પે માટે એયુ બેન્ક કાર્ડસ પણ જોડ્યાં છે, જેથી બેન્કિંગ ભાગીદારો અને સમર્થક કાર્ડ જારીકર્તાઓનું તેનું નેટવર્ક વધુ વિસ્તર્યું છે. 

સેમસંગ વોલેટ અને ઉપલબ્ધતા

સેમસંગ વોલેટ વર્સેટાઈલ મંચ છે, જે ગેલેક્સી યુઝર્સને ડિજિટલ કીઝ, પેમેન્ટ પદ્ધતિઓ, ઓળખપત્રો ફક્ત એક સંરક્ષિત એપ્લિકેશનમાં આયોજન કરવામાં મદદરૂપ થાય છે. સેમસંગ વોલેટમાં સેમસંગ નોક્સની ડિફેન્સ ગ્રેડ સલામતી દ્વારા સુરક્ષિત આસાન ઈન્ટરફેસ છે. તે ગેલેક્સી ઈકોસિસ્ટમને જોડીને તેમના રોજબરોજના જીવનમાં યુઝર્સ માટે શક્તિશાળી કનેક્ટિવિટી અને મજબૂત સલામતી પૂરી પાડે છે. નવા ફીચર્સ ટૂંક સમયમાં જ સપોર્ટેડ ગેલેક્સી ડિવાઈસમાં રજૂ કરાશે.

Related posts

રેમેડિયમ લાઇફકેર: અમારા અધિકારો સાથે ફાર્મા તરંગ પર સવારી કરો મુદ્દો!

truthofbharat

અખંડા 2: તાંડવમ બાલકૃષ્ણ અને બોયાપાટી શ્રીનુ ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર!

truthofbharat

ડ્રોપઓન સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ માટે LEAPS 2024 એવોર્ડથી સન્માનિત

truthofbharat