Truth of Bharat
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન

સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન અને આમિર મીર દ્વારા ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરાશે

ગુજરાત, અમદાવાદ | 21 સપ્ટેમ્બર 2025: સોમવારથી શરુ થનારા નવલા નોરતાની ખેલૈયાઓ કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. નવલા નોરતાની રાતે ગરબા અને માતાજીની ભક્તિ સાથે ગરબાપ્રેમીઓ માટે સબંધ સાચવવા તેમજ કેળવવાનો પણ એક ઉત્તમ પ્રસંગ છે. ત્યારે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષેરોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારાનવરાત્રિમાંસુપ્રસિદ્ધ કલાકાર ઓસ્માન અને આમિર મીરની જોડી દ્વારા ખેલૈયાઓને ગરબે ઝુમાવવાઆવશે. તા. 20 સપ્ટેમ્બર શનીવારના રોજ યોજવા જઈ રહેલા રોટરી ક્લબ ઓફ સુપ્રીમના ગરબા શહેરના નિર્વાણ પાર્ટી પ્લોટ, એસજી હાઇવે ખાતે યોજાવા જઈ રહ્યાં છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના શ્રી “નવનીત ગુલાટીએ” જણાવ્યું કે, આ ગરબા યોજવાનો મુખ્ય હેતુ ગરબામાંથી થતી ટીકીટની સેલ્સની આવકICU ઓન વ્હીલ્સને સમર્પિત કરવામાં આવશે.જે જરૂરિયાતમંદોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે છે. ખરીદેલ દરેક પાસ વ્હીલ્સ પર ICU સુવિધાઓ સ્થાપિત કરવામાં તેનો સીધો ફાળો આપે છે. જેમાં ક્રિટિકલ કેર માટે તે દર્દીઓ સુધી સમયસર પહોંચી શકે.

રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા સુપ્રીમ થનારા ગરબાની થીમ અંગે વાત કરીએ તો આ “સુપ્રીમ ગરબા રંગત એક હેતુ માટે પ્રસ્તુત થનારા ગરબા રહેશે. નવલા નોરતાની રાત્રે ગરબા પ્રેમીઓના હૃદયને સ્પર્શી જાય તેવા ગરબાઓ સાથે સુંદર ડેકોરેશન સાથે તમામ પ્રાથમિક સારવારની સુવીધાઓ કરવામાં આવી છે. સાથે ઉત્સાહી અમદાવાદીઓ દ્વારા જીવંત પોશાક પહેરીને પરંપરાગત ગરબા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. નવલા નોરતે અમે શ્રેષ્ઠ ગરબા કરી લોકોને મંત્રમુગ્ધ કરનારા તમામ કેટેગરીના ખેલૈયાઓને અમે તેમના પર્ફોર્મન્સ થકી પુરસ્કારો આપી કરી સન્માનિત પણ કરીશુ.તમને જણાવી દઈએ કે , રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવેલા આ ગરબા ઇવેન્ટની ટિકિટના વેચાણમાંથી થતી આવકનો ઉપયોગ અમે સામાજીક અને ઉમદા કાર્ય માટે કરવા જઈ રહ્યાં છીએ.

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: યુ મુમ્બા એ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી, દબંગ દિલ્હીના અજેય અભિયાન પર બ્રેક લગાવી

truthofbharat

‘રંગતાળી રાસ બાય શમંતા’– નવરાત્રિના રંગતાળમાં અમદાવાદ ઝૂમી ઉઠ્યું

truthofbharat

‘’અસાધારણ ખલાસી બાદ, આદિત્ય ગઢવી આ તહેવારની સિઝનમાં કોક સ્ટુડીયો ભારતમાં મીઠા ખારા લાવી રહ્યા છે”

truthofbharat