ગુજરાત, અમદાવાદ | ૦૪ ડિસેમ્બર ૨૦૨૫ — ત્રણ દાયકાથી વધુના વારસા સાથે ઓમ લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈને ભારતની લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન ક્ષિતિજમાં પરિવર્તન લાવવા માટે આગેવાન તરીકે પોતાને સ્થાપિત કરી છે. 1991માં આરંભથી કંપનીએ વિશ્વસનીય નાવીન્યતા અને ગ્રાહકલક્ષી લોજિસ્ટિક્સ સમાધાન પ્રદાન કરવા માટે નામના નિર્માણ કરી છે. સમર્પિત કાર્યબળ અને આધુનિક વેરહાઉસિંગ સુવિધાના ટેકા સાથે ઓમ લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈન આજે વેપાર વૃદ્ધિની ખાતરી રાખતા વ્યાપક, પરિપૂર્ણ લોજિસ્ટિક્સ સમાધાન પૂરા પાડીને મોટા ઉદ્યોગોથી મધ્યમ અને નાના સ્તરના વેપાર સુધી વ્યાપક પ્રમાણમાં ગ્રાહકોને સેવા આપે છે.
તેની એકધારી વૃદ્ધિના ભાગરૂપે ઓમ લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈને તાજેતરમાં 30 ટાટા એલપીટી 1921 ટ્રક્સ દ્વારા તેની ફ્લીટને વધુ વિસ્તારીને દેશમાં હાઈ વોલ્યુમ કન્સાઈનમેન્ટ્સનું વ્યવસ્થાપન કરવાની તેની ક્ષમતા બહેતર બનાવી છે. 1000 ટાટા ટ્રકો સંચાલનમાં હોઈ આ વિસ્તરણ કંપનીની રાષ્ટ્રવ્યાપી વિશ્વસનીય, આસાન, સમયબદ્ધ ડિલિવરી પૂરી પાડવા માટે ભારતના સૌથી વિશાળ ટ્રક ઉત્પાદકો સાથે દીર્ઘ સ્થાયી ભાગીદારી આલેખિત કરે છે.
આ જોડાણ પર બોલતાં ઓમ લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાઘવ સિંઘલે જણાવ્યું હતું કે, “અમારો ધ્યેય વેપાર સંચાલન આસાન બનાવવાનો અને અમારા ગ્રાહકોને કાર્યક્ષમ, વિશાળ સ્તરના લોજિસ્ટિક્સ સમાધાન સાથે સશક્ત બનાવવાનો છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સ સાથે અમારી ભાગીદારીએ અમારી અપેક્ષાઓને પાર કરે તેવાં વાહનો થકી અમારી વૃદ્ધિને ટેકો આપ્યો છે. ઝડપી શહેરીકરણ અને લોજિસ્ટિક્સને નવો આકાર આપતા ડિજિટલાઈઝેશન સાથે ટાટા એલપીટી 1921 ટ્રક્સ દાખલ કરાતાં સમયસર ડિલિવરી માટે વધતચી માગણીને પહોંચી વળવાની અન ઉત્તમ કાર્યક્ષમતા અને ઉચ્ચ સ્તર સાથે સપ્લાય ચેઈન સેવાઓ માટે વધતી માગણીને પહોંચી વળવાની અમારી ક્ષમતા મજબૂત બનાવી છે. ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સ સાથે મળીને અમે વધુ સ્થિતિસ્થાપક લોજિસ્ટિક્સ નેટવર્ક નિર્માણ કર્યું છે, જેણે ભારતની વૃદ્ધિની ગાથા પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છે.”
કાર્યક્ષમ ટર્બોટ્રોન 2.0 એન્જિન દ્વારા સંચાલિત, ટાટા LPT 1921 લાંબા અંતરની માલવાહક હિલચાલ માટે ડિઝાઇન કરવામાં આવી છે જેમાં ફ્યુઅલ મોનિટરિંગ સિસ્ટમ અને મલ્ટિમોડ ફ્યુઅલ ઇકોનોમી સ્વિચ જેવી સુવિધાઓ છે જે ડ્રાઇવર આરામમાં વધારો કરતી વખતે ઓપરેટિંગ ખર્ચ ઘટાડે છે. આ સુવિધાઓ તેને ઓમ લોજિસ્ટિક્સ સપ્લાય ચેઇન્સના સમય-સંવેદનશીલ અને ઉચ્ચ-વોલ્યુમ ડિલિવરી પોર્ટફોલિયોના વિસ્તરણ માટે યોગ્ય બનાવે છે.
આ વિસ્તરણ સાથે ઓમ લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈને ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સના વિશ્વસનીય ફ્લીટ સમાધાન સાથે તેની પ્રગતિશીલ વિચારધારા અને ગ્રાહક પ્રથમ અભિગમને જોડીને કંપનીએ સેવાનાં ધોરણોમાં વ્યાખ્યા કરવાનું અને આર્થિક વૃદ્ધિના ભારતના આગામી તબક્કાને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે.
==========
