Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

BNI પ્રોમિથિયસ ખાતે નવી લીડરશીપ ટીમે કાર્યભાર સંભાળ્યો

અમદાવાદ, ગુજરાત | ૩૦ માર્ચ ૨૦૨૬ — BNI પ્રોમિથિયસ, જે BNI અમદાવાદનું એક લીડીંગ ચેપ્ટર છે અને બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI)નો ભાગ છે, ખાતે એક નવી લીડરશીપ ટીમે કાર્યભાર સંભાળ્યો છે.

નિશિત ઠક્કરને BNI પ્રોમિથિયસના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ આઉટગોઇંગ પ્રેસિડેન્ટ ડૉ. શિલ્પા પારસરામપુરીયાના સ્થાને આવશે. શોયેબ સૈયદે જય શાહ પાસેથી વાઇસ- પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, જ્યારે રુચિર શાહ નવા સેક્રેટરી/ ખજાનચી તરીકે નિમાયા છે જેઓ ક્રુતાર્થ જરદોશના સ્થાને આવશે. નવી લીડરશીપ ટીમ છ મહિનાના ટર્મ માટે સેવા આપશે.

નિશિત ઠક્કરે પોતાની નિમણૂક અંગે જણાવ્યું હતું: “મને આ જવાબદારી સોંપવા બદલ હું તમામ સભ્યોનો આભાર માનું છું. અમારું મુખ્ય ધ્યાન ગ્રોથ અને કનેક્શનની ઉર્જાને ફરી પ્રજ્વલિત કરવાનો છે અને BNI પ્રોમિથિયસને એવી પ્લેસ બનાવવાનો છે જ્યાં મેમ્બર્સ નિષ્ઠાપૂર્વક સમન્વય સાધે, ઉદારતાથી વહેંચણી કરે અને સામૂહિક સફળતા માટે દિલથી સેવા આપે. અમે અગાઉની નેતૃત્વ ટીમોની સફળતા પર આગળ વધીને BNI પ્રોમિથિયસને વધુ ઊંચાઈઓ સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ.”

નવી નેતૃત્વ ટીમે આવતા છ મહિનાઓ માટે મહત્વપૂર્ણ લક્ષ્યો નક્કી કર્યા છે, જેમાં 3,700થી વધુ વન-ટુ-વન મીટિંગ્સ યોજવાની અને 3,100થી વધુ બિઝનેસ રેફરલ્સ જનરેટ કરવાની યોજના સામેલ છે. આ સમયગાળા દરમિયાન ચેપ્ટરએ રૂ. 50 કરોડથી વધુના ક્લોઝ્ડ બિઝનેસ હાંસલ કરવાનો પણ લક્ષ્ય રાખ્યો છે.

મેમ્બરશીપ વધારવી, નેટવર્કિંગ તકો સર્જવી, નોલેજ-શેરિંગને પ્રોત્સાહન આપવું અને બિઝનેસ ગ્રોથ ને સપોર્ટ કરવો— આ બધું નવી લીડરશીપ ટીમના મુખ્ય એજન્ડાનો ભાગ છે. ચેપ્ટરએ સામાજિક પહેલો હાથ ધરવાની પણ યોજના બનાવી છે, જેમાં દરેક સભ્યના જન્મદિવસે એક બાળકના એક મહિનાના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની પહેલનો સમાવેશ થાય છે.

આવતા છ મહિનાઓ દરમિયાન યોજાનારી એક્ટિવિટિસમાં મેગા વિઝિટર ડે, ચેરિટી ઇવેન્ટ, સુફી નાઈટ, બ્લડ ડોનેશન કેમ્પ અને આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવનો સમાવેશ થાય છે.

12 વર્ષથી વધુ જૂનું BNI પ્રોમિથિયસ આ રિજનના ટોચના BNI ચેપ્ટર્સમાંનું એક છે અને અત્યાર સુધીમાં રૂ. 600 કરોડથી વધુના બિઝનેસને સુગમ બનાવ્યો છે. આવનારા વર્ષોમાં આ આંકડો નોંધપાત્ર રીતે વધારવાની તેની તૈયારી છે. તેના સભ્યો વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં એન્જિનિયરિંગ, ટ્રાવેલ, એડવર્ટાઈઝિંગ, કન્સ્ટ્રક્શન, ફાઇનાન્શિયલ સર્વિસિસ, રિટેલ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, રિયલ એસ્ટેટ અને ફૂડ એન્ડ બેવરેજનો સમાવેશ થાય છે.

 

Related posts

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

truthofbharat

મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા મુસ્લિમ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવાની પહેલ કરી

truthofbharat

એમેઝોન ફેશન અને બ્યુટી AI સાથે સ્પ્રિંગ સ્ટાઈલની શોધને સીમલેસ બનાવે છે

truthofbharat

Leave a Comment