Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ | ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ — છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ નાના મોટા અકસ્માતો સર્જાયા હતા જેમાં અનેક લોકોના મોત નિપજયા છે. જામનગરના ગુલાબનગરનું દંપતિ ધ્રોલ નજીક અકસ્માતનો ભોગ બનતાં એક વ્યક્તિનું મોત થયું હતું. એ ઉપરાંત મોરબીમાં મનોજ માંજી નામના યુવકના બાઈકને અકસ્માત નડયો હતો અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં પોરબંદર જિલ્લામાં એક વ્રુધ્ધ પોતાનું વાહન લઇને વનાણા ગામ જતા હતા ત્યારે અકસ્માતમાં તેમણે પોતાનાં પ્રાણ ગુમાવ્યા હતા.

અન્ય એક બનાવમાં તળાજા તાલુકાના રામપરા ગામના આર્મી મેન નાજાભાઈનું પણ બાઈક અકસ્માતમાં મોત થયું હતું. તેમના પરિવારજનોને રુપિયા ૨૫,૦૦૦ ની સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુએ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ અન્ય જેમનાં જેમનાં મોત નિપજયા છે તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. રામકથાના વિવિધ શ્રોતાઓ દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

બીએનઆઈ અમદાવાદનું સિમ્પોઝિયમ 2025 સિસિલિયન ગાલા નાઇટ અને સ્ટાર-સ્ટડેડ ફિનાલે સાથે ભવ્ય રીતે પૂર્ણ થયું

truthofbharat

રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 અને સ્ટર્લિંગ હોસ્પિટલ્સ દ્વારા પીંક પરેડમાં “સારીથોન અને વોકાથોન”નું આયોજન

truthofbharat

સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ દ્વારા ગવર્નમેન્ટ પોલીટેક્નિક કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ ખાતે ‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ શરૂ કરાયું

truthofbharat