Truth of Bharat
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જયપુરથી નાગપુર સુધી, સેમસંગ સોલ્વ ફોર ટુમોરો રાષ્ટ્રને પ્રોબ્લેમ- સોલ્વર્સનું રાષ્ટ્ર પ્રજ્જવલિત કરે છે

  • જયપુર, નાગપુર, અમદાવાદ અને ભોપાલમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ રોડશો અને ઓપન હાઉસમાં હાજરી આપી.
  • 30 જૂન, 2025 સેમસંગ સોલ્વ ફોર ટુમોરો માટે અરજી કરવાની છેલ્લી તારીખ

ગુરુગ્રમ, ભારત, 16 જૂન, 2025: જયપુરના નાના સનલિટ ક્લાસરૂમ્સથી લઈન નાગપુરના ધમધમતા લેક્ચર હોલ્સ સુધી કેમ્પસોમાં એક જ શક્તિશાળી પ્રશ્નનો પડઘો પડ્યોઃ ‘‘ભારત માટે તમે કયા પ્રોબ્લેમને સોલ્વ કરવા માગો છો?’’

આ પ્રશ્ન સેમસંગ સોલ્વ ફોર ટુમોરાના હાર્દમાં રહેલો છે, જે રાષ્ટ્રીય ઈનોવેશન ચેલેન્જ વિદ્યાર્થીઓને ચેન્જમેકર્સમાં છે અને કેમ્પસો ભવિષ્યના લોન્ચપેડ્સમાં પરિવર્તિત કરી રહી છે.

29 એપ્રિલે ધામધૂમ સાથે લોન્ચ પછી ડિઝાઈન થિન્કિંગ વર્કશોપ અને કોલેજ ઓપન હાઉસીસે દેશભરમાં ઘેલું લગાવ્યું છે, જે મુખ્ય મેટ્રો સાથે ઈશાનના સ્વર્ણિમ અંતરિયાળ ભાગોમાં પણ પહોંચી છે.

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 ટોચની ચાર વિજેતા ટીમોને હેન્ડ્સ-ઓન પ્રોટોટાઈપિંગ, ઈન્વેસ્ટર કનેક્ટ્સ અને સેમસંગ લીડર્સ તથા આઈઆઈટી દિલ્હી ફેકલ્ટી પાસેથી એક્સપર્ટ મેન્ટરશિપ સાથે તેમના પ્રોજેક્ટ્સના ઈન્ક્યુબેશનને ટેકો આપવા માટે રૂ. 1 કરોડ પૂરા પાડશે.

જયપુરની નીરજા મોદી સ્કૂલમાં 1000થી વધુ વિદ્યાર્થીઓએ તેમના વિચારો, મહત્ત્વાકાંક્ષાઓ અને સપનાંઓથી ઓડિટોરિયમ ભરી દીધું હતું. તેમની સાથે નમન લાખાણીએ પાઠ્યપુસ્તકોની પાર પોતે વિચાર કરતો હોવાનું મહેસૂસ કર્યું હતું:

‘‘હું હંમેશાં અસલ દુનિયાની સમસ્યા ઉકેલવા માટે કશુંક નિર્માણ કરવા માગતો હતો. સેમસંગ સોલ્વ ફોર ટુમોરોએ મને દર્શાવી દીધું કે કોઈક અમને ખરેખર સાંભળવા માગે છે અને તે વિચારોની બાબતમાં ખરેખર મદદરૂપ થવા માગે છે.’’

અન્ય વિદ્યાર્થિની અંશિકા ગુપ્તાએ ઉમેર્યું કે, ‘‘તે ચમકારા જેવું મહેસૂસ થયું. આ પ્રોગ્રામ ફક્ત ઈનોવેશન નહીં પણ ઈન્ક્લુઝન બાબતનો છે. તેણે મને એવું મહેસૂસ કરાવ્યું છે કે હું શાળામાં હોવા છતાં ભારતનું ભવિષ્ય નિર્માણ કરવામાં યોગદાન આપી શકું છું.’’

આ પ્રવાસ જયપુરમાં મહારાજા સવાઈ ભવાની સિંહ સ્કૂલમાં પણ ચાલુ રહ્યો હતો, જ્યાં હાજર 850 વિદ્યાર્થીમાંથી એક ઈશાન શર્માનું પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયું:

‘‘મને ભાન થયું કે મારે પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે ગ્રેજ્યુએટ થવા સુધી અથવા પુખ્ત બનું ત્યાં સુધી વાટ નહીં જોવી જોઈએ. જો આપણી પાસે હમણાં આઈડિયા હોય તો સેમસંગ સોલ્વ ફોર ટુમોરો તે સાંભળવા માગે છે. તે સશક્તિકરણ છે.’’

નાગપુરમાં રામદેવબાબા યુનિવર્સિટીના સ્વર્ણિમ સમુદાય ખુલ્લા મન અને ખુલ્લી નોટબુકો સાથે કેમ્પેઈનને આવકારી હતી. હાજર 640 સહભાગીઓમાં માન્યાએ જાહેર આરોગ્ય માટે એઆઈ- પ્રેરિત સમાધાન નિર્માણ કરવાનું તેનું સપનું જણાવ્યું:

‘‘એક મંચ અમારી પાસે આવ્યું, અમારા કેમ્પસમાં, અમારા શહેરમાં આવ્યું અને કહ્યું, ચાલો, કાંઈક મહત્ત્વપૂર્ણ નિર્માણ કરીએ. આ ફક્ત સ્પર્ધા નથી, પરંતુ આ લોન્ચપેડ પણ છે.’’

વર્ચ્યુઅલી પણ ગતિ રોકાઈ નહીં. અમદાવાદમાં શાંતિ બિઝનેસ સ્કૂલે સૌથી વિશાળ ઓનલાઈન સેમસંગ સોલ્વ ફોર ટુમોરો ઓપ હાઉસમાંથી એકનું આયોજન કર્યું હતું, જેમાં 1700થી વધુ વિદ્યાર્થી જોડાયા હતા. તેમાં સ્વચ્છ ઊર્જાથી એક્સેસિબિલિટી ટેક સુધી ચર્ચા થઈ હતી.

ચેટમાં એક વિદ્યાર્થીએ જણાવ્યું, ‘‘તે ક્રિયેટર્સનો રાષ્ટ્રીય ક્લાસરૂમ હોય તેવું મહેસૂસ થયું. અમે માઈલો દૂર હતા, પરંતુ અમારા વિચારોએ અમને જોડ્યા હતા.’’

ભોપાલમાં ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ઓઆઈએસટી) વાર્તાલાપને ગ્રાઉન્ડ ઝીરો પર લાવી, જેમાં વિદ્યાર્થીઓ ટેકનો કઈ રીતે ઉપયોગ કરી શકે ત્યાંથી સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા સુધીનો સમાવેશ થતો હતો. 290 વિદ્યાર્થીઓની હાજરી સાથે ઈવેન્ટમાં શાંત, પરંતુ નિશ્ચિત ઊર્જા હતી.

એક વિદ્યાર્થીએ કહ્યું, ‘‘અમે સપનાં જોવા માગીએ છીએ, જે સાથે તે નિર્માણ પણ કરવા માગીએ છીએ. સેમસંગ સોલ્વ ફોર ટુમોરો અમને બ્લુપ્રિંટ આપે છે.’’

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો ભારતભરમાં રજૂ કરવામાં આવ્યું, જે એક બાબત સ્પષ્ટ કરે છેઃ ઈનોવેશન લેબ્સ કે મોટાં શહેરો પૂરતું સીમિત નથી. તે પ્રશ્ન ધરાવતા અને ઉત્તરો શોધવાનું સાહસ ધરાવતા દરેક વિદ્યાર્થી માટે છે.

આથી જો તમે અસલ સમસ્યાનો ઉકેલ લાવે તેવો આઈડિયા ધરાવતા વિદ્યાર્થી હોય તો આ તમારે માટે ઉત્તમ તક છે. હમણાં જ સેમસંગ સોલ્વ ફોર ટુમોરો માટે અરજી કરો. તમારો ક્લાસરૂમ આ પ્રવાસમાં તમારો આગામી સ્ટોપ હોઈ શકે છે. અને તમારો આઈડિયા? તે બધું જ બદલી શકે છે.

Samsung Newsroom India: https://news.samsung.com/in/from-jaipur-to-nagpur-samsung-solve-for-tomorrow-ignites-a-nation-of-problem-solvers

Related posts

નાણાકીય વર્ષ 25માં ડિજિટલ પેમેન્ટ વોલ્યુમમાં 35% વૃદ્ધિ, જે મહિલાઓ, જેન ઝી અને મિલેનિયલ્સ દ્વારા પ્રેરિત

truthofbharat

શૂન્ય વગર, ખાલી થયા વગર પ્રેમમાર્ગની યાત્રા સંભવ નથી

truthofbharat

NJ વેલ્થ એન્ડ અને ધ નેકસ્ટ જનરેશન: કેવી રીતે અયાન ઉપાધ્યાય એક મ્યુચ્યુઅલ ફંડ વિતરકના રૂપમાં રોકાણના ભવિષ્યને આકાર આપી રહ્યા છે

truthofbharat