Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આઈએસસીસીએમના અમદાવાદના ચેરમેન તરીકે ડો.મેહુલ સોલંકી, સેક્રેટરી તરીકે ડો.અમરીશ પટેલ એ કાર્યભાર સંભાળ્યો

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન (આઈએસસીસીએમ), અમદાવાદ બ્રાન્ચએ ચાલુ વર્ષ માટે તેના નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે અને ક્રિટિકલ કેરના ક્ષેત્રમાં જાગૃતિ વધારવાની તેની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે.

આઈએસસીસીએમ અમદાવાદના ચેરમેન તરીકે ડૉ. મેહુલ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડૉ. અમરીશ પટેલ સેક્રેટરી અને ડૉ. અમિત પ્રજાપતિ ટ્રેઝરર તરીકેનો કાર્યભાર સંભાળશે. આ વર્ષ માટેના કમિટીના સભ્યોમાં ડૉ. વિવેક દવે, ડૉ. દિવ્યાંગ દલવાડી, ડૉ. બ્રિજેશ પટેલ, ડૉ. માનસી દંડનાયક, ડૉ. રિતેશ પટેલ, ડૉ. સૌમિલ સંઘવી, ડૉ. મિનેશ પટેલ અને ડૉ. નિરવ વિસાવડિયાનો સમાવેશ થાય છે.

અમદાવાદ આઈએસસીસીએમના સેક્રેટરી ડૉ. અમરીશ પટેલે જણાવ્યું હતું કે, આગામી 2 વર્ષના કાર્યકાળ દરમિયાન આઈએસસીસીએમ અમદાવાદના સેક્રેટરી તરીકે, મારું વિઝન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં ક્રિટિકલ કેર વિશે જ્ઞાન ફેલાવવાનું છે. જેમાં શાળાઓમાં બાળકો માટે સીપીઆર પ્રવૃત્તિઓ, બગીચાઓમાં ટોક શો દ્વારા વરિષ્ઠ નાગરિકોને ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ્સની ભૂમિકા વિશે શિક્ષિત કરવા અને મેડિકલ કોલેજોમાં સીએમઇ પ્રોગ્રામ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડોક્ટરો માટે વેલ્થ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓ અને ‘સ્ટે ફિટ, બી હેલ્ધી’ સ્પર્ધાનું પણ આયોજન કરવાની યોજના છે.

વર્ષ 2006માં સ્થપાયેલ આઈએસસીસીએમ અમદાવાદ, મેડિકલના વિદ્યાર્થીઓ, પ્રેક્ટિસ કરતા ડોકટરો અને સામાન્ય જનતા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં સક્રિયપણે જોડાયેલું છે. આ પરંપરાને જાળવી રાખતા, બ્રાન્ચ દ્વારા આ વર્ષનો પહેલો મંથલી કંટીન્યુઈંગ મેડિકલ એજ્યુકેશન (CME) સેશન યોજવામાં આવ્યો હતો.

આ સત્રમાં 50 થી વધુ ડોકટરોએ ભાગ લીધો હતો, જેમાં ક્રિટિકલ કેર મેડિસિનમાં તેમના યોગદાન બદલ વરિષ્ઠ વ્યાવસાયિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સી.એમ.ઈ.ના સત્રમાં ડૉ. વરુણ પટેલે “આઈસીયુના દર્દીઓ માટે નેબ્યુલાઇઝેશન થેરાપી” પર એક જ્ઞાનવર્ધક વક્તવ્ય પણ આપ્યું હતું, જે દર્દીના સ્વાસ્થ્ય સુધારવા માટે એક મહત્વપૂર્ણ વિષય છે.

Related posts

ઇલેક્રામા 2025માં 20 સ્ટાર્ટઅપ્સ વચ્ચેની પ્રતિસ્પર્ધામાં એઆઈ, ઑટોમેશન અને સસ્ટેનેબિલિટીનો દબદબો જોવા મળ્યો

truthofbharat

મોરારી બાપુએ ચિત્રકૂટથી અયોધ્યા વાયા લંકા ઐતિહાસિક રામ યાત્રાનો શુભારંભ કર્યો

truthofbharat

ડિફેન્ડર ઓક્ટા બ્લેક: ધ ટફ લક્ઝરી 4X4 રોક સ્ટાર

truthofbharat