ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રિ હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈપણ દિવસ ચુકવામાંગતા નથી. ત્યારે લોકોના દિલોમાં રાજ કરતા લોકગાયિકા એવા દિવ્યા ચૌધરીના ગરબા “શક્તિ સંધ્યા સિઝન 3“નું પણ આગમન થઈ ચુક્યું છે. ત્યારે નવલાનોરતાની પ્રથમ રાતે ગાયિકા દિવ્યા ચૌધરીના સુર દ્વારા ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા હતા. “શક્તિ સંધ્યા” દ્વારા કરાયેલ સુંદર આયોજનથી ખેલૈયાઓ અહી મોડી રાત સુધી ગરબે ઝુમતા જોવા મળ્યા હતા.