ભારત | 24મી ઓક્ટોબર 2025: ઓલ્ડ દુબઇમાં કલ્ચરલ ફૂડ ટૂરને લોનલી પ્લેનેટની 2026 માટેની “બેસ્ટ ઇન ટ્રાવેલ” યાદીમાં વિશ્વના ટોચના અનુભવોમાંના એક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે, જે દુબઈની વિવિધ અને અનોખી રાંધણ-કળા પર વિશેષ પ્રકાશ પાડે છે.
દુબઈ એક એવું શહેર છે જે તેના વારસા અને પરંપરાઓ પર આધારિત છે. આ શહેર લગભગ 200 રાષ્ટ્રીયતાઓના સ્વાદોથી પ્રભાવિત છે, અને દરેક બજેટ અને પસંદગી અનુસાર વિવિધ રાંધણ અનુભવોનું ઘર છે. દુબઈના સૌથી જૂના વિસ્તારો, જેમ કે બુર દુબઈ અને દેરા, જે ઐતિહાસિક દુબઈ ક્રિકના કિનારે આવેલા છે, ત્યાંના રેસ્ટોરન્ટ્સ સ્થાનિક સામગ્રી, સ્વાદ અને પ્રામાણિકતાને પ્રાધાન્ય આપે છે. આ જ કારણ છે કે અહીંનો ફૂડ ટૂર સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ, બંને માટે એક અનિવાર્ય અનુભવ બની ગયો છે.
દુબઈનો આ અનુભવ, જે લોનલી પ્લેનેટના નિષ્ણાત યોગદાનકર્તાઓની પેનલ દ્વારા પુરસ્કૃત છે, તે 2026 માટેના 50 અનિવાર્ય વિકલ્પોમાંથી એક છે, જેમાં 25 સ્થળો અને 25 અનુભવોનો સમાવેશ થાય છે. અગાઉ, દુબઈને લોનલી પ્લેનેટની બેસ્ટ ઇન ટ્રાવેલ 2020ની સૂચિમાં મુસાફરી કરવા માટેના વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાંનું એક નામ આપવામાં આવ્યું હતું, અને આ વર્ષની માન્યતા એ દર્શાવે છે કે દુબઈના કોઈ ચોક્કસ ક્ષેત્રને પ્રથમ વખત અલગથી ઓળખ આપવામાં આવી છે.
દુબઈ કોર્પોરેશન ફોર ટુરિઝમ એન્ડ કોમર્સ માર્કેટિંગ (વિઝિટ દુબઈ) ના સીઈઓ, ઇસ્સામ કાઝીમ, જે દુબઈના અર્થતંત્ર અને પર્યટન વિભાગ (DET) નો એક ભાગ છે, તેમણે કહ્યું, “દુબઈને વૈશ્વિક સાંસ્કૃતિક કેન્દ્ર અને રાંધણ રાજધાની તરીકે સ્થાપિત કરવા પર ભાર મૂકતા, આ માન્યતા શહેરના સમૃદ્ધ વારસો અને જીવંત રાંધણ-સંસ્કૃતિનો પુરાવો છે. વિશ્વના સૌથી વિશ્વસનીય ટ્રાવેલ ગાઈડ્સમાંના એક, લોનલી પ્લેનેટની આ સ્વીકૃતિ, દુબઈને વિશ્વનું સર્વશ્રેષ્ઠ શહેર બનાવવાનું અમારું નિરંતર ઉદ્દેશ્ય છે, જ્યાં લોકો મુલાકાત લેવા, રહેવા અને કામ કરવા આવે. દુબઈના રાંધણ દ્રશ્યની આ ઉજવણી ખાસ કરીને ઉદ્યોગ નિષ્ણાતોની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અને તેમના પ્રયાસોને પ્રકાશિત કરે છે, જેમનો હેતુ પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓ બંનેને અનોખા અનુભવો પ્રદાન કરવાનો છે. જેમ જેમ અમે અમારી વૈશ્વિક અપીલને વધુ વધારીએ છીએ, ખાસ કરીને એવા લોકો માટે જેઓ પ્રમાણિક સાંસ્કૃતિક અનુભવની શોધમાં છે, આ એક એવો ક્ષેત્ર છે જેને અમે આગળ વિકસાવવા માટે સંપૂર્ણપણે સમર્પિત છીએ.”
લોનલી પ્લેનેટના વાઇસ પ્રેસિડેન્ટ, ટોમ હોલએ જણાવ્યું હતું કે, “અમારી ‘બેસ્ટ ઇન ટ્રાવેલ 2026’ યાદી એવા ટોચના અનુભવોને ઉજાગર કરે છે જે પ્રવાસીઓ જ્યારે ઘરે પાછા ફરે છે, ત્યારે પણ લાંબા સમય સુધી તેમની સાથે રહે છે. જૂના દુબઈનો કલ્ચરલ ફૂડ ટૂર તેનું ઉત્તમ ઉદાહરણ છે. દુબઈના સૌથી જૂના મહોલ્લામાં ખાવા-પીવાની થીમ આધારિત વૉકિંગ ટૂર પર ફરવું દુબઈના ઐતિહાસિક પાસાંની માહિતી આપે છે અને અમારા લેખકના મતે તે ‘એક સમૃદ્ધ ફ્લેવરની પરત, જે શહેરની વૈવિધ્યપૂર્ણ પાક-સંસ્કૃતિને વ્યાખ્યાયિત કરે છે’ તેને ઉજાગર કરે છે. અમે હંમેશા વિશ્વના ટોચના સ્થળોમાં આશ્ચર્યજનક અને અધિકૃત અનુભવો પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ, અને તેમાં કોઈ શંકા નથી કે દુબઈ ક્રીકના કિનારે આવેલા ઐતિહાસિક મહોલ્લા અને સૂકોમાં ફરતા-ફરતા ખાવું, પીવું અને એક્સપ્લોર કરવું એ તેનો આદર્શ માર્ગ છે.”
ખાણીપીણીના શોખીનો એક સર્ટિફાઇડ ગાઇડ સાથે ઓર્ગેનાઇઝ્ડ ટૂરનો વિકલ્પ પસંદ કરે, અથવા પોતાનો ઇટિનરરી બનાવવાનું પસંદ કરે, આ અનુભવ માત્ર પાકકલાના ખજાનાથી ભરપૂર નથી, પણ દુબઈના સાંસ્કૃતિક કેન્દ્રના હૃદયની પણ યાત્રા કરાવે છે. બુર દુબઈ અને દેરા બંનેમાં હાજર રેસ્ટોરન્ટ્સનો સમાવેશ કરીને, અહીં જૂના દુબઈમાં કલ્ચરલ ફૂડ ટૂર માટે કેટલીક શ્રેષ્ઠ ખાણી-પીણીની જગ્યાઓની પસંદગી રજૂ કરવામાં આવેલી છે.
બુરદુબઈમાં ક્યાં જમવું
બુરદુબઈદુબઈના સૌથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક જિલ્લાઓમાંથી એક છે. તેમાં અલફાહિદી ઐતિહાસિક મહોલ્લાનો સમાવેશ થાય છે, જ્યાં પરંપરાગત સ્થાપત્ય અને સંગ્રહાલયો જોવા મળે છે, અને શેખ મોહમ્મદ બિન રાશિદઅલમકતુમકલ્ચરલઅન્ડરસ્ટેન્ડિંગ સેન્ટર (SMCCU) છે, જે સાંસ્કૃતિક અનુભવ માટે જાણીતું છે. બુરદુબઈ, દુબઈહિસ્ટોરિકલડિસ્ટ્રિક્ટનો ભાગ છે, જે એક વિકાસ પરિયોજના છે જેનો હેતુ અમીરાતના સમૃદ્ધ ઇતિહાસને સાચવવાનો અને મુલાકાતીઓ માટે સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાનો છે.
- અલખૈમાહેરિટેજરેસ્ટોરન્ટ– અલખૈમાહેરિટેજરેસ્ટોરન્ટ જે એક રેસ્ટોરન્ટ અને મ્યુઝિયમ બંને છે, તે અલફાહીદી ઐતિહાસિક પડોશમાંશહેરની સમૃદ્ધ રાંધણ પરંપરાને દર્શાવે છે અને તેને મિશેલિનબિબગોર્મેન્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.રેસ્ટોરન્ટમાં એવી વાનગીઓ પીરસવામાં આવે છે જેમાં ખાસ કરીને એમિરાતી સ્વાદ અને રસોઈની શૈલીઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે.જરૂરથીટ્રાય કરવા યોગ્ય વાનગી:લેમ્બમછબૂસ – એમિરાતીમછબૂસ મસાલામાં મેરીનેટ કરેલું બકરીનું માંસ અને કેસરવાળા ભાત.
- અલ ઉસ્તાદ સ્પેશિયલ કબાબ : દુબઈના સૌથી જૂના રેસ્ટોરન્ટ્સમાંનું એક, અલ ઉસ્તાદ સ્પેશિયલ કબાબ, અલફાહીદી ઐતિહાસિક પડોશની નજીક, તેના અધિકૃત ફારસી વ્યંજનો અને ભરપૂર ભાગો માટે પ્રખ્યાત છે. અહીં મુલાકાતીઓ વાજબી કિંમતો અને અદ્ભુતસ્વાદનો આનંદ લઈ શકે છે. ટ્રાય કરવા જેવા વ્યંજનો: કબાબ ખાસ – દહીંમાંમેરીનેટ કરેલું વિશેષ કબાબ ચિકન અથવા મટન, જેને બાર્બેક્યુ કરવામાં આવ્યું હોય.
- અરબમાં આવેલું ટી હાઉસ : 1997 થી અરેબિયન ટી હાઉસ પરંપરાગત એમીરાતી અને અરબી વાનગીઓ પીરસે છે, જ્યાં ડાઇનર્સ પરંપરાગત વાનગીઓ સાથે અનેક પ્રકારની ચા અને પીણાંનો આનંદ લઈ શકે છે. અલફાહિદીના ઐતિહાસિક પડોશમાં આવેલી આ આકર્ષક અને આરામદાયકજગ્યાનુંસેટિંગ જૂના અરબ ઘરની યાદ અપાવે છે. આ સ્થળ માત્ર ભોજનનું સ્થળ નથી, પરંતુ અમીરાતનીમુલાકાતે આવતા લોકો માટે એક મહત્વપૂર્ણ આકર્ષણ પણ છે. ટ્રાય કરવા જેવા વ્યંજનો: બિરયાની દેય/લહમ – તાજા ચિકન અથવા બકરી, ચોખા અને સુગંધિત ગલ્ફ મસાલા સાથે રાંધવામાં આવે છે, જે દહીં સાથે પીરસવામાં આવે છે.
