Truth of Bharat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

ગુજરાત, અમદાવાદ 10 ફેબ્રુઆરી 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં હાજરી આપી હતી. મંદિરના નવનિર્માણ અને પુનઃ પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ૧૦૮ કુંડીનો યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરીને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેઓશ્રીએ આયોજકો અને યજ્ઞના યજમાનોને આ પ્રસંગની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ અવસરે ધારાસભ્ય શ્રી જીતુભાઇ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ સેવાઓના દાતાશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) ‘ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવી, લિથિયમ આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો

truthofbharat

ઉડ્ડયનમાં નવો યુગ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ઉંચી ઉડાનના માટે તૈયાર!

truthofbharat

કોકા-કોલા ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સ્થાનિક ઉદ્યોજકોને સશક્ત બનાવીને રિટેઈલ સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવાઈ

truthofbharat