રાષ્ટ્રીય | ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — અકાસા એરની ઓનબોર્ડ મીલ સર્વિસ ‘કાફે અકાસા’એ ખાસ રંગોના વાઇબ્રન્ટ તહેવારની ઉજવણી માટે તૈયાર કરવામાં આવેલા અને સ્વાદનો અનેરો આનંદ આપતા તેના હોળી સ્પેશિયલ ભોજનનું ચોથુંસંસ્કરણ રજૂ કર્યું છે. સમગ્ર ભારતમાં માણવામાં આવતી પરંપરાગત હોળીની સ્વાદિષ્ટ વાનગીઓથી પ્રેરિત, આ ખાસ ઓફરમાં દમ આલુ સાથે ક્લબ કચોરી પીરસવામાં આવે છે અને સાથેઠંડાઈ ગુજિયા અને પસંદગીનું પીણું પણ સામેલ છે. 1 માર્ચથી 31 માર્ચ2026 સુધીના મર્યાદિત સમયગાળા માટે ઉપલબ્ધ, હોળી સ્પેશિયલ ભોજન અકાસા એરની વેબસાઇટ, www.akasaair.comઅથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા અકાસા એર નેટવર્ક પર સરળતાથી પ્રી-બુક કરી શકાય છે.
હોળીને પરિભાષિત કરતી એકતા, આનંદ અને ઉજવણીની ભાવનાને સંયોજિત કરતું, આ ભોજન સ્વાદિષ્ટ અને મીઠા સ્વાદના વિચારશીલ મિશ્રણથી ઉત્સવનો પૂરેપૂરો આનંદ આપે છે. પરંપરાગત હોળીની મનપસંદ વાનગીઓમાંથી મેળવેલો, આ અનુભવ અકાસા એર દ્વારા મોસમી સ્પર્શ પ્રદાન કરવા માટે ધ્યાન આપવામાં આવતું હોવાનું દર્શાવે છે જેના કારણે મુસાફરી વધુ ઉન્નત બની જાય છે અને ઉડાન વધુ વ્યક્તિગત બની જાય છે.
અકાસા એર દ્વારાઓગસ્ટ 2022માં પોતાની કામગીરી શરૂ કર્યા પછી, કંપની વિવિધ ઉજવણીઓ સાથે સંકળાયેલી પ્રાદેશિક વિશેષતાઓને પ્રતિબિંબિત કરતા ખાસ ક્યુરેટેડ ભોજનના વિકલ્પો આપવા માટે પ્રતિબદ્ધ છે. મકરસંક્રાંતિથી લઈને વેલેન્ટાઇન ડે, હોળી, ઈદ, મધર્સ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ચોમાસાની ઋતુ, નવરોઝ, ઓણમ, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી, ચિલ્ડ્રન્સ ડે અને નાતાલ સુધીના દરેક પ્રસંગે, કાફે અકાસા દ્વારા નિરંતર ઉત્સવના ભોજન સાથે ઉડાનનો અનુભવ વધુ સારો બનાવવામાં આવે છે. જે મુસાફરો તેમના પ્રિયજનોના જન્મદિવસની ઉજવણી આકાશમાં કરવા માંગતા હોય તેમના માટે એરલાઇન દ્વારા તેમના નિયમિત મેનૂ પર કેકમાંઅગાઉથી કેક પસંદ કરવાની સુવિધા પણ પૂરી પાડે છે.
કાફે અકાસાના વારંવાર રિફ્રેશ કરવામાં આવતા મેનુમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન, નાસ્તા અને તાજગીભર્યા પીણાં સામેલ કરીને તેને વિચારપૂર્વક ક્યુરેટ કરવામાં આવે છે, જેથી તેમાં વિવિધ પ્રકારના ભોજન અને રસોઈની પસંદગીઓને સંતોષવા માટે તેમાં કંઈક તો હોય જ તેવી ખાતરી કરી શકાય. મેનુમાં ભોજનના45+ વિકલ્પો આપવામાં આવે છે, જેમાં ફ્યુઝન ભોજન, પ્રાદેશિક સ્વાદ સાથે એપેટાઇઝર્સ અને સ્વાદ-સમૃદ્ધ મીઠાઈઓનો સમાવેશ થાય છે.આ બધુ સમગ્ર ભારતના પ્રતિષ્ઠિત શેફ દ્વારાખાસ તૈયાર કરવામાં આવે છે.
