ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — તારીખ 28/12/25ના રોજ ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકલાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્રદ્વિવેદીજી અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી આલોક દ્વિવેદીજી ગુજરાત પ્રદેશના પ્રવાસે પધારવાના છે.
આ કાર્યક્રમ ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતીની ઓફિશિયલ વેબસાઇટ અને સોશિયલમીડિયા પ્લેટફોર્મના લોન્ચિંગ માટે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય તેમજ આખા ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી સમિતિના સભ્યો અને પદાધિકારીઓ ભાગ લેશે. અને સંપૂર્ણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશની કોર કમિટીની ટીમ દ્વારા યોજવામાં આવ્યો છે.
===============
