Truth of Bharat
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટનો “બદલાવ: ચેપ્ટર 1” દર્શકો માટે રહ્યો અવિસ્મરણીય અનુભવ

અમદાવાદ, ગુજરાત | ૧૨ જૂન ૨૦૨૬ | અમદાવાદ ખાતે 6 જૂનના રોજ શંકુસ ફાર્મ, એસ.જી. હાઇવે ખાતે યોજાયેલ “બદલાવ: ચેપ્ટર 1” એ ગુજરાતી લાઇવ મનોરંજન ક્ષેત્રમાં એક નવી દિશા અને નવો માપદંડ સ્થાપિત કર્યો હતો. લોકપ્રિય ગાયિકા ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ દ્વારા રજૂ કરાયેલ આ ભવ્ય સંગીતમય કાર્યક્રમને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

વર્લ્ડ-ક્લાસ પ્રોડક્શન, ઇમર્સિવ સ્ટોરીટેલિંગ અને અદ્યતન ટેક્નોલોજી સાથે રજૂ થયેલા આ કોન્સર્ટે ગુજરાતી સંગીતને વૈશ્વિક સ્તરની પ્રસ્તુતિ સાથે એક નવી ઓળખ આપી હતી. પરંપરાગત ગુજરાતી લોકસંગીતથી લઈને આધુનિક અને યુવા પેઢીને ગમે તેવા સંગીત સુધીના વિવિધ સંગીતમય રંગો એક જ મંચ પર રજૂ કરવામાં આવ્યા હતા, જેને હજારો દર્શકોએ ઉત્સાહભેર માણ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઈશાની દવેએ પોતાના સુપરહિટ ગીતો સાથે અનેક લોકપ્રિય ગુજરાતી ગીતોની પ્રસ્તુતિ આપી હતી, જેના પર સમગ્ર મેદાન સંગીતના તાલે ઝૂમી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરાયેલા વિઝ્યુઅલ્સ, લાઇવ ઇફેક્ટ્સ અને સંગીત સાથે સંકલિત લાઇટિંગે દર્શકોને સંપૂર્ણપણે એક ઇમર્સિવ અનુભવ આપ્યો હતો.

કોન્સર્ટની ખાસ હાઇલાઇટ્સમાં લગભગ 4,000 ચોરસ ફૂટ જેટલી વિશાળ એલઇડી સ્ક્રીન્સ, સ્ટેડિયમ-ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ, ભવ્ય લાઇટિંગ ડિઝાઇન, વિશાળ ટ્રસ સ્ટ્રક્ચર્સ, સ્મોક અને પાયરોટેકનિક ઇફેક્ટ્સ તેમજ સિનેમેટિક સ્ટેજ પ્રોડક્શનનો સમાવેશ થયો હતો. દરેક ગીત સાથે બદલાતી થીમ આધારિત વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને સ્ટોરીટેલિંગે કાર્યક્રમને માત્ર કોન્સર્ટ નહીં પરંતુ એક સાંસ્કૃતિક ઉત્સવમાં પરિવર્તિત કરી દીધો હતો.

કાર્યક્રમ દરમિયાન અનેક યાદગાર ક્ષણો સર્જાઈ હતી, જેમાં દર્શકો દ્વારા મોબાઇલ ફ્લેશલાઇટ સાથે સર્જાયેલ લાઇટ મોમેન્ટ, ઈશાની દવેની એનર્જેટિક લાઇવ પરફોર્મન્સ, ગુજરાતી લોકસંગીતને આધુનિક મ્યુઝિકલ એરેન્જમેન્ટ સાથે રજૂ કરાયેલી વિશેષ રજૂઆતો અને પ્રેક્ષકો સાથેનો જીવંત સંવાદ મુખ્ય આકર્ષણ રહ્યા હતા.

ઈશાની દવેએ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે, “બદલાવ માત્ર એક કોન્સર્ટ નહોતું, પરંતુ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને નવી પેઢી સુધી ગૌરવ સાથે પહોંચાડવાનો પ્રયાસ હતો. અમદાવાદના દર્શકોએ જે પ્રેમ અને ઉત્સાહ આપ્યો છે તે અમારા માટે અવિસ્મરણીય છે.”

લગભગ ચાર વર્ષના આયોજન, સર્જનાત્મક વિકાસ અને પ્રોડક્શન ડિઝાઇન બાદ તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટે ગુજરાતી લાઇવ મનોરંજન ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંગીત, સંસ્કૃતિ, ટેક્નોલોજી અને સ્ટોરીટેલિંગના અનોખા સમન્વય સાથે “બદલાવ: ચેપ્ટર 1” ગુજરાતી દર્શકો માટે એક યાદગાર અને ઐતિહાસિક અનુભવ સાબિત થયો હતો.

== સમાપ્ત ==

Related posts

જેસલમેર બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

રામને ભજતા ભજતા નિંદા અને પ્રશંસામાંથી બહાર નીકળજો- પૂજ્ય બાપુ

truthofbharat

એમેઝોન ઇન્ડિયા દ્વારા ટેક ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામનો પ્રારંભ; 1 લાખથી વધુ ક્રિએટરો હવે એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામનો હિસ્સો છે

truthofbharat

Leave a Comment