Truth of Bharat
ગુજરાતટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ixigo Trains અને ConfirmTkt એ ટ્રેનમાં ફૂડ ડિલિવરી માટે સ્વિગી સાથે ભાગીદારી કરી

મુસાફરો હવે 160+ સ્ટેશનો પર 40,000+ રેસ્ટોરન્ટમાંથી ફ્રેશ અને હાઈજેનીક ભોજન ઓર્ડર કરી શકે છે, જેમાં રિયલ-ટાઈમ ટ્રેકિંગ અને બર્થ સુધી ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ છે.

ગુરુગ્રામ, ભારત | ૦૮ એપ્રિલ ૨૦૨૬ — ભારતના અગ્રણી AI-આધારિત ટ્રેન ટિકિટિંગ પ્લેટફોર્મ્સ ixigo Trains અને ConfirmTkt એ તેમની ‘ફૂડ ઓન ટ્રેન’ સેવાને વધુ સશક્ત બનાવવા માટે ભારતના અગ્રણી ઓન-ડિમાન્ડ કન્વિનિયન્સ પ્લેટફોર્મ Swiggy (Swiggy Ltd, NSE: SWIGGY / BSE: 544285) સાથે ભાગીદારી કરી છે. ixigo અને ConfirmTkt એપમાં સ્વિગી ના રેસ્ટોરન્ટ નેટવર્કને જોડીને, આ સહકાર મુસાફરી દરમિયાન ભૂખની સમસ્યાનો યોગ્ય ઉકેલ આપે છે. આ સુવિધા દ્વારા ગ્રાહકોને એ જ પસંદગી, વિશ્વસનીયતા અને મૂલ્ય મળશે જેની અપેક્ષા તેઓ ઘરે બેઠા સ્વિગી દ્વારા ઓર્ડર કરતી વખતે રાખતા હોય છે.

આ સંકલન દ્વારા, મુસાફરોને હવે વિવિધ પ્રકારના ભોજન વિકલ્પો ઉપલબ્ધ થશે — લોકપ્રિય રાષ્ટ્રીય બ્રાન્ડ્સથી લઈને વિવિધ શહેરોના જાણીતા સ્થાનિક ફેવરિટ્સ સુધી. તેઓ પોતાના મનપસંદ ભોજન પસંદ કરી શકે છે અથવા મુસાફરી દરમિયાન માર્ગ પર મળતા પ્રાદેશિક ખાસ વાનગીઓનો પણ આનંદ લઈ શકે છે. આ સેવા ટ્રેન મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં મુસાફરો સરળતાથી પોતાના પસંદગીના ભોજન ઓર્ડર કરી શકે છે અને તે સીધા તેમની સીટ અથવા બર્થ સુધી પહોંચાડવામાં આવે છે.

આ ભાગીદારી દ્વારા, ટ્રેન મુસાફરો હવે ક્યુરેટેડ મેનુઝ બ્રાઉઝ કરી શકે છે અને ભારતના 160થી વધુ રેલવે સ્ટેશનો પર આવેલા 40,000થી વધુ વિશ્વસનીય રેસ્ટોરન્ટ પાર્ટનર્સમાંથી ફ્રેશ અને હાઈજેનીક ભોજન ઓર્ડર કરી શકે છે. તેઓ રિયલ-ટાઈમમાં પોતાના ઓર્ડરનું ટ્રેકિંગ પણ કરી શકે છે અને ભોજન સીધું તેમની ટ્રેનની સીટ પર મેળવી શકે છે. મુસાફરો ટ્રેન આગમનના 4 દિવસથી 30 મિનિટ પહેલાં સુધી ભોજન બુક પણ કરી શકે છે. ઉપરાંત, સ્વિગી ટ્રેનના ઓર્ડર પર બધા ભોજન માટે ‘ખાતરીપૂર્વક ડિલિવરી અથવા સંપૂર્ણ રિફંડ’ ઓફર કરી રહી છે.

ગ્રાહકો ‘ફૂડ ઓન ટ્રેન’ પર ઉપલબ્ધ સ્વિગી રેસ્ટોરન્ટ્સની યાદી જોવા માટે તેમની ixigo અથવા ConfirmTkt એપ અપડેટ કરી શકે છે. ઓર્ડર આપવા માટે, મુસાફરો ixigo Trains અથવા ConfirmTkt એપના હોમ પેજ પર

‘ફૂડ ઓન ટ્રેન’ વિકલ્પ પસંદ કરી શકે છે, તેમનો PNR નંબર દાખલ કરી અને ડિલિવરી સ્ટેશન પસંદ કરી શકે છે. ત્યારબાદ તેઓ સ્વિગીના વિવિધ રેસ્ટોરન્ટ પાર્ટનર્સમાંથી પસંદગી કરી, પેમેન્ટ પૂર્ણ કરીને પોતાના ઓર્ડરને લાઈવ ટ્રેક કરી શકે છે.

આ પાર્ટનરશીપ અંગે કોમેન્ટ કરતા, ixigo Trains & ConfirmTkt ના COO શ્રીપદ વૈદ્યએ જણાવ્યું હતું કે, “અમારું ફોકસ હંમેશા ટ્રેન મુસાફરીના દરેક પાસાને સરળ અને વધુ સુવિધાજનક બનાવવાપર રહ્યું છે. ભોજન એ અનુભવનો એક અભિન્ન ભાગ છે. સ્વિગી સાથે ભાગીદારી કરીને, અમે અમારી “ફૂડ ઓન ટ્રેન” ઓફરને વિસ્તૃત કરવા માટે સ્વિગીના મજબૂત રેસ્ટોરન્ટ નેટવર્ક અને ડિલિવરી કુશળતા સાથે ટ્રેન મુસાફરીની અમારી ઊંડી સમજને જોડી રહ્યા છીએ. આ સહયોગ અમને મુસાફરોની સીટ પર સીધા સમયસર અને સ્વચ્છ ભોજન પહોંચાડવાની ખાતરી કરતી વખતે વધુ પસંદગી, વિશ્વસનીયતા અને પારદર્શિતા પ્રદાન કરવા સક્ષમ બનાવે છે.”

સ્વિગીના ફૂડ સ્ટ્રેટેજી, કસ્ટમર એક્સપિરિયન્સ અને ન્યૂ ઇનિશિયેટિવ્સના વાઇસ પ્રેસિડેન્ટ દીપક માલુએ એમ પણ ઉમેર્યું કે, “ભારતની રેલ્વે દરરોજ 18 મિલિયનથી વધુ લાંબા અંતરના રિઝર્વ્ડ મુસાફરોને સેવા આપે છે, અને ભૂખ પ્લેટફોર્મ પર અટકતી નથી. ixigo ટ્રેન અને ConfirmTkt સાથેની અમારી ભાગીદારી સ્વિગીના વિશ્વસનીય રેસ્ટોરન્ટ નેટવર્કને સીધા રેલ મુસાફરી સુધી લાવે છે, જે 160+ સ્ટેશનોને આવરી લે છે. લાખો મુસાફરો માટે, આનો અર્થ એ છે કે તેઓ ઘરે અપેક્ષા રાખે છે તે જ ગુણવત્તા અને સુવિધા, હવે ટ્રેનમાં તેમને મળશે, ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન.”

IRCTC દ્વારા ઇ-કેટરિંગ શ્રેણી શરૂ કરવામાં આવી ત્યારથી ભારતની ઓન-ટ્રેન ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમ ઝડપથી વિસ્તરી છે, જે ટ્રેન મુસાફરી દરમિયાન સુવિધાજનક ફૂડ ડિલિવરીની વધતી માંગને દર્શાવે છે. સ્વિગીના ixigo ટ્રેન અને ConfirmTkt વચ્ચેની આ ભાગીદારીનો હેતુ રેલ મુસાફરો માટે રેસ્ટોરન્ટ ઍક્સેસ અને ડિલિવરીની સુવિધાને વિસ્તૃત કરીને આ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે.

સ્વિગીનો લેટેસ્ટ કન્ઝ્યુમર ડેટા દર્શાવે છે કે ટ્રેન મુસાફરી દરમિયાન ભોજન લેવાની રીતમાં મોટો બદલાવ આવી રહ્યો છે — સામાન્ય જરૂરિયાતથી આગળ વધીને હવે તે એક પસંદગીયુક્ત રસોઈ અનુભવ બની રહ્યો છે. આ સાથે કેટલીક મહત્વપૂર્ણ ટ્રેન્ડ્સ પણ સામે આવી છે. ‘’હેરિટેજ ફ્લેવર’નો વધારો જોવા મળી રહ્યો છે. જ્યાં બિરયાની હજુ પણ સૌથી લોકપ્રિય છે, ત્યાં હવે પ્રાદેશિક વાનગીઓ પ્રત્યે લોકોની રસ વધતી જાય છે. મુસાફરો હવે વિવિધ રાજ્યોમાં મુસાફરી કરતી વખતે વડા પાવ, અડાઈ, અપ્પમ અને લિટ્ટી ચોખા જેવી સ્થાનિક વાનગીઓ પસંદ કરી રહ્યા છે. એક હૃદયસ્પર્શી ટ્રેન્ડ તરીકે, લગભગ 14% ઓર્ડર હવે બિન-મુસાફરો દ્વારા કરવામાં આવે છે. ઘરે બેઠા પરિવારના સભ્યો સ્વિગી મારફતે તેમના પ્રિયજનો માટે ટ્રેનમાં તેમના આગામી સ્ટોપ પર તાજું અને ગરમ ભોજન પહોંચાડે છે. ટ્રેનમાં ગ્રુપ સાથે ભોજન લેવાની પ્રથા પણ વધી રહી છે. સ્વિગીએ પોતાની મજબૂત સિસ્ટમ દ્વારા 45 આઇટમ જેટલા મોટા ઓર્ડર પણ સરળતાથી પૂર્ણ કર્યા છે, જે મોટા પરિવાર અથવા મિત્રો/વિદ્યાર્થીઓના ગ્રુપ માટે ખાસ અનુકૂળ છે.

ixigoના મજબૂત રેલવે યુઝર બેઝ અને સ્વિગીના વિશાળ ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમને એકસાથે લાવી, આ ભાગીદારી ગ્રાહકોને વધુ વિવિધતા, વધુ વિશ્વસનીય સેવા અને વધુ સરળ ડિજિટલ અનુભવ પ્રદાન કરશે, જેના કારણે ભારતભરમાં ટ્રેન મુસાફરી વધુ સુવિધાજનક બનશે.

Related posts

અયોધ્યા ત્યાગની, ચિત્રકૂટ ત્યાગ અને વિહાર વિરાગની ભૂમિ, લંકા ભોગભૂમિ છે.

truthofbharat

ઉતરકાશી નજીક ભૂસ્ખલનમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

સ્ટાર એરે રૂપિયા 1499 થી શરૂ થતા ખાસ પ્રમોશનલ ભાડાની સાથે દીવને પોતાનું 25મું ડેસ્ટિનેશન બનાવ્યું

truthofbharat

Leave a Comment