Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઓપ્પો ઇન્ડિયાએ યુઝર કેન્દ્રિત ઇનોવેશન, પ્રીમિયમ રિટેઇલ સ્ટોર્સ અને સર્વિસ એક્સેલન્સ દ્વારા ગુજરાતમાં વૃદ્ધિને વેગ આપ્યો

અમદાવાદ, ગુજરાત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — ઓપ્પો ઇન્ડિયાની વૃદ્ધિ માટે ગુજરાત એક મહત્વપૂર્ણ માર્કેટ રહ્યું છે અને બ્રાન્ડે વર્ષ 2025માં લગભગ 10 ટકાની વૃદ્ધિ સાધી છે, જે પ્રદેશમાં ગ્રાહકોની મજબૂત માગ અને વધતી સુસંગતતા સૂચવે છે. આ વૃદ્ધિ પ્રદેશમાં યુવા અને ડિજિટલી જોડાયેલા ગ્રાહકોમાં અનુભવ-સંચાલિત સ્માર્ટફોનની વધતી લોકપ્રિયતા સાથે સુસંગત છે.

હાલમાં ઓપ્પો ભારતમાં ટોચની ત્રણ સ્માર્ટફોન બ્રાન્ડ્સ પૈકીની એક છે અને દેશમાં 100 મિલિયનથી વધુ યુઝર્સના મજબૂત આધાર સાથે 13.3 ટકા બજાર હિસ્સેદારી છે. કંપનીએ 40 સર્વિસ સેન્ટર્સ અને નોંધપાત્ર રિટેઇલ ટચપોઇન્ટના સહયોગથી ગુજરાતમાં મજબૂત ઓફલાઇન ઉપસ્થિતિ સ્થાપિત કરી છે.

વર્ષ 2026માં ઓપ્પો ગુજરાતમાં પ્રીમિયમ રિટેઇલ ટચપોઇન્ટ્સમાં તેની ઉપસ્થિતિના વિસ્તરણ તથા રાજ્યમાં 11 સ્થળો ઉપર તેના નવા સર્વિસ સેન્ટર 3.0 પ્રો નેટવર્કના વિસ્તરણની યોજના ધરાવે છે. આ પ્રયાસો પ્રદેશમાં યુઝર્સ માટે માલિકીનો સુવિધાજનક, વિશ્વસનીય અને પ્રીમિયમ અનુભવ ડિલિવર કરવા ઉપર કેન્દ્રિત છે.

ઇન્ડસ્ટ્રી રિપોર્ટ મૂજબ ભારતના સ્માર્ટફોન માર્કેટમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે તથા પ્રીમિયમ અને મીડ-પ્રીમિયમ સેગમેન્ટમાં બે-આંકડાની મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. ગુજરાતમાં ઓપ્પો તેના રેનો અને ફાઇન્ડ એક્સ સિરિઝ માટે જબરદસ્ત રૂચિ જોઇ રહ્યું છે. આ ઉપરાંત તેની એ, કે અને એફ સિરિઝની માગ પણ મજબૂત છે, જે ગ્રાહકોની ઉભરતી પસંદગી સાથે યોગ્ય તાલમેલ દર્શાવે છે.

આ ટ્રેન્ડ માત્ર મેટ્રો સુધી જ સીમિત નથી, પરંતુ ગુજરાત જેવાં ટેક-ફોરવર્ડ માર્કેટમાં પણ જોવા મળી રહ્યો છે, જ્યાં સ્માર્ટફોન કન્ટેન્ટ ક્રિએશન, કમ્યુનિકેશન, પેમેન્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ અને પ્રોડક્ટિવિટી સહિતના રોજિંદા જીવનના કાર્યો માટે આવશ્યક હિસ્સો બની ગયાં છે. તેનાથી એવાં ડિવાઇસની માગને વેગ મળી રહ્યો છે કે જે માત્ર પાવરફુલ જ નહીં, પરંતુ વિશ્વસનીય અને રિયલ-વર્લ્ડના વપરાશ માટે વિકસિત કરાયો હોય.

આ અંગે ઓપ્પો ઇન્ડિયાના કમ્યુનિકેશન હેડ ગોલ્ડી પટનાયકે જણાવ્યું હતું કે, ઓપ્પો માટે ગુજરાત હંમેશાથી પ્રમુખ માર્કેટ રહ્યું છે, જે વધુ મૂલ્ય-સંચાલિત અને અનુભવ-આધારિત સ્માર્ટફોન પ્રત્યે વધતો ઝુકાવ દર્શાવે છે. અમે દરેક સેગમેન્ટમાં મજબૂત માગ જોઇ રહ્યાં છીએ ત્યારે અમારી રેનો અને ફાઇન્ડ એક્સ9 સિરિઝ અહીંના યુવા યુઝર્સ વચ્ચે લોકપ્રિય છે. અમારા માટે ગુજરાત જેવાં માર્કેટ્સ ગ્રાહકોની આકાંક્ષાઓ અંગે નોંધપાત્ર જાણકારી પ્રદાન કરે છે, જે અમારી ટેક કુશળતામાં નોંધપાત્ર ઉમેરો કરે છે, ભલે તે મેડ-ફોર-ઇન્ડિયા કેમેરા સિસ્ટમ હોય, પોટ્રેટ એક્સેલન્સ હોય, એઆઇ અનુભવ હોય કે પછી કલર્સઓએસ હોય. અમે અહીં અમારી વધતી ઉપસ્થિતિ અને યુઝર્સન જરૂરિયાત અને અનુભવને અનુરૂપ પ્રોડક્ટ્સ રજૂ કરવા કટીબદ્ધ છીએ.

ઓપ્પોના પ્રોડક્ટ પોર્ટફોલિયો – એ, કે અને એફ સિરિઝથી લઇને રેનો અને ફાઇન્ડ એક્સ સિરિઝ વિવિધ કિમતે નિરંતર અને પ્રીમિયમ એક્સપિરિયન્સ ડિલિવર કરવા ડિઝાઇન કરાઇ છે, જે ભારતીય ગ્રાહકોની ઉભરતી અપેક્ષાઓ સાથે સુસંગત હોય. આ 200MP હેસલબ્લેડ ટેલિફોટો કેમેરા, એઆઇ અને કલરઓએસ દ્વારા સિસ્ટમ-લેવલ ઑપ્ટિમાઇઝેશન સાથે ઓપ્પોના LUMO ઇમેજ એન્જિન સાથે ઇમેજિંગમાં સતત નવીનતાઓ દ્વારા પૂરક છે.

બ્રાન્ડનું સર્વિસ નેટવર્ક સમગ્ર ભારતમાં 500થી વધુ શહેરોમાં 570થી વધુ સર્વિસ સેન્ટર્સ દ્વારા ફેલાયેલું છે, જે સુવિધા સુનિશ્ચિત કરે છે. ગુજરાતમાં ઓપ્પો અપગ્રેડ કરાયેલા સર્વિસ સેન્ટર 3.0 પ્રો નેટવર્ક સાથે સર્વિસ એક્સપિરિયન્સમાં વધારો કરી રહ્યું છે, જે વધુ ઝડપી ટર્નઅરાઉન્ડ, વધુ પારદર્શિતા અને પ્રીમિયમ માહોલ પૂરો પાડે છે. અમદાવાદમાં લગભગ 90 ટકા સર્વિસ કેસ એક કલાકમાં જ સંબોધિત કરાય છે, જેને ગુજરાતી સહિતની નવ ભાષાઓમાં ઉપલબ્ધ હેલ્પલાઇનનો સપોર્ટ છે.

ઓપ્પો ઇનોવેશન, એક્સેસિબિલિટી અને સર્વિસ એક્સલન્સને આગળ ધપાવી રહ્યું છે ત્યારે બ્રાન્ડ તેની વૃદ્ધિન સફરમાં ગુજરાત જેવાં માર્કેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં સમગ્ર ભારતમાં ગ્રાહકોને ઉત્તમ અનુભવ ડિલિવર કરવા ઉપર કેન્દ્રિત છે.

Related posts

ભારતનો સૌથી ઝડપી વેચાણ અહીં: ઇન્સ્ટામાર્ટનું ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટ 2025 હવે 50,000 થી વધુ ઉત્પાદનો પર 50-90%* ડિસ્કાઉન્ટ સાથે લાઇવ થયું

truthofbharat

ડાયાબિટીઝને નાથવાની સાથે તમારા હૃદયનું રક્ષણ કરવાની માર્ગદર્શિકા

truthofbharat

સેમસંગ દ્વારા નવી ડિઝાઈન અને મોન્સ્ટર પરફોર્મન્સ સાથે ભારતમાં ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G લોન્ચ કરાયા

truthofbharat

Leave a Comment