Truth of Bharat
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અભિષેક શાહની ફિલ્મ ‘ધબકારો’થી બોલિવૂડના જાણીતા બેનર ‘નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ’નું ગુજરાતી સિનેમામાં પદાર્પણ

ફિલ્મ ‘ધબકારો’ રિલીઝ થશે ગુજરાત સ્થાપના દિવસ ૧ મેના રોજ

અમદાવાદ, ગુજરાત | ૨૭ માર્ચ ૨૦૨૬ — ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પોતાના ભવ્ય 75 વર્ષ પૂર્ણ કરી રહેલા પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ બેનર હવે પ્રથમ વખત ગુજરાતી સિનેમામાં ડગ માંડવા જઈ રહ્યું છે. ‘ધ મુવિંગ મંચ’ અને ‘હરફનમૌલા ફિલ્મ્સ’ના સહયોગમાં બનેલી આ ગુજરાતી ફિલ્મ ‘ધબકારો’ ગુજરાત દિવસ એટલે કે ૧ મે, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.​

​આ ફિલ્મનું લેખન અને નિર્દેશન નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અભિષેક શાહ દ્વારા કરવામાં આવ્યું છે. અભિષેક શાહ અગાઉ ‘હેલ્લારો’ અને ‘ઉંબરો’ જેવી વિવેચકો દ્વારા વખણાયેલી અને વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મો આપી ચૂક્યા છે. ફિલ્મ ‘ધબકારો’માં મુખ્ય ભૂમિકામાં લોકપ્રિય અભિનેતાઓ દેવેન ભોજાણી અને આર્જવ ત્રિવેદી જોવા મળશે.​

​આ નવી શરૂઆત વિશે વાત કરતા ‘ધ મુવિંગ મંચ’ અને ‘હરફનમૌલા ફિલ્મ્સ’ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે:

​”અમે ‘ધબકારો’ પ્રેક્ષકો સમક્ષ લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ જેવા મોટા બેનરનો સાથ મળવાથી અમારા વિઝનને વધુ તાકાત મળી છે, જેના કારણે અમે આ વાર્તાને બહોળા વર્ગ સુધી પહોંચાડી શકીશું.”

​જાણીતા નિર્માતા સાજિદ નડિયાદવાલાનું પ્રોડક્શન હાઉસ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ બોલીવુડમાં ‘છિછોરે’, ‘હાઈવે’, ‘સુપર ૩૦’ અને ‘તમાશા’ જેવી અદભૂત ફિલ્મો આપવા માટે જાણીતું છે. અને હવે તેઓ મજબૂત ગુજરાતી વાર્તાઓ કહેવા કટિબદ્ધ છે.

અભિષેક શાહ જણાવ્યું કે 2026નો ગુજરાત સ્થાપના દિવસ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે પણ મહત્વનો બની રહેશે. હળવાશથી કહેવાયેલી આ લાગણીપ્રધાન ફિલ્મમાં ગુજરાતી પ્રેક્ષકોને ચોક્કસ પોતાનો ‘ધબકારો’ સંભળાશે.

Related posts

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા વિશિષ્ટ રૂપે મહિલાઓ માટે ડિઝાઇન કરેલ ભારતનો સૌપ્રથમ વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ‘HERizon કેર’ રજૂ કરવામાં આવ્યો

truthofbharat

તલગાજરડામાં સંતભંડારાનું આયોજન થયું

truthofbharat

શાંતિનો માર્ગ: ઇતિહાસનું સન્માન કરતી આધુનિક દાંડી કૂચ

truthofbharat