Truth of Bharat
એજ્યુકેશનગુજરાતમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

સાબરમતી યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ સંપન્ન: 467 વિદ્યાર્થીઓને પદવી અને 25 તેજસ્વીઓને ગોલ્ડ મેડલ એનાયત

આજના સ્પર્ધાત્મક યુગમાં સતત સ્કીલ અપગ્રેડેશન અને નવું શીખવાની વૃત્તિ જ તમારી સફળતા નક્કી કરશેઃ સની પટેલ, પ્રેસિડેન્ટ – સાબરમતી યુનિવર્સિટી

અમદાવાદ, ગુજરાત | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — ગુજરાતની પ્રથમ સ્ટેટ પ્રાઈવેટ ડ્યુઅલ મોડ યુનિવર્સિટી એવી સાબરમતી યુનિવર્સિટીએ શુક્રવારના રોજ પોતાના કેમ્પસમાં દ્વિતીય પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કર્યું હતું. આ પ્રસંગે કુલ 467 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી અને 25 વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્ય અતિથિઓ અને મહાનુભાવો: આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડૉ. ગૌરવ દહિયા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાતના પૂર્વ ડીજીપી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ફેકલ્ટી ડૉ. ટી. એસ. બિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવીણ કોટક હાજર રહ્યા હતા.

શૈક્ષણિક અહેવાલ અને પદવી વિતરણ: કાર્યક્રમની શરૂઆત પ્રોવોસ્ટ પ્રો. ડૉ. બી. એસ. પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ વાઈસ પ્રેસિડેન્ટ પ્રો. ડૉ. આશિષ ચતુર્વેદીએ યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં સંસ્થાની શૈક્ષણિક સિદ્ધિઓ, સંશોધન પહેલ અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

મુખ્ય અતિથિ તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્યા, જે સ્નાતક વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે ગૌરવની ક્ષણ બની રહી. કુલ 467માંથી 247 વિદ્યાર્થીઓને અન્ડરગ્રેજ્યુએટ ડિગ્રી, 167 વિદ્યાર્થીઓને પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી તથા 28 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી એનાયત કરવામાં આવી.

મુખ્ય અતિથિ ડૉ. ગૌરવ દહિયાએ વિદ્યાર્થીઓને સંબોધતા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં જવાબદારી અને સતત વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગેસ્ટ ઓફ ઓનર ડૉ. ટી. એસ. બિષ્ટે વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં નિષ્ઠા અને શિસ્ત જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.

સાબરમતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી સની પટેલે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, “તમારી પદવી એ શિક્ષણ પ્રવાસનો અંત નથી, પરંતુ એક નવા પ્રકરણની શરૂઆત છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સતત સ્કીલ અપગ્રેડેશન અને નવું શીખવાની વૃત્તિ જ તમારી સફળતા નક્કી કરશે.”

સાબરમતી યુનિવર્સિટીએ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, સંશોધન ક્ષેત્રે એક્સપોઝર અને સહ-અભ્યાસિક તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

Related posts

સત્વ સુકુને ચોથા ત્રિમાસિક ગાળામાં નફામાં 74.5% વૃદ્ધિ નોંધાવી, રૂ. 48 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ રજૂ કર્યો

truthofbharat

સેમસંગએ વધુ સ્માર્ટ, ઉર્જા કાર્યક્ષમ કૂલીંગ માટે મેડ-ઇન-ઇન્ડિયા WindFree™ કેસેટ AC લોન્ચ કર્યા

truthofbharat

ડ્રીમએ ભારતમાંF10 રોબોટ વેક્યુમલૉન્ચ કર્યું- 13,000 Pa સક્શન પાવર સાથે રૂ.21,999 માં

truthofbharat

Leave a Comment