Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વલસાડ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનેમોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: વલસાડ નજીક કપરાડા તાલુકાના કુંભઘાટ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.

અકસ્માતની બીજી ઘટના મહેસાણા જિલ્લાના ઉંઝા હાઈવે પર બની છે જેમાં રાજસ્થાનનો પરિવાર વિંખાઈ ગયો હતો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજયા છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી પૂજ્ય મોરારીબાપુએરુપિયા ૧૫,૦૦૦ લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે.

ત્રીજી ઘટનામાં કોડીનાર પંથકમાં આદપોકર ગામે કૂંડમાં ડૂબી જતાં માતા અને તેમના બે સંતાનોનાં મોત નિપજયા છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી પૂજ્ય મોરારીબાપુએરુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂ બાપુએ પ્રાર્થના કરી છે.

Related posts

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

truthofbharat

અવિનાશ તિવારી ટૂંક સમયમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી સાથે કામ કરી શકે છે, વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં એક મજબૂત પાત્ર ભજવશે

truthofbharat

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) એ SET અને SITEEE 2026 દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ ઓપન કરી

truthofbharat