Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગીતા અને રામાયણ આપણી મા છે એ ભૂલશો નહીં. – મોરારીબાપુ

બુદ્ધ પુરુષના રુપમાં ભરોસો પોતે જ અવતાર લઇને આવે છે.

આ જગતમાં અતિ કઠીન છે – આત્મ સમર્પણ!

નિયમ અંત સુધી ન નિભાવી શકો તો ચાલશે પણ વચન જીવનભર નિભાવજો.

—————————————

“માનસ કૃષ્ણ અવતાર” ના બીજા દિવસના કથા ગાનનાઆરંભે પૂજ્ય બાપુએ જણાવ્યું કે  ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને કૃષ્ણ અવતાર અંતર્ગત આવતા કૃષ્ણ ચરિત્રને મહા પ્રભુજીએદુધની ઉપમા આપી છે. આમ તો કૃષ્ણ લીલા અમૃત છે પરંતુ શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુનો અવતાર છે અને વિષ્ણુ ક્ષીર સાગરમાં રહે છે. તેમને દુધ પ્રિય છે તેથી મહાપ્રભુજી કૃષ્ણ-લીલાનેદુધ સાથે સરખાવે છે.

મૂળભૂત રીતે દુધ હંમેશા શુદ્ધ હોય છે. એટલે જ ભગવાનના અભિષેક માટેના પંચામૃતમાંદુધને સ્થાન અપાયું છે. કૃષ્ણ ચરિત્ર પણ પરમ શુદ્ધ છે. કૃષ્ણનું નામ, ધામ, લીલા અને ચરિત્ર – બધું જ પરમ શુદ્ધ છે.

જો કે કૃષ્ણ પર અનેક આક્ષેપો થયા છે, આરોપ લગાવાયા છે પરંતુ એ બધા કોઈ ભ્રમિત મનના ઉધામા છે. મૂળમાં તો કૃષ્ણ પરમ શુદ્ધ છે.

દુધનું બીજું લક્ષણ એની સ્નિગ્ધતા છે. કૃષ્ણ ચરિત્ર એટલું સ્નિગ્ધ છે કે એ વળગે પછી છોડે નહીં! દુધનું ત્રીજું લક્ષણ મધુરતા છે. કૃષ્ણ ચરિત્ર અતિ મધુર છે. દુધનું ચોથું લક્ષણ પૌષ્ટિકતા છે. દુધ જેમ આપણને પુષ્ટ કરે છે તેમ કૃષ્ણ ચરિત્ર પણ આપણને પુષ્ટ કરે છે.

માનસના આધારે બાપુએ આજે ચાર શબ્દો આપ્યા – અયોગ, યોગ, વિયોગ અને વિરહ. રામચરિતમાનસમાંવિભીષણ, હનુમાનજી અને શબરીને રામનો અયોગ છે. પછી રામનો યોગ થાય છે. એમને રામનો વિયોગ થયો નથી કે રામનાવિરહનેઅનુભવ્યો નથી.

વિયોગ અને વિરહ જુદા અર્થ ધરાવે છે. વિયોગમાં તમે ગાઇ શકો છો, વિરહમાં ગાઇ શકાતું નથી. ગોપીઓએકૃષ્ણનાવિયોગમાંગોપી ગીત ગાયું છે પણ પછી કૃષ્ણનો વિરહ થાય છે. ગાવાનું બંધ થાય છે અને રૂદન શરુ થાય છે. અર્જુનને કૃષ્ણનો વિયોગ થયો છે, જ્યારે ઉદ્ધવજી કૃષ્ણનો વિરહ અનુભવે છે.

દશરથને રામનો વિયોગ થાય છે તેથી તેમનું મૃત્યુ થાય છે. મા કૌશલ્યા, સુમિત્રા અને ભરતજીને રામનો વિરહ થયો છે. હનુમાનજીએરામનાવિરહનો અનુભવ નથી કર્યો પરંતુ ભરતજીને જોયા પછી વિરહની ભાવદશાને તેમણે ઓળખી છે. મા જાનકીને રામનો વિરહ થયો છે તેથી એક જ સ્થિતિમાં બેસીને રામ સ્મરણમાંડૂબ્યા છે.

ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ વિરહનું ઉદાહરણ છે. દ્વારકાધીશમાં સદેહે સમાઈજનારીમીરાંબાઈ વિરહી છે. ભગવાન વિઠ્ઠલનાસ્મરણમાંતુકારામ વિરહી છે.

બુદ્ધ પુરુષને રોગ થવાના  પાંચ કારણો બાપુએ આપ્યા. પહેલું કારણ- જે બુદ્ધ પુરુષેઆશ્રિતને અતિશય આનંદ અને રસથી ભરી દીધો હોય, એનું આશ્રિત કહ્યું ન કરે અને બુદ્ધ પુરુષના નામનો લાભ ઉઠાવે ત્યારે બુદ્ધ પુરુષના દેહ પર એની અસર થાય છે.

બીજું, લોક કલ્યાણ માટે જેણે પોતાના શરીરને ઘસી નાખ્યું હોય, એવા બુદ્ધ પુરુષના દેહ પર અમુક ઉમર પછી અસર વર્તાય છે.

ત્રીજું, જેના પર ગુરુએપુરેપુરો ભરોસો મૂક્યો હોય એવો આશ્રિત જ્યારે ગુરુના ભરોસાનો ભંગ કરે ત્યારે ગુરુના દેહ પર એની અસર થાય છે. ચોથું, બુદ્ધ પુરુષ કદી ઉગ્ર ન થાય પણ વ્યગ્ર જરૂર થાય. ચિત્તની વ્યગ્રતા એના શરીર પર અસર કરે છે. પાંચમું કારણ છે – દેહાતીત બુદ્ધ પુરુષ, કે જેણે દેહને આત્માથીભીન્ન કરી દીધો છે એનું શરીર અસ્વસ્થ બને છે.

દાદા ગુરુનું સ્મરણ કરતાં પૂજ્ય બાપુએ કહ્યું કે દાદાજી કહેતા કે ભગવત્ કથામાં ઓતપ્રોત થઇને આપણે જેનું શ્રવણ કરીએ, ગાન કરીએ, સ્મરણ કરીએ એ પાત્ર કોઈને કોઈ રૂપે આપણી આસપાસ ઘૂમે છે.

કથાના ક્રમમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ સિતારામજીનીવંદના કરતા એમને અભિન્ન ગણાવ્યા. મા જાનકી આપણી બુદ્ધિને નિર્મળ કરે છે પછી આપણે ભગવાન રામ પાસે પહોંચી શકીએ છીએ કારણ કે રામને છલ, છિદ્ર, કપટ ગમતા નથી.

રામનામનું મહિમા ગાન કરતા બાપુએ કહ્યું કે કળિયુગમાં આપણા જ્ઞાનમાં અભિમાન અને ભક્તિમાં દંભ આવી જાય છે એવા કાળમાં રામ નામનો અનેરો મહિમા છે. રામ કરતાં ય રામ નામનો મહિમા વિશેષ છે.

નામ મહારાજના મહિમા ગાન સાથે બાપુએ બીજા દિવસની કથાને વિરામ આપ્યો.

————————————-

 બોક્સ આઇટમ

———————

દાદા ગુરુનું સ્મરણ કરતાં પૂજ્ય બાપુએ કહ્યું કે દાદાજી કહેતા કે ભગવત્ કથામાં ઓતપ્રોત થઇને આપણે જેનું શ્રવણ કરીએ, ગાન કરીએ, સ્મરણ કરીએ એ પાત્ર કોઈને કોઈ રૂપે આપણી આસપાસ ઘૂમે છે.

બાપુએ આ સંદર્ભે કહ્યું કે આપણે કોઈ મંત્ર કે નામનો જપ કરીએ, એમાં આપણી રુચિ વધતી જણાય તો સમજવું કે એ મંત્ર કે નામ આપનાર ગુરુ આપણી આસપાસ ઉપસ્થિત છે.

—————————————-

 રત્ન કણિકા:

(૧) આ જગતમાં સૌથી મોટો વિરહી તો દ્વારકાધીશ છે. ભગવાન કૃષ્ણ પરમ વિરહી છે.

(૨) હું વ્યાસપીઠ પરથી કૈંકગાઉં અને થોડુંક એને (પ્રભુને) ગમી જાય તો આપણું ગાવું સાર્થક થઇ જાય.

(૩) યાજ્ઞવલ્ક્યજીએ જન્મ આપનારી માતા ઉપરાંત ગુરુ પત્ની, રાજ માતા, મહા રાણી, મોટાભાઇની પત્ની અને પત્નીની માતા(સાસુ)- એ સહુનેમાતાનો દરજ્જો આપ્યો છે.

(૪) આશ્રિતે ભરોસો ટકાવી રાખવો હોય તો બહુ લોક સંપર્ક ન રાખવો.

(૫) સ્મૃતિ અને સૂરતી એ વિયોગનું લક્ષણ છે, જેની સીધી અસર આંખ પર થાય છે.

(૬) કોઈ પણ ગાદી અધિકારની ઘોષણા કરે છે પરંતુ વ્યાસગાદી કે અન્ય ધર્મ પીઠ જવાબદારી સ્વીકારે છે.

(૭) રાજ સત્તા જવાબદારીના રૂપમાં આવવી જોઈએ. જો એ અધિકારના રૂપમાં આવે તો સંઘર્ષ શરુ થાય છે.

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡

Related posts

સેમસંગએ તહેવારની સિઝન માટે 4 કલાકમાં ઇન્સ્ટોલેશન અને ડેમો સર્વિસ શરૂ કરી

truthofbharat

ભગવાનશ્રી સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે કલોલ(જી.ગાંધીનગર) ની જનતા માટે પી.એસ.એમ હોસ્પિટલ ની ખાસ ભેટ

truthofbharat

ઓમ લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈન દ્વારા વિશ્વસનીય, સમયબદ્ધ ડિલિવરીઓની ખાતરી રાખવા માટે ટાટા મોટર્સ સાથે જોડાણ કર્યું

truthofbharat

Leave a Comment