ગુજરાત, અમદાવાદ | ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — ક્રીડા તંત્ર એકેડેમી દ્વારા તેના છ વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે 1 ફેબ્રુઆરીના રોજ પ્રથમ ‘લીડર્સ કોન્ક્લેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) ના સહયોગથી આયોજિત, આ કોન્ક્લેવમાં શિક્ષણ, આરોગ્ય, રમતગમત, સામાજિક પ્રભાવ અને એન્ટરપ્રિન્યોરશિપ ક્ષેત્રના અગ્રણીઓ અને નિષ્ણાતોને એકસાથે લાવવામાં આવ્યા હતા. તેઓએ “વિઝન 2030: ઉભરતા અમદાવાદમાં બાળકોની ઇકોસિસ્ટમનું ઘડતર” વિષય પર વિચાર-વિમર્શ કર્યો હતો.
અમદાવાદ શિક્ષણ, આરોગ્ય, રમતગમત અને ઇનોવેશન ના કેન્દ્ર તરીકે સતત વિકસી રહ્યું છે, ત્યારે આ કોન્ક્લેવ એ બાળકોને આગામી દાયકાની તકો અને પડકારો માટે તૈયાર કરવા માટે વિવિધ ક્ષેત્રો વચ્ચે સંવાદ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ફોરમમાં આ ક્ષેત્રમાં સક્રિયપણે કાર્યરત 40 જેટલા અગ્રણી મહાનુભાવોએ ભાગ લીધો હતો, જેમણે ભવિષ્ય માટે સજ્જ બાળ વિકાસ પર પોતાના મંતવ્યો અને આંતરદૃષ્ટિ રજૂ કરી હતી.
ક્રીડા તંત્ર એકેડેમીના સ્થાપક અને સીઈઓ ગજાનન પવારે જણાવ્યું હતું કે, “જેમ જેમ અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ તેના બાળકો પ્રત્યેની આપણી સામૂહિક જવાબદારી પણ વધી રહી છે. આ કોન્ક્લેવ વિવિધ ક્ષેત્રના અવાજોને એક મંચ પર લાવવાનો એક પ્રયાસ હતો, જેથી આપણે મંતવ્યોની આપ-લે કરી શકીએ, સહયોગ કરી શકીએ અને સામૂહિક રીતે કલ્પના કરી શકીએ કે કેવી રીતે આપણે આવનારી પેઢી માટે વધુ મજબૂત, સર્વસમાવેશી અને ભવિષ્યલક્ષી ઇકોસિસ્ટમ બનાવી શકીએ. આ એક સહિયારા વિઝન અને લાંબા ગાળાની અસર ઊભી કરવા તરફનું અમારું પ્રથમ પગલું હતું.”
આ કોન્ક્લેવમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રો. નિમિષ વસોયા, GUSEC ના પ્રોગ્રામ મેનેજર સંયમ છાજેડ અને રોયલ ટેક્નોસોફ્ટના સ્થાપક મિહિર મહેતા વચ્ચે પેનલ ચર્ચા યોજાઈ હતી. શ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટના કિંજલ શાહ એ આ સત્રનું સંચાલન કર્યું હતું અને ત્યારબાદ સહભાગીઓ સાથે ઇન્ટરેક્ટિવ ચર્ચા યોજાઈ હતી.
પેનલ ચર્ચા ઉપરાંત, આ ‘લીડર્સ કોન્ક્લેવ’માં બાળકોની ઇકોસિસ્ટમના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન લાવનારા ‘ચેન્જમેકર્સ’ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભવિષ્ય માટે સજ્જ પેઢીના ઘડતર માટે તેમના સતત યોગદાન, નવીનતા અને પ્રતિબદ્ધતા બદલ તેમને ‘લીડરશિપ એવોર્ડ્સ’ એનાયત કરવામાં આવ્યા હતા.
આ કોન્ક્લેવ GUSECના અટલ-કલામ સેન્ટર ખાતે યોજાયો હતો.
≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡
