Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 649 જન્મ જયંતીની અમદાવાદમાં ઉજવણી

અમદાવાદ, ગુજરાત | ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ — અંધકાર યુગ જેવા મધ્યકાલિન સમયમાં સમાજીક, ધાર્મિક આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક ચેતનાના અગ્રેસર ધ્રુવતારક, બેગમપુરાના સ્વપ્નદ્રષ્ટા એવા સંત શિરોમણીની 649 જન્મ જ્યંતી પ્રસંગે સંત શિરોમણી ગૂરૂ રવિદાસ વિશ્વમહાપીઠ ગુજરાતના પ્રમુખશ્રી વિક્રમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ગુરુ રવિદાસની જન્મ જ્યંતી 12 વર્ષથી અમદાવાદમાં બહુમાન અને સ્વમાનભેર ઉજવાઈ રહી છે.

આ પ્રસંગે વિશ્વ હિન્દ પરિષદના રાષ્ટ્રિય અધ્યક્ષશ્રી આલોકકુમારજી, ગુજરાત ભાજપના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ મંત્રીશ્રી આત્મારામભાઈ પરમાર, પ્રદિપભાઈ પરમાર અને હાલના મંત્રીશ્રી મનીષાબેન વકીલ, *ધારાસભ્ય શ્રી અમિત ઠાકર*, દર્શનાબેન વાઘેલા અને અમદાવાદના તમામ ધારાસભ્યશ્રીઓ, IAS અધિકારીઓએ પોતાની હાજરી નોધાવી હતી તેમણે સંતશ્રી રવિદાસજીને પુષ્પાંજલી અર્પણ કરીને તેમની આરતી ઉતારી હતી ત્યારબાદ લીલી ઝંડી બતાવીને આ શોભાયાત્રાને પ્રયાણ કરાવ્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રમુખશ્રી વિક્રમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આ યાત્રા એક સમાજના ઉત્કૃષ્ઠતાની યાત્રા છે અને સર્વે સમાજના સુખાકારી માટેની યાત્રા છે આ યાત્રામાં દરેક સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ યાત્રા આશ્રમ રોડ ખાતેથી શરૂ થઈ અમદાવાદના વિવિધ સ્થળો ફરી, સર્કિટ હાઉસ, શાહીબાગ ખાતે મહાપ્રસાદ લઈ પૂર્ણાહુતી કરશે.

 ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

આગળ વધતા: સ્કોડા ઓટો એ ભારતમાં વિકાસ યોજનાને મજબૂત બનાવવા માટે રોડમેપ તૈયાર કર્યો

truthofbharat

ત્રણ વર્ષ, 19 મિલિયન મુસાફરો: અકાસા એર દ્વારા વિક્રમી વૃદ્ધિની ઉજવણી

truthofbharat

કાર્સમેક એપ લોન્ચ, ભારતના ઓટોમોટિવ આફ્ટરમાર્કેટમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર

truthofbharat